ધર્મનો ધંધો ધમધોકાર

                                            ધર્મનો ધંધો ધમધોકાર

    એક મિત્ર લખે છે: ‘આપણે રોજબરોજના છાપાઓમાં બેંકો કે કંપનીઓ ફડચામાં ગયાના સમાચારો વાંચીએ છીએ પણ કદી મંદિરો ખોટ જવાને કારણે બંધ કરવા પડ્યા હોય એવું બન્યું નથી. વિરપુરના સુપ્રસિદ્ધ જલારામ મંદિરે તો– હવે અહીં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી– એવું જાહેર કરવું પડ્યું છે. મિત્ર આગળ લખે છે, તમે નહીં માનો પણ દશામાના વ્રતની સામગ્રી અને ચૂડી ચાદલાં વગેરેનો વેપાર પૂરા બસો કરોડનો થાય છે. ઈન્ટરનેટ પર સાયબર પૂજા અને દાન વગેરેની સુવિધા ઉપલબ્ધ છે. ધર્મનો ધંધો રાત્રે ન વધે એટલો દિવસે વધતો રહે છે. આ એક જ ધંધો એવો છે જેમાં આજપર્યંત કદી મંદી આવી નથી. તિરૂપતિ મંદિરમાં વર્ષે નવસો કરોડનું દાન મળે છે. એ સિવાય રામકૃષ્ણ મિશન, શીખ ગુરુદ્વારા, તામિલનું પાલાની, જમ્મુ કાશ્મીરનું વૈષ્ણોદેવી, અને મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર તથા શીરડીના સાંઈબાબાનું મંદિર.. એ સર્વ મંદિરોની દાન તથા ચઢાવાની રકમનો કુલ વાર્ષિક આંકડો ૪૭૦૦૦ કરોડ કરતાં પણ વધુ થાય છે. આટલો નફો દેશની અગ્રેસર કંપનીઓ પણ નથી કરતી. જરા વિચારો જે દેશના દેવો આટલા માલદાર છે તે દેશ પોતે ગરીબ કેમ છે…?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a comment