હાર્દિક ક્ષમાયાચના…!!

 

      Sorry…!   Sorry…!!    Sorry…!!!

ઈન્ટરનેટ પર અમારી અઢાર દિવસની ગેરહાજરી અંગે એક કાઠિયાવાડી મિત્રે ફોન પર પૂછ્યું: ‘ચ્યમ ન’તા દેખાતા… ચ્યોં જ્યા’તા…??’ અમે કહ્યું:

               ઈન્ટરનેટ  વિના  અમને  ય  ગમતું  ન્હોતું

               પણ થાય શું અમારું લેપટોપ ખોટકાણું’તુ…..!

                હવે એક દિ’નોય ‘ખાડો’ ન પાડીએ પ્રોમિસ…!!

                આપને મળ્યા વિના અમને ય ક્યાં ગમતું’તુ…??

         દોસ્તો, હવે અમારા લેપટોપ દેવતા ફરી ‘બંધ’નું એલાન ન આપે ત્યાં સુધી રોજ મળીશું… આભાર…!!

                                                            અનૂભૂતિને સાબિતી નથી હોતી

      શ્રદ્ધાળુઓ કહે છે: ‘કલ્પી લો કે ઈશ્વર નથી એ વિજ્ઞાનસિદ્ધ સત્ય છે. પરંતુ એ કોરા સત્યથી નાસ્તિકોને જ્ઞાનપ્રાપ્તિ સિવાય કશો વિશેષ ફાયદો થતો નથી. જ્યારે અમે શ્રદ્ધાના એક તણખલાથી દુ:ખનો આખો દરિયો તરી જઈએ છીએ. અમારા પ્રત્યેક દુ:ખોમાં ઈશ્વર અમને મદદ કરવા અવતો નથી પણ શ્રદ્ધાને કારણે મનમાં જે પોઝીટીવ એનર્જી પેદા થાય છે; તેનાથી દુ:ખોમાં ટકી રહેવાનું બળ મળે છે.  અમારી એ અંગત અનુભૂતિ છે. અમે તે અન્યને સમજાવી શકતાં નથી. કેમકે અનુભૂતિને સાબિતી નથી હોતી. પરંતુ અમને એક વાતની પ્રતીતિ થઈ છે કે મુકેશ અંબાણીને, બીલ ગૅટસને કે અઝીમ પ્રેમજીને અબજો રૂપિયાના ઢગલા પર બેઠાં પછી પણ જે શાંતિ નથી મળતી તે અમને ઈશ્વર સામે તૂટેલી સાદડી પર બેસવાથી મળે છે. અમારી ઈશ્વરભક્તિનું એજ સાચું ફળ છે…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com મોબાઈલ : 94281 60508