અંતરની એસ્ટેટ પર દિલની ડિક્ટેટરશીપ

સમાજમાં વડીલો યુવા પેઢી પાસેથી અપેક્ષા રાખે છે કે પ્રેમમાં ના પડો… અભ્યાસકાળ દરમિયાન માત્ર ભણવામાં જ ધ્યાન આપો. છતાં પ્રેમ કરો તો સદગુણી પાત્ર સાથે જ કરો. વાસ્તવિક્તા જરા જુદી છે. પ્રેમ કુદરતે આપેલી લાગણી છે. એને સદગુણ ફદગુણ સાથે કશી લાવાદેવા હોતી નથી. યૌવનાવસ્થામાં હૈયાને પ્રેમની તીવ્ર તરસ લાગે છે ત્યારે માણસ એવું વિચારવા રોકાતો નથી કે સામુ પાત્ર સદગુણી છે કે નહીં? તરસ્યો માણસ પાણીની શુદ્ધતા ચકાસવા રોકાતો નથી તેમ પ્રેમ જાતપાત કે ધર્મ કોમ જોવા રોકાતો નથી. દરેક દિલના નોખા કાયદાકાનૂન હોય છે. અંતરની એસ્ટેટ પર દિલની પોતાની ડિક્ટેટરશીપ હોય છે.  ગાલીબસાહેબે પ્રેમની વિચિત્રતા એમ કહીને વર્ણવી છે કે : ‘ઈશ્ક વો આતિશ હૈ ગાલિબ… જો લગાયે ના લગે… બૂઝાયે ના બને…!’ તાત્પર્ય એટલું જ કે પ્રેમ થાય તો રાવણ સાથે ય થઈ જાય છે અને ન થાય તો રામ સાથે ય નથી થતો.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

લેબોરેટરીનું સત્ય અને લાઈફનું સત્ય

      નાસ્તિકો પાસે વિજ્ઞાનસિદ્ધ સત્ય છે. પણ તે સત્ય લેબોરેટરીમાં જન્મતું કોરું સત્ય છે. જીવન કદી લેબોરેટરીના સત્ય પર નભી શકતું નથી. (માણસ જન્મે ત્યારે બર્થડ્રેસમાં હોય છે. એની નગ્નતા કોરું (કુદરતી) સત્ય ગણાય. એને સંસારનો યુનિફોર્મ પહેરાવવો પડે છે. ઉમર વધતાં એના વાળ વધે છે નખ વધે છે. મનુષ્યજીવનની આચારસંહિતા પ્રમાણે એણે નખ, વાળ, દાઢી, મૂછ વગેરે કપાવીને સુસંસ્કૃત રહેવું પડે છે. હિમાલયમાં સેકડો સાધુઓ વસે છે. તેઓ દાઢીમૂછ વગેરે નથી કપાવતા. કેમકે હિમાલય પર હેરકટીંગ સલુન નથી હોતા. એથી તેઓ જિંદગીના પ્રાકૃતિક સત્ય પ્રમાણે જીવે છે. વિચારો, સંસારમાં બધાં જ પુરૂષો દાઢી મૂછ ન કરાવતા  હોય તો આ દુનિયા જાણે રીંછોનું જંગલ હોય એવી બની જાય…! (કોણ છગન છે અને કોણ મગન છે તેની ખબર ના પડે) માણસ જિંદગીભર નખ ના કપાવે તો નખ બે ચાર ફૂટ વધી જાય. જિંદગીના એ કુદરતી સત્યને સમાજનો ગણવેશ પહેરાવવો પડે છે. કેટલાંક વ્યવહારુ સત્યો કુદરતમાંથી જન્મે છે. એને લાઈફના સત્યો કહી શકાય. લેબોરેટરીના સત્યો કરતાં લાઈફના સત્યો વધુ નક્કર હોય છે. લેબોરેટરીનું સત્ય એટલે એચ.ટુ.ઓ (પાણી). અને જીવનનું સત્ય એટલે વરસાદ…! વિજ્ઞાન પાણીનું બંધારણ એચ.ટુ.ઓ. શોધી શકે છે. પણ પાણીની પરબ તો માનવતાની જ ફલશ્રુતિ હોઈ શકે. પાણીની પરબની જેમ જ્ઞાનની પણ પરબ હોય છે. તે પરબનું નામ છે લાઈબ્રેરી…! આસ્તિક નાસ્તિક બન્નેને એ સરખી ઉપયોગી હોય છે. પણ આસ્તિકો મંદિર બંધાવવા માટે ફાળો આપે છે પણ ગામમાં લાઈબ્રેરી કે સ્કૂલ બંધાવવી હોય તો ફાળો નથી આપતા. રેશનાલિઝમના વિકાસથી જ આ ત્રૂટિ દૂર થઈ શકે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

શ્રદ્ધાની શ્રેષ્ઠ ફલશ્રુતિ

                                                                  શ્રદ્ધાની શ્રેષ્ઠ ફલશ્રુતિ

     ઈશ્વર નથી એમ માની લઈને કશું ન કરવા કરતા ઈશ્વર છે એમ માનીને દુ:ખીઓને મદદરૂપ થવું તે શ્રદ્ધાની ઉત્તમ ફલશ્રુતિ ગણાય. ઈશ્વર નથી એવી માન્યતાની કોઈ જ શ્રેયકર ફલશ્રુતિ નજરે ચડતી નથી. બીજી તરફ ઈશ્વર છે એવી કલ્પના માત્રથી અનેક સારા કામો થઈ શકતા હોય તો ઈશ્વર હોવાની અફવા હજી ય યુગો સુધી ચાલુ રહે તે જરૂરી છે. દોસ્તો, આપણામાં હોય તેટલી બધી વિવેકબુદ્ધિ ભેગી કરીને એ પ્રશ્ન પર વિચારીએ કે મોરારિબાપુ તેમની એક ‘રામકથા’ યોજે છે તેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને કરોડો રૂપિયાનું ફંડ ભેગું થાય છે. તેમાંથી શાળા કૉલેજ, હોસ્પિટલો વગેરે બંધાવી શકાય છે. ધારોકે એ રીતે નાસ્તિકો ‘વિજ્ઞાનકથા’ યોજીને ડૉ. અબ્રાહમ કૌવુરના નામનું રિસર્ચ સેન્ટર કે ‘વિજ્ઞાનભવન’ સ્થાપવા માંગતા હોય તો તેમને આવી સફળતા મળે ખરી? (નાસ્તિકો ખિસામાંથી કાણું ફદિયું પણ કાઢે ખરા?) ‘સત્ય’  જો રેશનાલિઝમનો આત્મા હોય તો નાસ્તિકો આ સત્ય સ્વીકારશે ખરા…? ક્યારેક સત્ય કાંટાળુ હોય અને જુઠાણુ ગળચટ્ટુ હોય ત્યારે દુનિયા જિંદગીભર કાંટાળા સત્યનું ગોખરુ ગળે ઉતારવાને બદલે જોખમકારક મધ ચાટવાનું વધુ પસંદ કરે છે. વાત કડવી છે પણ જૂઠી હોય તો મારુ માથુ અને તમારુ ખાસડુ…!  

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ઈશ્વર એટલે શ્રદ્ધાની લોટરી

     ઈશ્વર એટલે શ્રદ્ધાની લોટરી

     આસ્તિકો કહે છે, ‘અમે જાણીએ છીએ કે ભગવાને, નરસિંહ મહેતાને, પ્રહલાદને કે સૂરદાસને સ્વયં પ્રગટ થઈને મદદ કરેલી. પરંતુ અમે એવી ગેરસમજમાં રાચતા નથી કે એકવીસમી સદીમાં ઇશ્વર અમને પણ એ રીતે મદદ કરવા આવશે.  છતાં અમને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા છે કેમકે અમે એ નક્કર હકિકતને અવગણી શકતા નથી કે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાથી માનવસેવાના અનેક કામો થાય છે. બલકે નાસ્તિક્તાથી શક્ય ન બને તેવા કામો આસ્તિક્તાથી થઈ શકે છે. નાસ્તિક્તા સત્યલક્ષી છે. શ્રદ્ધા માનવતાલક્ષી છે. શ્રદ્ધાના અતિરેકમાં અમે અંધશ્રદ્ધાળુ ના બની જઈએ ત્યાં સુધી તેનું બીજું નુકસાન નથી. ધનવાનોને પૈસાની હૂંફ હોય છે. ગરીબોની સ્થિતિ કફોડી હોય છે. તેમની પાસે ઝેર ખરીદવાના પૈસા પણ હોતાં નથી. તેઓ માને છે કે કોઈ ગંભીર માંદગીમાંથી બચી જવા માટે અમે પચાસ હજારનું મોઘું ઈંજેક્શન મૂકાવી શકતા નથી ત્યારે ઈશ્વર અમારે માટે પચાસ હજારની હૂંડી લખીને મોકલે છે. તે છે શ્રદ્ધાની હૂંડી…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

હાર્દિક ક્ષમાયાચના…!!

 

 Sorry…!   Sorry…!!    Sorry…!!!

         ઈન્ટરનેટ પર અમારી અઢાર દિવસની ગેરહાજરી અંગે એક કાઠિયાવાડી મિત્રે ફોન પર પૂછ્યું: ‘ચ્યમ ન’તા દેખાતા… ચ્યોં જ્યા’તા…??’ અમે કહ્યું:

               ઈન્ટરનેટ  વિના  અમને  ય  ગમતું  ન્હોતું

               પણ થાય શું અમારું લેપટોપ ખોટકાણું’તુ…..!

                હવે એક દિ’નોય ‘ખાડો’ ન પાડીએ પ્રોમિસ…!!

                આપને મળ્યા વિના અમને ય ક્યાં ગમતું’તુ…??

         દોસ્તો, હવે અમારા લેપટોપ દેવતા ફરી “”‘બંધ’નું એલાન ન આપે ત્યાં સુધી રોજ મળીશું… આભાર…!!

