એથી કૃષ્ણ લાચાર છે

      કૃષ્ણએ ખૂબ ચતુરાઈપુર્વક રેશનાલિઝમને વ્યવહારુ બનાવીને રજૂ કર્યું છે. કર્મના મંત્રનો જન્મ આ દેશમાં થયો પણ વિદેશોમાં એ મંત્ર ફૂલીફાલીને વટવૃક્ષ બન્યો. કૃષ્ણએ હંમેશા તેમના આચરણ દ્વારા અર્થપૂર્ણ જીવનસંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે, ‘તમારા ઘરમાં અદ્યતન ટ્યૂબલાઈટ હશે પણ માનવપ્રકૃતિ એવી છે કે એને શ્રદ્ધાના દીવડા વિના ચાલવાનું નથી. એથી હે માનવ તું દિલમાં ભલે શ્રદ્ધાનો દીવો જલતો રાખજે પણ એટલું અવશ્ય યાદ રાખજે કે ફળ માટે કર્મનો કોઈ વિકલ્પ નથી. મારે નામે સળગાવેલા દીવડાને તું સૂર્ય માની લઈશ નહીં. તારી દુનિયાનું અંધારુ મંદિરના દીવડાથી નહીં, મરક્યૂરી લેમ્પ વડે જ દૂર થઈ શકશે. તું ચોવીસ કલાક મંદિરનો ઘંટ ભલે વગાડતો રહેજે પણ પ્રગતિ માટે શાળાનો ઘંટ જ વધુ જરૂરી છે. પરંતુ આ દેશના શ્રદ્ધાળુઓ કેવળ મંદિરના દીવડા વડે દેશનું અંધારુ દૂર કરવાની જીદ લઈ બેઠા છે; એથી કૃષ્ણ લાચાર છે. આજે સ્થિતિ એ છે કે જાહેર રસ્તાઓ પર આડા બાંબુ બાંધી  નવચંડીયજ્ઞો વગેરે કરવામાં આવે છે. પણ કોઈને એ ટ્રાફિકજામ સામે ગુસ્સો અવતો નથી. બધાં વાહનચાલકો એક મિનીટ ત્યાં અટકીને માથુ નમાવે છે અને આગળ વધે છે. બારે માસ રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડ્ડો હોય છે. લોકો રસ્તે બેઠેલી ગાયોને માથે હાથ મૂકે છે પછી છાતીએ અને કપાળે અડાડીને આગળ વધે છે. પણ જાહેર રસ્તાઓ પર ઊભા થયેલા આ ગેરકાનૂની ‘ઢોરવાડા’ સામે ફરિયાદ કરવાનો વિચાર કોઈને આવતો નથી. અગર વડાપ્રધાન ત્યાંથી પસાર થવાના હોય તો રાતો રાત ત્યાંથી ઢોરોને હાંકી કાઢવામાં આવે છે. (અને દેવતાઓને પણ યજ્ઞની નવી તારીખ આપીને શાનમાં સમજાવી દેવામાં આવે છે કે અમારા અસલી દેવ પધારવાના છે એથી તેઓ સબસીડીનો આશીર્વાદ આપીને જાય પછી તમારો યજ્ઞ કરીશું!) જે દેશના નેવું ટકા લોકોની માનસિકતા આવી અબૌદ્ધિક હોય તેવા લોકોથી ભરેલા દેશને ‘મહાન’ કેવી રીતે કહી શકાય? નેતાઓમાં તો નથી…. પણ આપણામાં ય કેમ નથી??? ચાલો વિચારીએ.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s