સૂરજનું તેજસ્વી સત્ય અને ઘુવડની આંધળી આંખો

 સૂરજનું તેજસ્વી સત્ય અને ઘુવડની આંધળી આંખો

    મોડે મોડે બૌદ્ધિકોને સમજાઈ ચૂક્યું છે કે ઈશ્વરની શક્તિને સમજવા માટે કેવળ શ્રદ્ધા પર્યાપ્ત નથી, સમજણ પણ જરૂરી છે. શ્રદ્ધા તો ઘુવડને સૂરજ પ્રત્યે પણ હોઈ શકે. પણ ઘુવડની આંખો પ્રકાશ જોઈ શકતી ન હોવાથી ઘુવડ સૂરજના સત્યને પીછાણી શકતું નથી. સૂરજનો પ્રકાશ સત્ય છે અને સમજણ એટલે તેને જોઈ શકવાની આંખોની પાત્રતા. શ્રદ્ધાળુઓનો મામલો કંઈક એવો જ છે. ઈશ્વરને સમજ્યા વિના તેને ભજતા રહેવું એટલે રોગનું સાચું નિદાન થયા વિના ગોળીઓ ગળતા રહેવા જેવી ભૂલ ગણાય. આપણા કરોડો ધાર્મિક લોકો, લાખો સાધુસંતો અને હજારો ધર્મગુરુઓ તથા સર્વ સંન્યાસીઓ ધર્મ અને ભગવાનની બાબતમાં ભીંત ભૂલ્યા છે. તેઓ હજાર કિલોમિટરની પૂરપાટ ગતિએ રોંગ સાઈડે વાહન હંકારી રહ્યા છે. ઈશ્વરનું  સરનામુ તો તેમને નથી જ મળ્યું, પણ તેઓ પોતાના ઘરથી વિખૂટા પડી ગયા છે. એ સઘળા બેઘર લોકોને ઘર મળે એવા હાલ તો કોઈ એંધાણ વર્તાતા નથી. ધર્મને નામે અધર્મ  આચરવામાં લોકોએ  દેશની એવી હાલત કરી નાખી છે કે  કદાચ પાકિસ્તાને પણ આપણી એવી હાલત નથી કરી…. દોસ્તો, તમે  શું કહો છો?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s