                                                                  અનૂભૂતિને સાબિતી નથી હોતી

           શ્રદ્ધાળુઓ કહે છે: ‘કલ્પી લો કે ઈશ્વર નથી એ વિજ્ઞાનસિદ્ધ સત્ય છે. પરંતુ એ કોરા સત્યથી નાસ્તિકોને જ્ઞાનપ્રાપ્તિ સિવાય કશો વિશેષ ફાયદો થતો નથી. જ્યારે અમે શ્રદ્ધાના એક તણખલાથી દુ:ખનો આખો દરિયો તરી જઈએ છીએ. અમારા પ્રત્યેક દુ:ખોમાં ઈશ્વર અમને મદદ કરવા અવતો નથી પણ શ્રદ્ધાને કારણે મનમાં જે પોઝીટીવ એનર્જી પેદા થાય છે; તેનાથી દુ:ખોમાં ટકી રહેવાનું બળ મળે છે.  અમારી એ અંગત અનુભૂતિ છે. અમે તે અન્યને સમજાવી શકતાં નથી. કેમકે અનુભૂતિને સાબિતી નથી હોતી. પરંતુ અમને એક વાતની પ્રતીતિ થઈ છે કે મુકેશ અંબાણીને, બીલ ગૅટસને કે અઝીમ પ્રેમજીને અબજો રૂપિયાના ઢગલા પર બેઠાં પછી પણ જે શાંતિ નથી મળતી તે અમને ઈશ્વર સામે તૂટેલી સાદડી પર બેસવાથી મળે છે. અમારી ઈશ્વરભક્તિનું એજ સાચું ફળ છે…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com મોબાઈલ : 94281 60508

નરેન્દ્ર મસરાણીનો ઈન્ટરવ્યૂ ભાગ- 4 (અંતિમ લેખ)

 

                                        નરેન્દ્ર મસરાણીની જીવનકથની…!

006.JPG                                     (નરેન્દ્ર મસરાણી એક વિશિષ્ટ ભાવમાં…)

        અમારી અંતિમ બેઠકમાં નરેન્દ્ર મસરાણી એવા ખીલ્યા કે અનેક નાટ્યવિભૂતિઓને એમણે યાદ કરી. શૈલેષ દવે, કાંતિ મડિયા, જગદીશ શાહ, સુરેશ રાજડા, અરવિંદ વૈદ્ય, તારક મહેતા, સિદ્ધાર્થ રાંદેરિયા, ભરત દવે, પ્રબોધ જોષી અને પ્રવિણ સોલંકીની એમણે વિગતે વાતો કરી. બહુવારથી અમારા દિલમાં કાસ્ટીંગ કાઉચનો મુદ્દો ઘોળાતો હતો. અમે જરા દૂરથી એ પ્રશ્નની શરુઆત કરતાં પૂછ્યું: ‘આ અમન વર્મા કેવો કલાકાર છે?’ નરેન્દ્ર મસરાણી અમારો ઈશારો સમજી ગયા. એમણે કહ્યું: ‘કલાકાર તરીકે સારો પણ કાસ્ટીંગ કાઉચમાં બદનામ થઇ ગયો. એણે જે કૌભાંડ ખુલ્લું કરવા ધાર્યું હતું તે સાબિત કરવાનું કઠિન હતું. જોકે કાસ્ટીંગ કાઉચ અંગે હું વધારે જાણતો નથી. પણ એટલું કહી શકાય કે સમાજમાં બધે જ ઘઉં ભેગા કાંકરા હોય છે તેમ ફિલ્મોમાં પણ એવું બનતું હોય તો નવાઈ નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સોનાનું ઝાડ છે. એને પાંદડે પાંદડે પૈસા છે. આજની યુવાપેઢીને ટીવી અને ફિલ્મની દુનિયાનું જબરજસ્ત આકર્ષણ છે. ધનવાનોના નબીરાઓ સામેથી પૈસા આપીને ફિલ્મી પરદે ચમકવાની મુરાદ રાખતા હોય છે. એવા લોભિયાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. એથી ધૂતારાઓની દુકાન ચાલે છે. તેઓ અખબારોમાં મસમોટી જાહેરાતો આપે છે. તેમાં લખ્યું હોય છે: વિના ઈન્ટરવ્યૂએ ફિલ્મોમાં ડાયરેક્ટ પ્રવેશ મેળવો. તમે રૂપાળા ન હો તો અમારો મેકપમેન તમને રૂપાળા બનાવશે. તમને અભિનય ન આવડતો હોય તો અમારો ડાયરેક્ટર તમને તે શીખવશે. તમને ડાન્સ ન આવડતો હોય તેની  ચિંતા ના કરો. અમારો કોરિયોગ્રાફર તે શીખવશે.’ આવી બોગસ જાહેરાતો વાંચી યુવાપેઢી ગેર માર્ગે દોરવાય જાય છે. તેમને તો દોડવું હતું ને ઢાળ મળ્યા જેવો ઘાટ થાય છે. જેઓ એવા લેભાગુઓના ષડયંત્રમાં સપડાઈ જાય છે તેમની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થાય છે. આખા ગામને તેઓ એવું કહીને નીકળ્યા હોય છે કે – ‘એક્ટર બનવા બોમ્બે જઈ રહ્યો છું!’ સૌએ એને  અહોભાવપૂર્વક વિદાય કર્યો હોય  છે. પરંતુ મુંબઈમાં બેજ દિવસમાં તેમને ખ્યાલ આવી જાય છે કે તે લેભાગુઓના ફંદામાં ફસાઈ ગયો છે. એથી તેને માટે આગળ કૂવો ને પાછળ ખાઈ જેવી સ્થિતિ સર્જાય છે. ગામમાં વિલે મોઢે પાછા ફરવાનું તેમને માટે ભારે થઈ પડે છે. ડાહ્યા યુવાનો પોતાની નિષ્ફળતાનું પોટલું માથે મૂકીને બૅક ટુ પેવેલિયન થઈ જતાં હોય છે. પણ અહીં દુર્ભાગ્યે એવું બને છે કે સદબુદ્ધિને દુર્બુદ્ધિમાં ફેરવી નાખનારા ઘણા સમદુ:ખીયા યુવાનો એને પ્રોત્સાહન આપતાં કહે છે: ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આ સ્ટ્રગલ પીરિયડ છે. એમાં શરુમાં બધાં સાથે આવું જ થતું હોય છે. પ્રેમ ચોપરા બસકન્ડક્ટર હતો. રાજકુમાર મામુલી પોલીસ ઈન્સ્પેક્ટર હતો. અક્ષયકુમાર ઓસ્ટ્રેલિયાના એક રેસ્ટોરન્ટમાં વેઈટર હતો. દીલીપકુમાર, દેવાનંદ અને રાજકપુરને પણ આંખના પલકારામાં સફળતા નહોતી મળી ગઈ. સૌએ કડો સંઘર્ષ કર્યો હતો. એથી આપણે પણ ધીરજ રાખી સ્ટ્રગલ ચાલુ રાખવી પડશે.’ આ પ્રકારના ફોલ્સ એનોલોજીના સાંત્વન વડે તેઓ એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોના ચક્કરો મારતા રહે છે. પૈસા ખતમ થઈ ચૂક્યા હોય છે એથી ત્યાં ટકી રહેવા માટે તેઓ હોટલ કે રેસ્ટોરન્ટમાં કામ કરતા થઈ જાય છે. એવા સંજોગોમાં ખાસ તો યુવતીઓની હાલત બહુ બૂરી થઈ જાય છે. એમને માટે ‘આયધર સક્સેસ, સૂસાઈડ ઔર સેક્સ…!’ જેવી સ્થિતિ ઉદભવે છે. સંજોગનો શિકાર બનેલા એવા યુવાનો માટે કાસ્ટીંગ કાઉચનો શિકાર બની જવાનું આસાન હોય છે. જોકે પ્રત્યેક નવોદિતો સાથે અચૂકપણે એવું જ થાય એવું નથી હોતું. અમન વર્માએ  કાગનો વાઘ કર્યો હતો. કદાચ એકાદ બે છમકલા થયા હશે તેની ના નથી પણ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે. લોકોની આંખના કેમેરા સતત કલાકારો પર કાર્યરત રહેતા હોય છે. પ્રિન્ટ મિડિયાને પણ ઠંડા સત્ય કરતાં ગરમાગરમ ગોસીપથી વધારે કમાણી થાય છે. પરિણામે પવનની એકાદ લહેરખીને તેઓ વાવાઝોડાનું સ્વરૂપ આપી દઈને વાતને વધુ ચગાવે છે. એમ કહો કે પ્રિન્ટ મિડિયાવાળા અંગૂઠા પરથી રાવણ ચીતરતા હોય છે.’ એમ કહી તેમણે વધુ એક સુંદર ઉદાહરણ આપ્યું.           

      રાવણ સાથેનું યુદ્ધ જીતી રામચંદ્રજી સીતાજી સાથે અયોધ્યા આવ્યા. ત્યારબાદ એક દિવસ કૈકઈની દાસી મંથરાએ સીતાને પૂછ્યું: ‘રાવણ કેવો દેખાતો હતો?’ સીતાજીએ કહ્યું: ‘મેં તેનો ચહેરો નહીં માત્ર પગનો અંગૂઠો જોયો હતો.’ કહી સીતાજીએ ભીંત પર રાવણનો અંગૂઠો ચીતરી બતાવ્યો. મંથરાએ તે અંગૂઠા પર આખો રાવણ ચીતરી કાઢ્યો. અને રામને તે બતાવી કહ્યું: ‘જુઓ સીતાજી રાવણનું ચિત્ર દોરી તેની પૂજા કરે છે!’ ફિલ્મી પત્રકારો આ રીતે ઘણીવાર અંગૂઠા પરથી રાવણ ચીતરી કાઢતાં હોય છે. આપણે વિવેકબુદ્ધિથી એ વિચારવું જોઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિશાળ પાયા પર કાસ્ટીંગ કાઉચ થતું હોત તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ક્યારની ખતમ થઈ ગઈ હોત. આજે સારા ઘરની ખૂબ ટેલન્ટેડ છોકરીઓને ખુદ તેમના પેરન્ટસ મુંબઈ મૂકવા આવે છે. અને તેઓ સફળ થઈને પૈસો અને પ્રતિષ્ઠા બન્ને કમાય છે.’

