યૌવનમાં યોગીતા… ઘડપણમાં ગીતા

                             યૌવનમાં યોગીતા… ઘડપણમાં ગીતા

    અવસ્થા પ્રમાણે માણસની વ્યવસ્થા બદલાય છે. યુવાનોનાં ખિસા તપાસો તો તેમાંથી પ્રેમપત્રો, હૉટલના બીલો કે ગુટકાના પાઉચ મળી આવે, પણ ઘરડાઓના ગજવામાં હાથ નાંખો તો ગોરખપુરની ગીતાની રસીદ નીકળે અથવા અવિપત્તિકર ચૂરણનું બિલ નીકળે. યુવાનો નીતા, ગીતા કે માલામાં રમમાણ હોય છે. પરંતુ ઘરડાઓનું મન માલામાં નહીં જપમાલામાં વધુ લાગ્યું હોય છે. તેમને નીતા, મીતા કે યોગીતાને બદલે ભગવદ્ ગીતામાં વધુ રસ પડે છે. મન રંગીન હોય પણ દેહ સંગીન ના હોય તો યૌવનની રંગત (વિધવા સ્ત્રીના આવેગ જેવી) લાચાર બની જાય છે. જુવાનીમાં જિંદગીની રફતાર રોકેટ ગતિએ આગળ વધતી હોય છે. એથી ક્યારે ક્યાં એક્સિડન્ટ થઈ જશે તે અનિશ્ચિત હોય છે. ઘડપણમાં તન અને મન આપોઆપ ઢીલા પડ્યા હોય છે. અહીં અકસ્માતોની ઝાઝી સંભાવના હોતી નથી. એટલે સંયમ રાખવાની સાચી જરૂર યુવાનીમાં હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a comment