વહાલની કમાલ

    સત્તર વર્ષે થતો પ્રેમ સોડાબૉટલના ઉભરા જેવો હોય છે. સાંઠની ઉમરે એ પ્રેમમાં બાટલીના મધ જેવી ઠરેલતા આવે છે. મધમાં કદી ઉભરો આવતો નથી. સુરતના ગુરુનગરમાં એવી એક મધની બાટલી રહે છે. ૭૫ વર્ષથી ય મોટી ઉમરની એ બોટલનું નામ છે ઉત્તમ ગજ્જર! એ સાહિત્યરસિક માણસે એક ફંક્શનમાં અમને કહેલું, “હું આજે પણ મધુને ભરપુર પ્રેમ કરું છું. અરે… વહાલ પણ કરું છું!” એમની વાત સાંભળી (અને ખાસ તો એમની ઘરડી આંખોમાં દેખાતો ટીનેજર જેવો પ્રેમ જોઈને) મને સુરેશ દલાલની પંક્તિ અક્ષરશ: સાચી પડતી જણાઈ. આ રહી એ પંક્તિ: જુઓ એ કેવી કમાલ કર છે… એક ડોસો હજી ડોસીને વહાલ કરે છે…! દોસ્તો, પ્રેમ જીવનનો ઓક્સીજન છે. માણસો ઘરડા થાય છે. પ્રેમ ઘરડો થતો નથી. આયુષ્યની મુદત વધારવાની કળા માણસને હજી પ્રાપ્ત થઈ શકી નથી. પણ પ્રેમથી જીવવાનું માણસના હાથમાં હોય છે. એક સરવે એવું કહે છે કે જાપાનના માણસો ૧૦૦થી ય વધુ વર્ષ જીવે છે તેનુ કારણ એ છે કે તેઓ ભરપુર પ્રેમ કરે છે. એમ કહી શકાય કે આખું જાપાન “ઉત્તમ–મધુ”થી ભરેલું છે! જિંદગીની જડીબુટ્ટી તેમને હાથ લાગી ગઈ છે. એ જડીબુટ્ટીનું નામ છે– “પ્રેમ”.  તેઓ જાણે દુનિયાને મૂકપણે ફરિયાદ કરે છે, પ્યારકા સમય કમ હૈ જહાં… લડતે હૈં લોગ ક્યૂં વહાં?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s