028.jpg                                         (નરેન્દ્ર મસરાણીની ફોટોગ્રાફી)

       એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જે અંતરંગ માહિતિ જણાવી તે રસપ્રદ તો હતી જ પણ એમનો બોલીવુડ અને ટોલીવુડમાં પ્રવેશ કેવી રીતે થયેલો તે વાત વધુ મજેદાર હતી. એમણે કહ્યું: ‘૧૯૯૮માં ટીવી સીરિયલોમાં મારી એન્ટ્રી થયેલી. મારો ભાણેજ સંજય અભિનયનો જબરો રસિયો હતો.આજે પણ  એ અનેક સીરિયલોમાં વ્યસ્ત  છે. એની પ્રથમ એડવર્ટાઈઝમેન્ટ ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ બેન્ડેજની હતી. થયેલું એવું કે એક દિવસ હું એને સ્ટુડિયો પર મૂકવા ગયો, ત્યાં એક કલાકારને જોન્ડીસ થઈ ગયો હોવાથી ડાયરેક્ટરને તેનું રિપ્લેસમેન્ટ જોઈતું હતું. મને એકાએક તે રોલની ઓફર કરવામાં આવી. મેં ક્યારે ય એક્ટીંગ કરવાનું સ્વપ્ન જોયુ નહોતું. મારે માટે એ પ્રસ્તાવ ચાન્સ કરતાં ચિંતા જેવો વધુ હતો. શો જવાબ આપવો તે અંગે હું મુંઝાઈ ગયો. પણ ‘કમ વોટ મે…!’ કહી મેં ઝૂકાવ્યું. કદાચ એમ કહેવું વધુ  સાચું ગણાય કે ડાયરેક્ટરે મને ઓફર નહીં ઓર્ડર જ કર્યો હતો. હું આજે પણ જાણતો નથી કે તેને મારા વ્યક્તિત્વમાં અભિનયની કઈ શક્યતા દેખાઈ હશે પણ એ રીતે જાણ્યે અજાણ્યે મારે માટે મંઝિલના દ્વાર ખુલી ગયા હતા. અને એક પછી એક અનેક સીરિયલો કરતો હું આગળ વધતો ગયો. મારા ટીવી પ્રવેશ માટે આમ તો મારે કુદરતનો જ આભાર માનવો રહ્યો, કેમકે કુદરતે એવી સીચ્યુએશન ઊભી કરી ના હોત તો મારે માટે અભિનયના દ્વાર ખૂલ્યા ના હોત. એકતા કપુરની ખૂબ ચાલેલી બે સીરિયલો ‘કહાની ઘરઘર કી’ અને ‘સાસ ભી કભી બહુ થી’માં મને એટલી પ્રસિદ્ધિ મળી કે બહાર જવાનું થતું ત્યાં લોકો મને ઘેરી વળતા. થોડા અનુભવો બાદ હું મારી કારમાં જ બહાર નીકળતો.

       નરેન્દ્ર મસરાણીના અનુભવને સમર્થન મળે એવું વિધાન એકવાર સ્વામી સચ્ચિદાનંદજીએ કર્યું હતું. સચ્ચિદાનંદજીએ તેમના પ્રવચનમાં કહેલું: ‘મારા વ્યક્તવ્ય માટે  આયોજકો સાથે નક્કી થાય ત્યારે હું કહેતો કે ટીવી પર ‘રામાયણ’ કે ‘ઘરઘર કી કહાની’ સીરિયલો પૂરી થાય પછી જ મારા વ્યક્તવ્યનો સમય રાખજો. કેમકે લોકોને સચ્ચિદાનંદજી કરતાં ‘ઘરઘરકી કહાની’ માં વધુ મજા આવે છે!’

008.jpg                                        (નરેન્દ્ર મસરાણીની ફોટોગ્રાફી)

       તમને ડ્રામાના એક શો ના કેટલા પૈસા મળતા એવા પ્રશ્રના જવાબમાં એમણે કહ્યું: ‘ટીવી સીરિયલો કે રંગભૂમિના નાટકોમાં તમે કામ કરો છો ત્યારે દુનિયા સમક્ષ રજૂ થાઓ છો. પૈસા તો ધૂમ મળતા જ હોય છે. પણ બહારના લોકોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઝાકમઝોળ દેખાતી હોય છે પણ તેમાં કેટલી ગરીબી છે તે દેખાતી નથી. મેં સ્ટુડિયોની અંદરની એ દુ:ખદ વાસ્તવિક્તા નજરે નિહાળી છે. ટીવી કલાકારોને પુષ્કળ રોયલ્ટી મળે છે. પણ બેકસ્ટેજમાં જેઓ લોરી ધકેલે છે અથવા કેમેરા લાઈટ વગેરે મેન્ટેન કરે છે, એવા ટેક્નિશિયનો ખૂબ ગરીબ હોય છે. તેમને ખૂબ જ ઓછું વળતર મળતું હોય છે. કલાકારોને તો કીર્તિ સાથે કલદાર મળે છે પણ આ ગરીબ ટેક્નિશિયનોને પૂરું મહેનતાણું મળતું નથી. એથી મેં હજારો રુપિયા ગરીબોને આપ્યા છે. સાચું કહું તો નાટકના પૈસા હું કદી ઘરે લઈ ગયો નથી. હું મારુ કવર ખોલ્યા વિના સીધું તેમને આપી દેતો!’

     નરેન્દ્ર મસરાણીએ એ પણ જણાવ્યું કે, ‘મારા ફેમેલીમાં કોઈ નાટક કરતું નહોતું. મારા પિતાજી બોલબેરિંગનો ધંધો કરતા હતા.એથી કુદરતની કોઈ અકળ વ્યવસ્થા મુજબ હું એ ફિલ્ડમાં જઈ શક્યો. હું ભગવાનમાં નથી માનતો પણ પેલી પંક્તિ મને બહુ સાચી લાગે છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?’ ત્રણ કલાકના ઈન્ટરવ્યૂ દરમિયાન નરેન્દ્ર મસરાણીએ એક પરિપક્વ કલાકારની જેમ ખૂબ ગંભીરતાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રંગભૂમિના પ્લસ માઈનસ વિશે વાતો કરી. પણ અમને એમનો અંતિમ જવાબ સાંભળી વધુ આનંદ થયો. અમે એમને એક ખાસ પ્રશ્ન પૂછ્યો કે આજકાલ દશમાંથી નવ ફિલ્મો ફેઈલ જાય છે. કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવતી ફિલ્મો થિયેટરોમાં બે જ દિવસમાં ઉતરી જાય એ સ્થિતિ નિર્માતાઓને શી રીતે પરવડતી હશે?

      એમણે જે જવાબ આપ્યો તે સાંભળો: ‘ફિલ્મ સફળ થવાના અનેક કારણો હોય છે, તેજ રીતે નિષ્ફળ જવાના પણ તેટલા જ કારણો હોય છે. આપણે અગાઉ જોઈ ગયા તેમ પૈસાથી પલંગ અને ગાદલુ ખરીદી શકાય… ઊંઘ વેચાતી ન મળે. પૈસાથી પુસ્તક ખરીદી શકાય… અંદરનું જ્ઞાન ન ખરીદી શકાય. પૈસાથી ફિલ્મ બનાવી શકાય પણ પ્રેક્ષકોનો રાજીપો મેળવવા માટે તનતોડ મહેનત કરવી પડે. પ્રેક્ષકોને ઉત્તમ ક્વોલીટી આપવા માટે  પ્રેક્ષકોની નાડ પારખવી પડે. ફિલ્મની સફળતા માટે કોઈ એક ફૅક્ટર ન ચાલે. બધાં જ ફૅક્ટરોની સહિયારી કામગીરીથી ફિલ્મ સફળ થાય છે. કોઈ ફિલ્મ ટિકિટબારી પર ટંકશાળ પાડે છે ત્યારે તે ફિલ્મની સફળતાને ‘ગ્રૂપસક્સેસ’ કહેવાય છે. મતલબ સ્ટોરી અત્યંત સુંદર હોય… ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે સુપર્બ હોય… મ્યુઝિક માર્વેલસ હોય… પ્રોડ્યુસરે પણ પુષ્કળ નાણા ખર્ચીને ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા હોય. આમ ક્વોલીટીની દષ્ટિએ ફિલ્મના બધાં જ પાસા ઉત્તમ હોય તે ફિલ્મ સફળ થાય છે. માત્ર એકલા કલાકારોથી અથવા માત્ર સારી સ્ટોરી કે સંગીતથી ફિલ્મ ચાલી ન શકે. ફિલ્મના બધાં જ પાસા સુપર્બ હોય તો ફિલ્મ ચાલે. નબળી ફિલ્મમાં સલમાન હોય તોય ન ચાલે. અને બધી રીતે ઉત્તમ હોય એવી ફિલ્મમાં કલાકારો નવા હોય તો પણ ચાલી જાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેલન્ટનું બહું મોટું મૂલ્ય હોય છે. લકમાં લાગવગ ચાલતી નથી અને કળામાં કૂળ કામ આવતું નથી. અમિતાભ બચ્ચનની ફિલ્મો આજે પણ ચાલે છે. એના દીકરા અભિષેક બચ્ચનને એટલી સફળતા ના મળી. કિશોરકુમાર ચાલ્યો તેટલું તેનો દીકરો અમિતકુમાર ન ચાલ્યો. માલાસિંહા ચાલી તેટલી તેની દીકરી પ્રતિભાસિંહા ન ચાલી. રાજબબ્બરનો દીકરો અને સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી પણ એકાદ બે ફિલ્મો આપીને અદ્રશ્ય થઈ ગયા. આપણે ઉપર જોયું તેમ સચીન તેડૂલકરનો દીકરો બીજો સચીન તેંડૂલકર ન બની શકે. કુદરતે દુનિયામાં દરેકના રોલ નક્કી કર્યા હોય છે. એથી નરેન્દ્ર મસરાણી દિનેશ પાંચાલ ન બની શકે અને દિનેશ પાંચાલ નરેન્દ્ર મસરાણી ન બની શકે. આપણે ઈશ્વરમાં માનીએ કે ન માનીએ પણ નસીબનો ન્યાય અને કુદરતના ચૂકાદાઓ સ્વીકારવા પડે છે. તકદીર સાથે તકરાર કરી શકાતી નથી. ટેલન્ટ ન હોય તો તકદીર સાથે ટંટો કરનારા ફાવતા નથી.

       નરેન્દ્ર મસરાણીએ ફિલ્મો, નાટકો અને ટીવી સીરિયલો વિશેની અઢળક વાતો કરી. કોઈ ફિલ્મ જેટલી જ તે રોમાંચક રહી. એમણે ઘડિયાળમાં જોતાં  કહ્યું: ‘મારી પાસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અનેક કડવા મીઠા અનુભવો છે. પણ સમયનો અભાવ છે. ક્યારેક ફરી મળીશું ત્યારે આથી ય વધુ રહસ્યભરી અને ચોટદાર વાતો કરીશું!’ નરેન્દ્ર મસરાણીએ મુંબઈની ટ્રેન પકડવાની હતી એથી એમણે વાતને વિરામ આપતા કહ્યું: ‘આપણે ફરીથી જરૂર મળીશું.’ નરેન્દ્ર મસરાણીએ વાતો બંધ કરી ત્યારે અમને એવું લાગ્યું; જાણે કોઈ માતા બાળકને આપવા ચોકલેટની બહુ મોટી બરણી ખોલે અને ઘણી ચોકલેટો મળશે એવી આશામાં બાળક પોતાનો ખોબો ધરે પણ માતા તેમાં માત્ર એક ચોકલેટ મૂકીને બરણી બંધ કરી દે તેવી અમારી સ્થિતિ થઈ.

