રસોયણ બનવા કરતા રાષ્ટ્રપતિ બનવું સારુ

         એક ટીવી ઈન્ટરવ્યૂમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના પતિએ કહેલું: ‘પ્રતિભાને રસોઈ કરતાં આવડતું નથી. રાજકારણમાં એ એટલી વ્યસ્ત રહે છે કે એને રસોડામાં જવાનો ટાઈમ મળતો નથી…!’ આ વાત ખાસ તો સ્ત્રીઓએ ધ્યાનમાં લેવા જેવી છે. ઘણીવાર સ્ત્રીઓને રસોઈ કરતાં આવડવી જોઈએ એ મુદ્દાને સ્ત્રીઓ પોતે જ પ્રાણપ્રશ્ન બનાવી દેતી હોય છે. પણ રસોઈ કરતાંય અગ્રક્રમે આવે એવાં બીજાં ઘણાં પ્રતિષ્ઠાના કામો છે. રસોયણને ઘરમાં માન મળે, રાષ્ટ્રપતિને સમગ્ર વિશ્વમાં સન્માન મળે છે. વળી ખાસ મહત્વનો મુદ્દો એ છે કે પ્રતિભા પાટીલ રસોઇ કરી શકે પણ કોઇ રસોયણ રાષ્ટ્રપતિ ન બની શકે. કરિના કપૂરને શીરો બનાવતા ન આવડતું હોય તેનું કોઇ નુકસાન છે ખરું? સમાજ હવે રોટલીનું નહીં કળાનું મૂલ્ય સમજે છે. કોઇ મુરતિયો રસોઈ કરવાની ચોસઠ કળા જાણતો હોય પણ પૈસા કમાવાની એકે કળા તેને આવડતી ના હોય તો તેનો કોઈ ફાયદો ખરો?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a comment