અંધશ્રદ્ધા… ઘરઘર કી કહાની

    પુરાણોમાં વર્ણવેલા દેવતાઓના ચમત્કારોમાં અનેક શંકાઓ ઉદભવે છે. શ્રદ્ધાળુઓ બુદ્ધિના બારણા બંધ કરીને એ બધી વાહિયાત વાતો વાંચે છે એ કારણે તેમની અંધશ્રદ્ધાના ઈલાકાઓ વિસ્તરતા જાય છે. ધર્મને નામે અધર્મની બાઉન્ડ્રી લાઈન પહોળી થતી જાય છે. ભગવા વસ્ત્રો તરફનો લોકોનો ભક્તિભાવ એવી રીતે વધી રહ્યો છે કે ભગવું જોયું નથી કે લોકો હારતોરા લઈને દોડ્યા નથી. જૂઠાં કાટલાં સો વર્ષ સુધી ચલણમાં ચાલે તો વખત જતાં તેજ સાચાં કાટલાં તરીકે પ્રસ્થાપિત થઈ જાય છે. એ અંગે તમારા દિમાગમાં ઉતરી જાય એવો એક દાખલો આપું. આપણે જાણીએ છીએ શંકરજીએ ગણેશજીનું માથુ કાપી નાખ્યું હતું. કલ્પના કરો માથુ કપાયા પહેલાના ગણપતિ આજે આપણી સમક્ષ હાજર થાય તો આપણે તેને ગણેશજી માનવા તૈયાર જ ના થઈએ. કેમકે આપણે તો વર્ષોથી સૂંઢવાળા ગણેશજીની પુજા કરતા આવ્યા છીએ. ભગવાનને પણ કોઈએ જોયા નથી એથી એનો લાભ લઈને આજે ભગવાધારીઓ ભગવાન બની પૂજાઈ રહ્યા છે. ટીવીએ અંધશ્રદ્ધાના સામ્રાજ્યમાં એકહથ્થુ સ્થાન મેળવ્યું છે. એકતા કપૂરે અંધશ્રદ્ધાનો હૉલસેલ કોન્ટ્રાક્ટ રાખ્યો છે. અંધશ્રદ્ધાના સળગતા દાવાનળમાં બકવાસ સીરિયલોનું ઘી રેડીને તેણે ઘરઘરમાં  ભડકા કર્યા છે. અંધશ્રદ્ધા આજે ‘ઘરઘરકી કહાની’ બની ગઈ છે. સંતોષી માતા હતા કે નહીં તે વિષે આજે તરેહ તરેહની અટકળો ચાલે છે. પણ એકતા કપુર અંધશ્રદ્ધાની દેવી છે અને તે હાજરા હજુર છે તે વાત વિષે કોઈ શંકા નથી. સત્યશોધક સભાવાળા પણ એ કડવા સત્યનો ઈન્કાર કરી શકે એમ નથી.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s