          દોસ્તો, અમને આશા છે કે નરેન્દ્ર મસરાણીના દિલોદિમાગમાં ફિલ્મો, ડ્રામાઓ અને અભિનય અંગે અનેક અદભૂત વિચારો ભર્યાં છે; તેનો લાભ આપણે ફરી પ્રાપ્ત કરીશું. અંતે એમણે જણાવ્યું કે ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશવા ઈચ્છુક યુવાન યુવતીઓ ફોન અથવા ઈમેલથી મારો સંપર્ક કરશે તો હું ફોટોગ્રાફી, એડવર્ટાઈઝમેન્ટ, બોલીવૂડ કે ટોલીવૂડ અંગેની તમામ સત્ય માહિતી અને તેના ભયસ્થાનોની જાણકારી આપીને તેમને સાચું માર્ગદર્શન આપીશ, જેથી ગ્લેમરથી ઝાકમઝોળ થતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઉગતા કલાકારોની જિંદગી બરબાદ ન થાય. નરેન્દ્ર મસરાણીનું સરનામું તથા ઈમેલ આઈડી નીચે પ્રમાણે છે. વાચકો તેમને ફોન કરી શકે છે. અગાઉથી તેમની એપોઈન્ટમેન્ટ લઇને તેમને મળી શકે છે.

તેમનું સરનામું તથા ઈમેલ આઈડી નીચે પ્રમાણે છે.

(narendra_masrani@yahoo.in  Mobile : 98201 38943)

Narendra Masarani

10  ‘Ambar Vihar’ ,  Near Jain Temple,  Kanti Nagar – Behind J B Nagar,

Andheri- East,    Mumbai- 400059

                                             પ્રસન્નતાનો પ્રતિભાવ

Image0065.jpg                                                (લેખક દિનેશ પાંચાલ)

      ફેઈસબુક તથા બ્લોગના અમારા પ્રિય વાચકમિત્રોને જણાવવાનું કે નરેન્દ્ર મસરાણીનો ઈન્ટરવ્યૂ આજે સમાપ્ત કરીએ છીએ. અમને જણાવતાં આનંદ થાય છે કે આ પૂર્વે અમે અમેરિકાના બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક ડૉ. અરવિંદ લાપસીવાલાનો ઈન્ટરવ્યૂ રજૂ કર્યો હતો. એ પ્રયોગને વધાવી લેતા શુભેચ્છકોના અનેક પ્રતિભાવો મળ્યા હતાં.  અમે તેમાંથી થોડા પ્રતિભાવો રજૂ કર્યા હતાં. પરંતુ તે સામે કેટલાંક વાચકોએ ફરિયાદ કરી હતી કે તમે અમારો અભિપ્રાય કેમ સામેલ ન કર્યો? તેમની એ ફરિયાદમાં અમારા પ્રત્યેની લાગણી વ્યક્ત થતી હતી. એથી અમે થોડા દિવસો પછી તેમના અભિપ્રાયો રજૂ કરતો એક બીજો આર્ટિકલ રજૂ કર્યો હતો. જાણીને નવાઈ લાગશે કે હજી પણ વાચકોના પ્રતિભાવો મળી રહ્યાં છે. તે સર્વને સમાવી લેતો વધુ એક લેખ રજૂ કરવા ધાર્યું છે. એ અનુભવને નજરમાં રાખીને અમે નરેન્દ્ર મસરાણી અંગેના પ્રતિભાવોનો પણ એક વધુ લેખ રજૂ કરવાનું નક્કી કર્યું છે. કેટલાંક મિત્રોએ એમ પણ લખ્યું છે કે અમારો અભિપ્રાય અમારા ફોટા સાથે રજૂ કરો. વેલ, આ થોડું અઘરું છે. પણ છતાં એક નવતર પ્રયોગ તરીકે અમે એ પણ નક્કી કર્યું છે કે જે વાચકો તેમના ફોટા સાથે પ્રતિભાવો મોકલશે તેમનો પ્રતિભાવ ફોટા સહિત રજૂ કરવામાં આવશે. દોસ્તો, કારણ એટલું જ કે અમે સ્વીકારીએ છીએ કે અમને મળી રહેલી સિદ્ધિમાં વાચકોનો સિંહફાળો છે. (કેમકે વાચકોમાંથી ઘણા વાચકોએ ડૉ. અરવિંદ લાપસીવાલાના દશેદશ લેખો તેમના વિશાળમિત્ર વર્તુળમાં શૅર પણ કર્યા હતાં) એથી વાચકોના અભિપ્રાયો આ વિભાગમાં સહર્ષ અને સાભાર રજૂ કરવામાં આવશે. વાચકોની બીજી ફરિયાદ છે કે ડૉ. અરવિંદ લાપસીવાલાનો એમના ઈન્ટરવ્યૂ અંગેનો પોતાનો શો પ્રતિભાવ છે તે પણ પ્રગટ કરો. એથી ડૉ. અરવિંદ લાપસીવાલા અને નરેન્દ્ર મસરાણીના પત્રો પણ હવે પછી રજૂ કરવામાં આવશે. વાચકો તેમના પ્રતિભાવો સમયસર મોકલે તેવી વિનંતી. જેમની પાસે ઈન્ટરનેટની સુવિધા નથી તેઓ પોતાના પ્રતિભાવો મોબાઈલ અથવા  એસ.એમ.એસ. દ્વારા મોકલી શકે છે. (હવે પછી આ ઈન્ટરવ્યૂ વિભાગમા રજૂ થનારા મહાનુભાવોની યાદી રજૂ કરવામાં આવશે)

Email : dineshpanchal.249@gmail.com

Blog   : dineshpanchalblog.wordpress.com

Mobile  :  94281 60508

નરેન્દ્ર મસરાણીનો ઈન્ટરવ્યૂ- 3

                               ફોટોગ્રાફીના કુશળ કલાણી… નરેન્દ્ર મસરાણી…!

Mr. Pandey.JPG                                    (કુશળ ફોટોગ્રાફર નરેન્દ્ર મસરાણી)

      નાટ્ય કલાકાર નરેન્દ્ર મસરાણીની જીવનકથા અદભૂત છે. એમાં સંઘર્ષ તો છે જ, પણ એમને અભિનયની એક ખાસ લગન છે. એમની વાત જાણ્યા પછી ઘણા મિત્રોએ કહ્યું કે એમના વિષે એક સુંદર ફિલ્મ બની શકે એમ છે. ફિલ્મ નહીં તો કમસે કમ એક આત્મકથા જરૂર લખી શકાય. નરેન્દ્ર મસરાણી ધારે તો એ કરી શકે. કેમકે એક સારા અભિનેતા હોવા ઉપરાંત તેઓ લેખક પણ છે. તેમણે ‘ઈશ્વર કી ખોજ’ નામની એક અંગ્રેજી કિતાબનું ટ્રાન્સલેશન કર્યું છે. પણ સૌથી નોંધપાત્ર પ્રદાન તો એમણે અભિનય ક્ષેત્રે કર્યું છે. લોકો કોમર્સની ડિગ્રી મેળવ્યા પછી પોતાના નામ પાછળ B. Com. લખે છે. નરેન્દ્ર મસરાણીએ ડિગ્રીઓ દ્વારા એમની પૂરી ઓળખ આપવી હોય તો એમણે L. A. C. E લખવું પડે. (મતલબ (Law)લૉ, (Art)આર્ટ, કોમર્સ (Commerce) અને E એટલે Engineering….!) પણ આ ચારમાંથી પણ એઓ Artના Aમાં (A–One) નીવડ્યા છે. એમની ઘણી સીરિયલો જોઈ હતી. ફોટોગ્રાફીના વ્યવસાયમાં પણ એમણે માસ્ટરી હાંસલ કરી છે.

      દોસ્તો, કલાના મામલામાં એક જગજાહેર સત્ય એ છે કે કળા કુદરતની દેન છે. કલાનું સરનામું વ્યક્તિના ચહેરા પર નથી લખ્યું હોતું. માણસના બાહ્ય અંગો દેખાઈ શકે છે પણ કોઈ વ્યક્તિ ખૂબ સુંદર અવાજે ગાઈ શકતી હોય તો ચહેરા પરથી તેનું કંઠમાધુર્ય જાણી શકાતું નથી. કુદરતે કલાકારોમાં કલા ઈનબિલ્ટ કરેલી હોય છે. વળી કોઈની કૉપી કરવાથી કલાકાર બની શકાતું નથી. કોઈ માણસ પિકાસોની પીંછી લઈને પિકાસો જેવા ચિત્રો બનાવી શકતો નથી. સચીન તેંડૂલકરનું બેટ લઈને તેના જેવી સિકસરો મારી શકતો નથી. અને દીલીપકુમારનું નામ ધારણ કરવાથી બીજા દીલીપકુમાર પણ બની શકાતું નથી. જો એમ હોત તો એકલા નવસારીમાંથી જ દોઢસો દીલીપકુમારો પેદા થઈ શક્યા હોત. નરેન્દ્ર મસરાણીની ફોટોગ્રાફીમાં આજ બાબતે ભાગ ભજવ્યો છે. કોઈકે સરસ લખ્યું છે: ‘મંઝિલે ઉનકો મિલતી હૈ, જિન કે  સપનો મેં જાન હોતી હૈ…! પંખો સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ…!’

