તમે જીવનભર ગોખી ગીતા સજનવા

        અમારા બચુભાઈ એક જોડકણું રચતા કહે છે: ‘તમે જીવનભર ગોખી ગીતા સજનવા… તોય દશા જીવનની કેમ બૂરી સજનવા…?’ કૃષ્ણ મોઘમ રીતે કહે છે જીવન તમારું છે એથી કર્મ પણ તમારે જ કરવું પડશે. હું તો માત્ર તમારા કર્મની ગુણવતા પર નજર રાખું છું. કુરૂક્ષેત્રના યુદ્ધમાં મેં અર્જુનનો માત્ર રથ હાંક્યો હતો. યુદ્ધ તો અર્જુને જ કરવું પડ્યું હતું. હું બહુ બહુ તો તમારા ઘરના મંદિરમાં દીવો બનીને પ્રગટીશ, પણ તમારા ઘરનું અંધારુ મંદિરના દીવાથી નહીં ટ્યૂબલાઈટથી દૂર થઈ શકશે. તમને બુદ્ધિ આપી છે. તમારે બુદ્ધિના બિયારણમાંથી સુખના છોડવા ઉગાડવાના છે. તમારી અક્કલમાં હું કરન્ટની જેમ હાજર છું. એ કરન્ટમાંથી ઈલેક્ટ્રિસીટી તમારે ઊભી કરવાની છે. મંદિરનો દીવો શ્રદ્ધાનું પ્રતીક છે. ટ્યૂબલાઈટ વિજ્ઞાન અને ટૅક્નોલોજીની ફલશ્રુતિ છે. વિજ્ઞાન અને ટૅક્નોલોજી એટલે જ્યોત અને તેલ…! બન્નેના સહયોગ વિના ઉન્નતિનું અજવાળુ થઈ શકે નહીં. શ્રદ્ધાનો દીવડો દિલમાં જલતો રાખજો, પણ જીવનમાં તો ડગલે ને પગલે જ્ઞાન અને વિજ્ઞાનની ટ્યૂબલાઈટ પેટાવજો. શ્રદ્ધા કેવળ એક હાથ જેવી છે. તાળી પાડવા માટે બન્ને હાથોની જરૂર પડે છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s