શ્રદ્ધા અને સાયન્સ… અન્નનળી અને શ્વાસનળી

    મોરારિબાપુએ રામકથા દ્વારા ઘણી હૉસ્પિટલોના નિર્માણમાં ફાળો આપ્યો છે. એક વાત યાદ રાખવી પડશે. હૉસ્પિટલો મેડિકલ સાયન્સ વડે ચાલે છે, પણ તેનું નિર્માણ શ્રદ્ધા દ્વારા થઈ શકે છે. દરદીના ધબકારા સાંભળવા માટે સ્થેટેસ્કોપની જરૂર પડે છે, પણ ઈશ્વરનો અવાજ સ્થેટેસ્કોપથી નહીં, શ્રદ્ધાના ઈયરફોન વડે સાંભળી શકાય છે. શ્રદ્ધા અને સાયન્સ માનવજાત માટે અન્નનળી અને શ્વાસનળી જેવું સરખું મહત્વ ધરાવે છે. રેશનાલિઝમમાં થોડીક વ્યહારુતા ઉમેરીએ તો એમ કહી શકાય કે જૂઠાં ચમત્કારોથી માનવીનું સાચું કલ્યાણ થતું હોય તો તેનો વિરોધ કરતાં પહેલા થોડાક વ્યવહારુ બનીને વિચારીએ. હવામાં હાથ ઘુમાવીને સત્યસાંઈ બાબા જલેબી હાજર કરતા હોય અને તે જલેબી વડે આખા વિશ્વની ભૂખ મીટાવી શકાતી હોય તો તેને બે મિનિટ માટે શકનો લાભ આપીને જરૂર આવકારવી પણ બીજી તરફ રેશનાલિઝમના ટેસ્ટર વડે તેની ચકાસણી પણ ચાલુ રાખવી. ચકાસણી દ્વારા જો એ ચમત્કાર એક બનાવટ સાબિત થાય તો તેનો ડંકાની ચોટ પર વિરોધ કરવો. કદાચ આ વ્યવહારુ રેશનાલિઝમ આજે નહીં ને આવતી કાલે જરૂર અમલમાં આવશે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s