002.jpg                                   (નરેન્દ્ર મસરાણીની ફોટોગ્રાફી)

      આપણે જાણીએ છીએ કે કેમેરાની સ્વીચ દબાવવાથી ફોટો પડે છે. નાનુ છોકરું પણ એ કામ કરી શકે છે. પરંતુ કેવો એંગલ ગોઠવીને સ્વીચ દબાવવી તે કામ ફોટોગ્રાફરના દિમાગની કમાલ હોય છે. નરેન્દ્ર મસરાણીએ એ વાતના સમર્થનમાં એક સુંદર બોધકથા કહી. અમેરિકાની એક બહુ મોટી ફેક્ટરીમાં હજારો માણસો કામ કરતા હતાં. એક દિવસ ફેક્ટરીનું મુખ્ય મશીન એકાએક બંધ થઈ ગયું. કંપનીના બધાં એન્જીનિયરોએ ખૂબ પ્રયત્નો કર્યા પણ મશીન ચાલુ થઈ શક્યું નહીં. અંતે ભારતના એક એન્જીનિયરે કહ્યું: ‘હું તમારુ મશીન રિપેર કરી આપું પણ મારો ચાર્જ  એક કરોડ રૂપિયા થશે.’ માલિકે વિચાર કર્યો, મારા આટલા એક્સપર્ટ કારીગરો મશીન ન સુધારી શક્યા તો આ મામુલી હિન્દુસ્તાની શું કરી શકવાનો હતો? અને તેણે કરોડ રૂપિયાની શરત સ્વીકારી લીધી. પેલા હિન્દુસ્તાનીએ એક વજનદાર હથોડો લઈ મશીન પર માર્યો. બીજી જ સેકન્ડે મશીન ફૂંફાડાભેર ચાલુ થઈ ગયું. પહેલા તો માલિકને આનંદ થયો, કેમકે આખી ફેક્ટરીનું કામ અટકી ગયું હતું. પણ પછી તેને એક હથોડો મારવાના એક કરોડ રૂપિયા આકરા લાગ્યા. તેણે કહ્યું: ‘ભલા માણસ…! એક હથોડો મારવાના તે વળી એક કરોડ રુપિયા હોતા હશે?’ પેલા હિન્દુસ્તાનીએ જવાબ આપ્યો: ‘ફક્ત હથોડો મારવાથી મશીન ચાલુ થઈ જતું હોત તો તમારી પાસે હજારો કારીગરો છે. તમે એક સેકન્ડમાં એ ચાલુ કરી શક્યા હોત. હથોડો ક્યાં મારવાનો હતો એ જાણકારીમાં અસલી કારીગરી રહેલી છે. તમારે હથોડાના નહીં, મારી કારીગરીના પૈસા ચૂકવવાના છે!’ આ વાત એટલા માટે યાદ આવી કે નરેન્દ્ર મસરાણી જે કેમેરાથી ફોટોગ્રાફી કરે છે તેમાં માત્ર કેમેરો નથી વપરાતો, એમની દષ્ટિ વપરાય છે. એમણે જાહેરાતોના આલ્બમ વગેરે પણ મોટી સંખ્યામાં બનાવ્યા છે. એમની ફોટોગ્રાફી વારંવાર જોવાનું મન થાય એવી નયનરમ્ય હોય છે. તમે ધ્યાનથી જોશો તો સમજાશે કે એમાં ફોટો પડાવનારની સુંદરતા કરતાં ફોટોગ્રાફીની કમાલ વિશેષ દેખાય છે. સુંદરતા વ્યક્તિમાં હોય છે તેના કરતાં તેની કલાત્મક અભિવ્યક્તિમાં વિશેષ રહેલી છે. કાળી છોકરીને ય કેમેરાની કળા દ્વારા કામણગારી બતાવી શકાય છે.

     ઉપર કહ્યું તેમ માત્ર પીંછીથી સુંદર ચિત્રો દોરી શકાતા હોત તો જગપ્રસિદ્ધ ચિત્રકાર પિકાસોની પીંછીથી કોઈ પણ માણસ એવા ચિત્રો બનાવીને કરોડો કમાઈ શક્યા હોત. ફિલ્મી કેમેરાઓ બધા પાસે હતાં, પણ બાસુ ચેટરજી અને ઋષિકેશ મુકરજીએ જે અદભૂત ફિલ્મો આપી છે તે કેમેરાની નહીં, એમની કલાની કમાલ હતી. દુર્ભાગ્યે નરેન્દ્ર મસરાણીના કેમેરાની કમાલના માત્ર એક બે ચિત્રો જ આપણે અહિં મૂકી શક્યા છીએ. કારણમાં એઓ કહે છે, ‘તા. 26-05-2007ના રોજ બોમ્બેમાં છ કલાક એકધારો વરસાદ પડ્યો હતો તેમાં મારી દુકાનમાં તેર ફૂટ પાણી ભરાઈ ગયું હતું. આખા મુંબઈમાં ભયંકર નુકસાન થયું હતું. મારી કાર અને બે મોટરસાયકલ તણાઈ ગયા હતાં. હજારો મુબઈગરાઓની લાઈફ ચેંઈજ થઈ ગયેલી. એ દુર્ઘટનામાં મારો સર્વ રેકોર્ડ ખતમ થઈ ગયો હતો. એથી મારી કારકિર્દીનો પૂરો રેકોર્ડ આજે મારી પાસે ઉપલબ્ધ નથી. પરંતુ મારી અનેક સીરિયલો અને નાટકો પ્રગટ થયા છે. ‘કહાની ઘરઘર કી’ અથવા ‘સાસ ભી કભી બહુ થી’ જેવી ઘણી સીરિયલો ગુગલ પર સર્ચ કરવાથી આજે પણ જોઈ શકાય છે.

_03.jpg                                       (નરેન્દ્ર મસરાણીની ફોટોગ્રાફી)

        આજકાલ દશમાંથી નવ ફિલ્મો ફેઈલ જાય છે. કેટલીક ફિલ્મો તો મોટા શહેરોમાં જ આવે છે અને બે જ દિવસમાં ઉતરી જાય છે. મારો પ્રશ્ન એ છે કે ફિલ્મો કેવી રીતે સફળ થઈ શકે? જવાબમાં નરેન્દ્ર મસરાણીએ કહ્યું: ‘તમે આ બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો. આજકાલ ઘણી ફિલ્મી હસ્તિઓ કહે છે કે સફળ ફિલ્મોની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હોતી નથી. તેમનો આ અનુભવસિદ્ધ અભિપ્રાય થોડો સાચો પણ છે. પરંતુ દરેકના અનુભવો જુદા હોય છે. એક જમાનામાં કોઈ ફિલ્મ ખૂબ ચાલી હોય તો તેની કૉપી કરીને ઘણાએ બિલકુલ તેવી જ ફિલ્મ બનાવવાનો પ્રયોગ પણ કરી જોયો છે. પણ ધારેલી સફળતા મળી નથી. જેમકે ‘શોલે’માં જે મજા હતી તે રામગોપાલ વર્માની ‘આગ’માં ન હતી. સફળ ફિલ્મોની ભલે કોઈ ફોર્મ્યુલા ના હોય પણ અંગ્રેજી ફિલ્મ સમિક્ષક ડૉ. રિચાર્ડ જૅક્લીને કહ્યું છે તેમ સફળતા મેળવવા માટે આગલી નિષ્ફળતાનો અભ્યાસ કરો. તમે ક્યાં ક્યાં ભૂલો કરી હતી તેના મૂળમાં ખૂબ ઊંડા ઉતરીને પૂરો અભ્યાસ કર્યા બાદ આગળ વધશો તો જરૂર સફળતા મળશે. છતાં એટલું પણ ખરું કે તો ય ફિલ્મને સફળતા ન મળે એવુ બને છે. કેમકે સમયે સમયે લોકોના રસરુચિ બદલાતાં હોય છે. એથી સમયની માંગને ઓળખીને લેવલબેસ્ટ આપવું પડે. જેકી શ્રોફનું ‘હીરો’ જેટલું ચાલેલું તેટલું તેના દીકરા ટાયગર શ્રોફનું ‘હીરોપન્તી’ નહોતું ચાલ્યું. ‘શોલે’ ફિલ્મ ચાલી હતી તેટલી રામગોપાલ વર્માની ‘આગ’ નહોતી ચાલી. ફિલ્મોની સફળતાને લાગે વળગે છે ત્યાં સુધી કેવળ એક બે ફૅક્ટરો સારા હોવાથી ફિલ્મ સફળ થઈ જતી નથી. ધી મૂવી શુડ બી પરફેક્ટ બાય ઓલ મીન્સ એન્ડ બાય ઓલ ફૅક્ટર…! મતલબ ખૂબ માર્વેલસ મ્યુઝિક હોવું જોઇએ. સંવાદો ચોટદાર હોવા જોઈએ. કલાકારો ખમીરવંતા હોય તેટલું જ પૂરતું નથી, તેમણે દિલ દઈને પાત્રને ન્યાય આપવો જોઈએ.’ એમણે ઉદાહરણ આપતા કહ્યું, ‘આ નરેન્દ્ર મસરાણી જીવનમાં ગમે તેટલો સજજન માણસ હોય પણ  એણે ખૂનીનો રોલ કરવાનો આવે તો પોતાની અંદર એણે એક ખૂનીને ઈન્સ્ટોલ કરવો પડે. પોતાની વર્તમાન સજજનતાને ભૂલી જઈને તેણે પાત્રની દુષ્ટતામાં જાતને ઘુસાડવી પડે. સંજીવ કુમાર એવું કરી શકતા હતા. ડૉક્ટર શ્રરામ લાગુએ તેમના ઈન્ટરવ્યૂમાં જે કહેલું તે મને અક્ષરશ: યાદ છે. તેમણે કહેલું, ‘હમ ફિલ્મોમેં ક્યૂં ઐસી બાતેં દિખાતે હૈં જો હમારી ઓડિયન્સ કી અસલી જિંદગી નહીં હોતી…? ક્યા ગરીબ હીરો રોજ શેવ કરતા હૈ…? હૉટલમેં જાકે અપને દોસ્તો કે સાથ ખાના ખાતા હૈ…? મૈં સમજતા હૂં કિ ગરીબી, બેરોજગારી, ભૂખ, ઈન સબ દુ:ખો સે જીનકા કોઈ વાસ્તા નહીં પડા હો ઐસે લોગ હમારે સમાજ કો કભી સહી તરીકે સે રિપ્રેઝન્ટ નહીં કર સકતે. મેરા બસ ચલે તો ઉન સભી ફિલ્મવાલોં કો મૈં દેશ કે ગરીબ ઔર બિછડે ઈલાકોં મેં જિંદગી કી સહી તસવીર પાને કે લિયે ભેજું ઔર કહું કે જાઈએ… પહલે અસલી ગરીબીસે રુબરુ હો આઈએ, બાદમેં  ફિલ્મ બનાના…! ગાને વાલેકા અગર દિલ નહીં રોયેગા તો સુનનેવાલે કો દર્દકા એહસાસ કૈસે હોગા…? આપ જાનતે હૈ સંજીવકુમારજીને જયા ભાદુડી કે સાથ એક ફિલ્મ કી થી– ‘કોશિષ’. ઉસમે દોનોને ગૂંગે કા રોલ કિયા થા. આપ કો જાનકર હૈરાની હોગી કિ સંજીવકુમારજી કઈ મહિનો તક ગૂંગે લોગોંકે આશ્રમમેં ગયે થે ઔર વો લોગ કૈસે બાતે કરતે હૈં, કૈસે હસતે હૈં, કૈસે ગુસ્સા કરતે હૈં વો સબ એકસ્પ્રેશન ઉન્હોને વહાંસે શીખે થે. તબ ઈતના નેચરલ રોલ વો નિભા પાયે થે. હમારે ફિલ્મવાલે અપને કરોડો કે લક્ઝૂરિયસ બંગલે કે એસી કમરેમેં બૈઠ કર ગરીબી કી કહાની લિખતે હૈં…! ઐસી ગરીબીમેં વો જાન કહાં સે આયેગી જો અસલી ગરીબીમેં હોતી હૈ…?’

