જીન્સની અદ્રશ્ય લીલા

                                       જીન્સની અદ્રશ્ય લીલા

    શરીરવિજ્ઞાન કહે છે, માણસને સારો નરસો બનાવવામાં તેના જીન્સ મોટો ભાગ ભજવે છે. જીન્સનો પેન્ટ પહેરવાથી માણસ જુવાન દેખાય શકે પણ શરીરની અંદર રહેલા જીન્સ તેને સંત અથવા શેતાન બનાવી શકે છે. જીન્સના પ્રતાપે માણસ સિદ્ધિના શિખરે પહોંચી શકે, પણ તેના અભાવે નિષ્ફળ પણ જઈ શકે. શોધવા નીકળીએ તો એવા અનેક ઉદાહરણો મળી આવે જ્યાં માબાપ મહાન બની શક્યા હોય, પણ દીકરા શેતાન બની ગયા હોય. એક માતાને ખોળે જન્મેલા બે બાળકોમાંથી એક વિભીષણ બને અને બીજો રાવણ બની જાય છે. કૃષ્ણ દેવકીનું આઠમુ સંતાન હતા. બાકીના સાત સંતાનો (કૃષ્ણ જેવા નહીં તો) કૃષ્ણની નજીક પણ કેમ ન પહોંચી શક્યા? ગૃહત્યાગ કરનારા બધાં જ સ્વામી સચ્ચિદાનંદજી કેમ નથી બની શકતા? વાલિયો લૂંટારો વાલ્મિકી ઋષિ બની શક્યો હતો, પણ એવી ક્લ્પના થઈ શકે ખરી કે લાલુપ્રસાદ લાલબહાદુર શાસ્ત્રી થઈ શકે? હિરણ્યકશ્યપ નાસ્તિક હતો. એનો દીકરો પ્રહલાદ કેમ આસ્તિક બની શક્યો? સઘળા અંધ માણસો સંતસૂરદાસ કેમ નથી બની શકતા? કુંતીના બધાં પુત્રો અર્જુન કેમ ન બની શક્યા? ઈશ્વર નથી એમ સો વાર કબુલ કરીએ પણ ચાલો, એકાદ વાર એ દિશામાં પણ વિચારી જોઈએ કે રામના પુત્રો લવ કુશ બની શક્યા તો હિરણ્ય કશ્યપ જેવા કટ્ટર નાસ્તિકનો પુત્ર પ્રહલાદ પ્રખર આસ્તિક કેવી રીતે બની ગયો? આપણી જાણબહારની કોઈ અદ્રશ્ય શક્તિ ભાગ ભજવે છે જેને સદીઓથી આપણે ભગવાનના નામથી ઓળખીએ છીએ.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s