ગાયનું દૂધ પીઓ… છાણ ઉકરડે ફેંકો

      પ્રશ્ન થાય છે જે ચંદ્ર આખી ધરતીને ચાંદની પૂરી પાડતો હોય તે ચંદ્રના સાવ મામુલી ડાઘને કલંક શા માટે ગણવું? સત્યસાંઈ બાબા વિશે એ દષ્ટિકોણથી વિચારીએ કે આપણી સાચી જરૂરિયાત જો ચાંદની હોય તો ચંદ્રના આકાર કદ કે વજન ગમે તે હોય તેનો આપણને શો ફરક પડે છે? ચંદ્ર કદાચ ચોરસ હોય અને આટલી જ ચાંદની આપતો રહે તો તેમાં માનવજાતને કોઈ નુકસાન ખરું…? મૂળ વાત એટલી જ કે બર્ટ્રાન્ડ રસેલની તેજસ્વી વિચારધારાનું મૂલ્યાંકન કરવામાં આપણે તેના ચારિત્ર્યસ્ખલનને ગણતરીમાં લઈશું તો રિઝલ્ટ ભેળસેળિયું આવશે. ગાંધીજીએ ચોરી કરી હતી તે વાતને ભૂલી જઈને આજે આપણે તેમની અનન્ય દેશભક્તિને જ યાદ કરીએ છીએ. સત્ય સાંઈબાબાને તેમના ચમત્કારો માટે એટલું જ કહીએ કે– ‘સ્વામીજી તમારી માનવસેવાને લાખો નહીં કરોડો સલામ… પણ તમે જે હાથચાલાકીના ખેલ કરી બતાવો છો તે સાથે અમે દૂર દૂર સુધી સંમત થતાં નથી. માનવતાથી મોટો બીજો કોઈ ચમત્કાર નથી. શ્રી સત્યસાંઈ બાબાએ તે કરી બતાવ્યો છે, તો એ માનવકલ્યાણકારી એવા ચમત્કારને જ વંદન કરીએ. વ્યવહારુ રેશનાલિઝમ તો કંઈક એવું જ માનવા પ્રેરે છે કે ગાયનું ગુણકારી દૂધ પીઓ અને તેના છાણને ઉકરડે ફેંકો.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s