_04.jpg                                    (નરેન્દ્ર મસરાણીની ફોટોગ્રાફી)

    અમે નરેન્દ્ર મસરાણીની ગજબની યાદશક્તિ જોઈ પ્રભાવિત થઈ ગયા. એમને ડૉ.શ્રીરામ લાગુની વાતો અક્ષરે અક્ષર યાદ હતી. ફિલ્મની સફળતા નિષ્ફળતા માટે નરેન્દ્ર મસરાણીએ રજૂ કરેલા વિચારો સત્યની સાવ નજીકના છે. સાચી વાત એટલી જ કે ફિલ્મ કોઈ કલાકારોના નામથી ચાલતી હોત તો અમિતાભની ઘણી ફિલ્મો ફ્લોપ ના ગઈ હોત. ફિલ્મ માત્ર સારા ગીતોથી ચાલતી હોત તો ઘણી ફિલ્મોના ગીતો ખૂબ સુંદર હોય છે છતાં નથી ચાલતી. બહુ બહુ તો તેના ગીતોની સીડી વેચાય છે પણ ફિલ્મ ને બદલે નિર્માતાની ઘરવખરી વેચાઈ જાય છે. વર્ષોપૂર્વે જીતેન્દ્ર અને કામીની કૌશલની ‘વિશ્વાસ’ નામની એક ફિલ્મ આવી હતી. એમાં લગભગ પાંચેક ગીતો હતા, તે બધાં જ એટલા કર્ણપ્રિય હતા કે આજે પણ લોકો તે સાંભળે છે. તમને પણ મુકેશના કંઠે ગવાયેલું પેલું ગીત યાદ હશે. ‘ચાંદ કી દીવાર  ન તોડી પ્યાર ભરા દિલ તોડ દિયા… એક ધનવાન કી બેટીને નિર્ધન કા દામન છોડ દિયા…!’  એ ફિલ્મ સુપર ડુપર ફ્લોપ રહી હતી. એમણે એ પણ જણાવ્યું કે રાજશ્રી પ્રોડક્શનની બહુ જૂની ફિલ્મ ‘નદીયા કે પાર’માં સચીન અને સારિકા હતાં. એ ફિલ્મ ત્યારે ખૂબ ચાલી હતી. પણ તેની નવી સિક્વલ ‘પ્રેમ રતનધન પાયો’ ખાસ્સી ફ્લોપ રહી. તાત્પર્ય એટલુંજ કે ન કોઈ કલાકાર પર ફિલ્મ ચાલી જાય છે… ન ગીતસંગીત પર ચાલે છે, કે ન કોઈ ડાયરેક્ટર પર ચાલે છે. સલીમ જાવેદને ‘શોલે’માં જે સફળતા મળી તેટલી જ સફળતા તેમની ત્યારબાદની અન્ય ફિલ્મોમાં ન મળી. બલકે આજે યાદ પણ નથી કે ‘શોલે’ સિવાય તેમની બીજી સફળ ફિલ્મો કઈ હતી…?

     બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે ફિલ્મની સફળતા ગ્રૂપસક્સેસ કહેવાય છે. ફિલ્મના તમામે તમામ પાસા ઉત્કૃષ્ટ ક્વોલીટીના હોય તેવી ફિલ્મોને ખાસ વાંધો નથી આવતો. નાટકોને પણ એજ નિયમ લાગુ પડે છે. નાટકોમાં કલાકારો અને પ્રેક્ષકોનો સીધો આઈકોન્ટેક્ટ થતો હોવાથી તેમના ત્વરિત પ્રતિભાવો સાંપડે છે. નાટક સમજાય એવું ન હોય તો લોકો તેને ફેંકી દેતાં અચકાતાં નથી. હું ભૂલતો ન હોઉં તો કાંતિ મડિયાએ ‘પીળુ ગુલાબ અને હું’ નામનું એક નાટક રજૂ કર્યું હતું. તે નાટકમાં લોકો કંટાળી ગયા હતા. મને યાદ છે તમારા નવસારીના ટાટા હૉલમાં એવું બન્યું હતું કે અડધો અડધ નાટક પત્યો તોય પ્રેક્ષકો કાંઈ સમજી શક્યા નહીં એથી કંટાળીને પ્રેક્ષકોએ હોબાળો મચાવ્યો. નાટક અધવચ્ચે અટકાવીને કાંતિ મડિયા સ્ટેજ પર આવ્યા. અને જાહેરાત કરી– ‘આ મધુ રાયનું એબ્સર્ડ નાટક છે. જેમણે ન જોવું હોય તેમને ટિકિટબારી પરથી પૈસા મળી જશે. પણ પ્લીઝ… જેઓ જોવા માંગે છે તેમને ડિસ્ટર્બ ન કરો…!’ અને બન્યું એવું કે આખો હૉલ ખાલી થઈ ગયો. પૈસા લઈ સૌ ઘર તરફ ચાલી નીકળ્યા. આ મોંઘવારીમાં લોકો મોંઘી ટિકિટો ખરીદીને નાટક જોવા આવે છે, અને તેમને આનંદને બદલે કંટાળો મળતો હોય તો ફિલ્મ હોય, નાટક હોય કે સીરિયલો હોય તે નિષ્ફળ જાય છે. અંતમા નરેન્દ્ર મસરાણીએ પોતાના જીવનના ફિલ્મી અનુભવોની જે ચોટદાર વાતો કરી છે તે આવતી કાલે ચોથા અને અંતિમ એપિસોડમાં જોઇશું. (narendra_masrani@yahoo.in  Mobile : 98201 38943)

નરેન્દ્ર મસરાણીનો ઈન્ટરવ્યૂ – 2

                003.JPG

     (‘મીસ્ટર પાટીલ એન્ડ મીસ્ટર પાંડે’  ફિલ્મમાં  પાંડેના  રોલમાં  નરેન્દ્ર મસરાણી) 

              નરેન્દ્ર મસરાણી… નાટકના બંધાણી

       દોસ્તો, નરેન્દ્ર મસરાણી સાથેની ચર્ચામાંથી અમને એ વાતનું પ્રમાણ મળ્યું કે એક સાચો રેશનાલિસ્ટ જીવન વ્યવહારમાં કેવું માનવતાપૂર્ણ જીવન જીવતો હોય છે? તેમનો મુખ્ય શોખ નાટકનો… પણ એમની માનવતા એ નાટક નથી. એક ઈમાનદાર બૌદ્ધિક સજ્જન તરીકેના સર્વ લક્ષણો એમની પ્રકૃતિમાં દષ્ટિગોચર થાય છે. ટૅક્ષ કન્સલ્ટન્ટ હોવા છતાં દેશ સાથે ગદ્દારી કરનારા ટૅક્ષચોરોના કેસો એ હાથમાં લેતા નથી. પોતાના ધંધાના ભોગે આવી દેશભક્તિ દાખવવાનું કામ છાતીના પાટિયા બેસાડી દે એવું હોય છે. કોઈ દીનદુ:ખીયા, ગરીબો કે વિધવાઓ પાસેથી એ ફી નથી લેતા. અમે નોંધ્યું છે કે ઋજુ પ્રકૃતિ ધરાવતા બહુધા કલાકારો લગભગ માનવતાવાદી હોતા હોય છે. દયા, કરુણા કે માનવતા દાખવવા માટે ભગવાનમાં માનવાની જરૂર હોતી નથી. બલકે ભગવાનની મદદ વિના એભગવાનના માણસ બની રહે છે. એમનું જીવન આદર્શ રેશનાલિઝમનું પ્રતિનિધિત્વ કરે છે. અભિનયક્ષેત્રે એમણે કેવી સિદ્ધિ હાંસલ કરી તે માટે એમની કારકિર્દીનો સ્કોર જોઈ લઈએ. ૧૯૬૦ના શાળાકીય દિવસોથી એમણે અભિનયની શરુઆત કરી હતી. એમણે કહ્યું: ‘બાળપણમાં હું ખૂબ શરમાળ હતો. સ્ટેજ પર જવાનું તો દૂર રહ્યું, ઝાઝા માણસો સાથે હળવા ભળવાનું પણ મને ગમતું નહીં. મારી ઈન્ટ્રોવર્ડ પર્સનાલીટી હતી. એક દિવસ શાળાના આચાર્યએ મને હુકમના સૂરમાં કહ્યું, ‘તારે આ રોલ કરવાનો છે!’ અભિનયની ત્યારે કોઈ સૂઝ સમજ નહીં. અૅક્ટીંગ કરવાની કોઈ તમન્ના પણ નહોતી. વળી સ્વભાવ ખૂબ શરમાળ… એથી દિલમાં સો ટકા અનિચ્છા હતી, પણ પ્રિન્સીપાલને ના કહેવાની હિંમત નહોતી. એથી હતી તેટલી તાકાત ભેગી કરીને સ્ટેજ પર ગયો. પ્રારંભમાં થોડી તકલીફ થઈ પણ સ્ટેજફિયર  નીકળી ગયો. એ નાટકમાં મને ઈનામ તો નહોતું મળ્યું પણ મારી નોંધ લેવાઈ તેથી પ્રોત્સાહન જરૂર મળ્યું. અને પછી મારી અંદર એક નવી દિશાના દ્વાર ખૂલી ગયા. અભિનયમાં એવી મજા આવતી ગઈ કે પછી તો મેં સામે ચાલીને નાટકમાં રોલ સ્વીકારવા માંડ્યા. મને લાગ્યું કે બસ… મને મારી મંઝિલ મળી ગઈ.  પછી તો ખૂબ નાટકો કર્યા. જિંદગી નાટકમય બનાવી દીધી. તમે જાણો છો કલાના ફિલ્ડમાં ખાસ કરીને ટીવી કે ફિલ્મોમાં પુષ્કળ પૈસા મળે છે. પણ હું પૈસા માટે અભિનયમાં પ્રવેશ્યો નહોતો. બાળવયે અમારી સ્કૂલના પ્રિન્સીપાલે મને જાણ્યે અજાણ્યે એવી કેડી પકડાવી દીધી હતી કે આજપર્યંત હું એમાં રમમાણ રહું છું. અભિનય દ્વારા મેં રંગદેવતાની આરાધના કરી છે. મારા સ્વજનોએ અને ખુદ અમારા પ્રિન્સીપાલે કલ્પ્યું નહોતું એક શરમાળ છોકરો વખત જતાં અભિનયમાં એવી તરક્કી કરશે કે ટીવી ફિલ્મો વગેરેમાં ખૂબ નામ કમાશે.

IMG_6862.JPG     (સેંકડો સીરિયલોમાં ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર નરેન્દ્ર મસરાણીનો ભાણેજ સંજય)

     તમે કેટલી ટીવી ફિલ્મો કે સીરિયલો કરી એવા પ્રશ્નોના જવાબમાં એમણે કહ્યું: ‘તમારા આ પ્રશ્નોનો જવાબ આપું તે પૂર્વે મેં પહેલું નાટક કયું જોયેલું તે જણાવું. કેમકે એ નાટકથી મારામાં અભિનયમાં ઊંચાઈ સર કરવાની મહત્વાકાંક્ષા જન્મી હતી. વર્ષો પહેલાં નાનાલાલનું એક નાટક આવ્યું હતું. નામ હતું ‘સો ટચનું સોનું’ એ નાટક સાચે જ સો ટચનું સોનુ હતું. એ નાટકે ત્યારે ધૂમ મચાવી હતી. લગભગ પચ્ચીસેક વાર તો મેં એ નાટક જોયું હતું. એનો એન્ડ એટલો કરુણ અને આઘાતજનક હતો કે નાટક જોતીવેળા મારા મિત્રના પિતા ખુરશી પર જ ઢળી પડ્યા હતા. એ નાટક જોયા બાદ મને, જીવંત અભિનય કેવો હોઈ શકે તેનો ખ્યાલ આવેલો. હવે મારી સીરિયલો વગેરે વિશે જણાવું તો એકતાકપુરની બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા રજૂ થયેલી ઘણી સીરિયલોમાં મેં કામ કર્યું છે. જેવી કે (૧) ‘ક્યું કી સાસ ભી કભી બહુ થી’ (૨) ‘કહાની ઘરઘરકી’ (૩) ‘ક્યા હાદસા ક્યા હકીકત’ (૪) ‘કહીં તો હોગા’ (૫) ‘કહીં કીસી રોજ’ (૬) ‘સંજીવની’ અને એ સિવાય પણ ઘણી સીરિયલો કરી હતી જેના નામો યાદ કરવા પડે. ગુજરાતીમાં મેં (૧) ‘સ્વપ્નના કિનારે’ (૨) ‘નારી તું ન હારી’ (૩) ‘મંઝિલ’ અને (૪) ‘કંકુના સૂરજ’ એમ ચારેક સીરિયલો કરી હતી. તે બધી જ સીરિયલો ખૂબ ચાલી હતી. હિન્દી નાટકો ‘અષાઢ કા એક દિન’ અને ‘જાંચ પરતાલ’ કર્યા હતાં. ‘જાંચ પરતાલ’માં મારો લીડ રોલ હતો.  એ સિવાય બે હિન્દી શોર્ટ ફિલ્મો પણ કરી હતી. પહેલી હતી, ‘મીસ્ટર પાટીલ એન્ડ મીસ્ટર પાંડે’ અને બીજી ‘ટેરરિસ્ટ’ જેમાં હૉટલ મેનેજર તરીકે મારો સેકન્ડ લીડ રોલ હતો. નાટકો જોરદાર હતા. દમદાર અભિનય કરવાનો એમાં સ્કોપ હતો એથી ખૂબ મજા આવી હતી. હું જાન્યુઆરી–૧૯૬૮થી ટૅક્ષેશન વિભાગમાં કામ કરું છું. અને ૧૯૬૮થી જ મેં હિન્દી, ગુજરાતી સ્ટેજ તથા ટીવી સીરિયલોમાં અભિનયના શ્રગણેશ કર્યા હતા. ૧૯૬૩થી મને ફોટોગ્રાફીનો શોખ…! મેં હજારો ફોટાઓ પાડ્યા છે. ૧૯૯૫થી મેં ફોટોગ્રાફીને વ્યવસાય તરીકે સ્વીકાર્યો હતો. એક્ટિંગનો વ્યવસાય ખૂબ સમય માગી લે એવો હતો. મારા ટૅક્ષેશનના વ્યવસાયને એ ડિસ્ટર્બ કરતો હતો. એથી મારે થોડા સમય પૂરતી એક્ટિંગને અટકાવી પણ દેવી પડી હતી. જોકે દિલની સાચી વાત કહું તો અભિનયને કારણે ધંધો ડિસ્ટર્બ થતો હતો એમ કહેવાને બદલે  ધંધાને કારણે મારો અભિનય ડિસ્ટર્બ થતો હતો એમ કહેવું વધુ વાજબી લેખાય. કહેવાય છે કે નોકરીમાં નિવૃત્તિ હોય છે. કલા કદી ઘરડી થતી નથી. ‘આર્ટિસ્ટ કેન રિટાયર્ડ ઓર ડાય… બટ આર્ટ કેન નોટ…!’ સ્ટેજ પર કાર્યરત ના હોય તો પણ કલાકાર હંમેશાં અંતરના ઓડિટોરિયમ પર મનથી સક્રિય રહેતો હોય છે. સંજોગોવસાત્ એ સ્ટેજ પર pause કરી શકે. પણ એની અંદર કળાનો કરન્ટ ડિસકનેક્ટ થતો નથી. મૃત્યુપર્યંત એ કલાકાર જ રહેતો હોય છે!’

Bhootwala.jpg                          (‘ભૂતવાલા’ સીરિયલમાં ભૂતના  વિશિષ્ટ  રોલમાં સંજય)

   રેશનાલિઝમની વાત કરતાં નરેન્દ્ર મસરાણીએ કહ્યું, ‘હું ૧૯૮૦ સુધી પરમ ધાર્મિક માણસ હતો. કર્મકાંડો, જપ–તપ, માળા વગેરે બધું જ કરતો. પણ પછી કોણ જાણે કેમ મને લાગ્યું કે લાઈફની એ સાવ નકામી અને અનપ્રોડક્ટીવ રીત છે. એનો કોઈ ફાયદો નથી. એથી ધાર્મિક્તાનું ધતીંગ છૂટી ગયું અને રેશનાલિઝમની કેડીએ ચાલી નીકળ્યો. હવે સમય મળતો નથી. સાહિત્ય સર્જનમાં પણ રસ ખરો. ‘સત્યાન્વેષણ’ કે ‘વિવેકપંથી’ જેવા કેટલાંક ખૂબ સારા રેશનલ મેગેઝીનોમાં ક્યારેક લખું છું. જો તમે અભ્યાસિક ડિગ્રીઓની વાત કરતા હો તો મારે કહેવું જોઈએ કે હું અભ્યાસમાં ‘અભણ’ કહેવાઉં એવો અલ્પશિક્ષિત છું. કેમકે બી.કોમ. થવું એ કાંઈ ભણતર ના કહેવાય. ૨૦૦૭માં ‘ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એન્ડ હાર્ડવેર’ કર્યું એ પણ એક વિધિ કહેવાય. મારે અભ્યાસમાં ખૂબ આગળ વધવું હતું. શિક્ષણની સર્વશ્રેષ્ઠ અને મહત્તમ ડિગ્રીઓ હાંસલ કરવી હતી. દુનિયાભરના સાહિત્ય, સંગીત અને કલાને મારી અંદર ભરી દેવા હતાં… પણ જિંદગીના સ્ટેજ પર સંજોગ પ્રમાણે વારંવાર મારી ભૂમિકાઓ બદલાતી રહી. ‘એકશન અને કટ’ થતાં રહ્યાં. ક્યારેક ન ગમતા રોલ પણ કરવા પડ્યા. ક્યારેક બહારથી મોઢું મલકતું રાખીને અંદરથી રડવું પડ્યું. કોઈ શાયરે કહ્યું છે તેમ: ‘કોઈ ક્યા જાને કૈસે હમ જિતે હૈ…? મેહફિલ મેં હસતે હૈ ઔર તનહાઈ મેં રોતે હૈ…!’   બહુ મુશ્કેલીથી અંદરના આંસુઓને બહાર ધસી આવતા અટકાવ્યાં છે. જોકે તો ય મને જિંદગી સામે કોઈ ફરિયાદ નથી. દીલીપકુમારથી શાહરૂખ ખાન સુધી અને આમીરખાનથી અમિતાભ બચ્ચન સુધી દરેકને જિંદગી દુ:ખો આપે છે અને ચાન્સ પણ આપે છે. જીવનમાં ક્યારેક નિરાશ થાંઉ છું ત્યારે ફિલ્મ ‘દોસ્તી’નું પેલું ગીત યાદ આવે છે: ‘રાહી મનવા દુ:ખ કી ચિંતા ક્યૂં સતાતી હૈ… દુ:ખ તો અપના સાથી હૈ…!’

         આજકાલ તમારો મૂખ્ય વ્યવસાય કયો એવા પ્રશ્નના જવાબમાં નરેન્દ્ર મસરાણીએ કહ્યું, ‘મેં જણાવ્યું તેમ અભિનય હવે વ્યવસાય નથી રહ્યો, પણ આજે ય કોઈ સારી સ્ક્રીપ્ટ હોય તો સીરિયલો કરવા તૈયાર હોઉં છું. નાટક સાથેનો મારો નાતો અંત સુધી જળવાય રહેશે. આથમતી અવસ્થામાં નાટક કરી નહીં શકાય પણ પૃથ્વી થિયેટરમાં પ્રેક્ષક તરીકે પ્રવેશતાં કોણ રોકવાનું છે?’ અભિનય સિવાય તમારા બીજા કોઇ ખાસ શોખ ખરા? જવાબમાં એમણે કહ્યું: ‘મને ફિલ્મી ગીતો સાંભળવાનો ઘણો શોખ છે. તમે માનશો નહીં પણ મારી પાસે ફિલ્મી અને નોનફિલ્મી સોંગ્સનું લગભગ એક લાખથી ય વધુ ગીતોનું કલેક્શન છે. એમાં ૧૯૪૦ થી ૧૯૮૦ના જૂની હિન્દી ફિલ્મોના ગીતો છે. પિયાનો, ઈલેક્ટ્રિક ગીટાર, તબલાં, સંતુર, ફ્લ્યૂટ, સિતાર, શહેનાઈ જેવા અનેક વાદ્યો પરના ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકનો સંગ્રહ છે. બંગાળી, ગુજરાતી અને મરાઠીના ફિલ્મી તથા નોનફિલ્મી ગીતો છે. વેસ્ટર્ન સોંગ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પણ છે. એ સિવાય Music of Arabic, Lebanese, African & Pakistani (Urdu) લેંગ્વેજના ગીતો પણ છે.’

Copy of IMG_20160716_101817.jpg                                      (લેખક  દિનેશ પાંચાલ  ઓમપૂરી સાથે)

      દોસ્તો, નરેન્દ્ર મસરાણી સાથે  ખાસ મજા તો એ આવી કે અમે જોઇ શક્યા કે સફળ કલાકારોમાં હોય છે તેવી પ્રકૃતિ નરેન્દ્ર મસરાણીમાં પણ હતી. અમે ‘ચિત્કાર ફેઈમ સુજાતા મહેતા, દીપ્તિ નવલ, ઓમ પૂરી વગેરેનો ઈન્ટરવ્યૂ લીધો હતો. સાડા ચાર કલાકના ઈન્ટરવ્યૂમાં અમે મનને છાને ખૂણે નોંધ્યું કે વાતો દરમિયાન ક્યારેક એ ઈમોશનલ થઈ જાય… ક્યારેક આનંદનો આખો અરબી સમુદ્ર એમના ચહેરા પર છલકાય… ક્યારેક ગંભીર બની જાય… ક્યારેક એકલા જ બેઠા હોય એમ વિચારોમાં ગરકાવ થઈ જાય…! પણ એ જે કાંઈ કરે તેમાં કોઈ નાટક નહીં, બધું નેચરલ…! નાટકના એ નટશિરોમણી એવા નરેન્દ્ર મસરાણી વિશે આવતી કાલે  ત્રીજા એપિસોડમાં વધુ વાતો કરીશું, જેમાં આજે દશ ફિલ્મોમાંથી પોણા દશ ફિલ્મો  કેમ નિષ્ફળ જાય છે તથા ફિલ્મોને કેવી રીતે સફળ બનાવી શકાય તે વિષેના એમના અત્યંત રસપ્રદ વિચારો  જોઈશું. (nrendra_masrani@yahoo.in      Mobile : 98201 38943)

નરેન્દ્ર મસરાણીનો ઈન્ટરવ્યૂ

                005.JPG                                (મુંબઈના નટરાજ શ્રી નરેન્દ્ર મસરાણી)

                                (ભાગ – 1)

        કર્તાએ કળાની કરી લહાણી… નામ એનું નરેન્દ્ર મસરાણી

       તમે નહીં માનો પણ સુપ્રસિદ્ધ નાટ્ય તથા ટીવીકલાકાર નરેન્દ્ર મસરાણીએ કહ્યું કે મને ગુજરાતી નથી આવડતું ત્યારે એક ક્ષણ શંકા ગઈ ક્યાંક એઓ મજાક તો નથી કરી રહ્યાને…? લોહાણા જાતિના એક ગુજરાતી વૈષ્ણવને ગુજરાતી ન આવડે એટલે અમેરિકાના ઓબામાને અંગ્રેજી ન આવડતું હોય એવું લાગે. પણ પછી એમણે સ્પષ્ટતા કરી: ‘લગભગ ૧૬૦ વર્ષોથી અમે મુંબઈમાં વસીએ છીએ. ૧૮૬૦થી અમારા બાપદાદાઓ મુંબઈમાં આવીને વસ્યા હતા. એ સાંભળી અમે મનોમન બોલ્યા: તો બરાબર; બાકી અમારો અનુભવ છે કે અમેરિકામાં એકાદ વર્ષ રહી આવેલા ગુજરાતીઓ ભારત આવ્યા પછી ‘યા…! યા…! ઓકે…! ધેટસ રાઈટ…!’ વગેરે બોલતા થઈ જાય છે. તેની તુલનામાં આ મુંબઈમાં જન્મેલો ગુજરાતી કલાકાર છટાદાર ગુજરાતી બોલી શકતો હતો. ઉચ્ચારો પણ એમના શુધ્ધ. દોસ્તો, કોઈ ગુજરાતી કલાકાર સંજોગોવસાત્ ભલે ગુજરાતી લખી ન શકે પણ ગુજરાતી વાંચી અને બોલી શકે એ જોઈ છાતી ઠોકીને કહી શકાય કે ગુજરાતી ભાષાને ઉની આંચ આવવાની નથી. વાતો દરમિયાન એમણે કહ્યું, ‘મારે ગુજરાતી શીખવું છે પણ મુંબઈમાં કોણ શીખવે…? આખું મુંબઈ અંગ્રેજીમાં હસે, બોલે અને વિચારે છે…! અહીં બુટ પોલીસ કરતો છોકરો પણ દશમાંથી પાંચ વાક્ય અંગ્રેજીમાં બોલે છે. મારો નોકર હૈદ્રાબાદનો હતો. એનું નામ કનકયા (kankaya) . એ એટલું ફલ્યુઅન્ટ ઈંગ્લીશ બોલતો કે આપણી કૉલેજના વિદ્યાર્થીઓ પણ એવું બોલી શકતા નથી. જોકે ખરો આનંદ એ વાતનો થયો કે નરેન્દ્ર મસરાણી ગુજરાતી ભલે લખી નહોતા શકતા પણ તેઓ નખશીખ ગુજરાતી જીવી રહ્યા હતાં. મતલબ એમણે અનેક ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો હતો.

          આમ વ્યવસાયે એ ટૅક્ષકન્સલ્ટન્ટ છે, પણ રંગભૂમિના એ રંગીલા રાજા. નાટક પ્રત્યે એમને કોઈ શરાબી જેવું આકર્ષણ… નાટકનું નામ પડતાં જ એમના ચહેરા પર એવી ખુશી છલકાતી જાણે કોઈ શરાબીને શરાબની બોટલ હાથ લાગી ગઈ હોય…! નાટકનો એમનો નશો એમના શબ્દોમાં સાંભળો: ‘દિનેશભાઈ, હું ૧૪ થી ૧૬ કલાક કામ કરું છું. કામના બોજામાં ખાવા પીવાનું ય ભાન રહેતું નથી; પણ સાંજે પાંચના ટકોરા પડે એટલે મારુ મન નાટકના રંગમંચ પર પહોંચી જાય. હું નાટકોની દુનિયામાં એવો રમમાણ થઈ જાઉં કે મને મારી જાતનું ય ભાન ના રહે. કદાચ તમારા જ કોઈ આર્ટિકલમાં મેં એક પંક્તિ વાંચી હતી. પોતાના પ્રેમીની પ્રતીક્ષામાં હાડપિંજર જેવી થઈ ગયેલી એક દુ:ખી વિરહી સ્ત્રીને કાગડાઓ મડદું સમજી ચાંચ મારે છે. ત્યારે તે સ્ત્રી કાગડાને કહે છે: ‘કાગા, ખાઈઓ હાડ ચામ, ચૂન ચૂન ખાઈઓ માંસ… દો નૈના મત ખાઈઓ મોહે પિયા મિલન કી આશ…!’ હું ય એ રીતે કહી શકું, દો નૈના મત ખાઈઓ મોહે નાટક દેખન કી આશ…!’ અને નરેન્દ્ર મસરાણી જાણે મુંબઈના પૃથ્વી થિયેટરમાં બેઠાં હોય એવો આનંદ એમના ચહેરા પર છવાઈ ગયો. અમે એમના ચહેરા પર આનંદનું એ ઈન્દ્રધનુષ જોઈ રહ્યા પછી કહ્યું, નાટકની વાતો પછી કરીએ પણ તમે ટૅક્ષ કન્સલ્ટન્ટ છો તો ટૅક્ષની થોડી વાતો કરીએ.  

          ચર્ચા આગળ ચાલી એમાંથી એમનો બીજો સુંદર પરિચય મળ્યો. અમારુ માનવું છે કે ટૅક્ષ કન્સલ્ટન્ટન્ટની ભૂમિકા વકીલો જેવી હોય છે. વકીલોએ કાયદાઓની જટીલ આંટીઘૂંટીનો અભ્યાસ કર્યો હોય છે. એથી તેઓ પોતાની જાણકારીનો ઉપયોગ કરીને અસીલને બચાવે છે. એ રીતે ટૅક્ષ કન્સલ્ટન્ટો પણ ટૅક્ષના કાનુની દાવપેચો જાણતા હોવાથી તેઓ જનસાધારણને તેનો લાભ આપે છે. નરેન્દ્ર મસરાણીએ જે શબ્દો વાપર્યા તે ધ્યાનથી સાંભળો. એમણે કહ્યું: ‘આપણી સરકારે એટલી સુંદર બચત યોજનાઓ કરી છે કે કોઈને પણ ટૅક્ષ ચોરી કરવાની જરૂર જ ના પડી શકે. છતાં ટૅક્ષ ચોરી થાય એ વાત પણ સાચી છે. તેના મૂળમાં ટૅક્ષ અંગેનો આપણો અણગમો કામ કરે છે. મોટી હોટલમાં જમવા જઈએ તો વાનગી વહાલી લાગે પણ બીલમાં ટૅક્ષ લગાડ્યો હોય તે આકરો લાગે છે. સરકાર લોકોના લાભાર્થે કરોડો રૂપિયાની યોજનાઓ બનાવે છે. આજે આપણને બસો, રેલ્વે, રસ્તાઓ, હૉસ્પિટલો, શાળા, કૉલેજો, ફોન, મોબાઈલ જેવી વિવિધ ટૅક્નોલોજી મળી છે. એ સિવાય ઓવરબ્રીજો, ચોવીસ કલાક લાઈટ, પાણી બધું ફ્રીમાં મળે છે. લોકો ટૅક્ષ ન ભરે તો સરકાર એ નાણા ક્યાંથી લાવે…? સરકાર પાસે અલ્લાદીનનો ચિરાગ નથી કે એ પૈસા જાદુથી પેદા કરી શકે!’ અને એમણે એક સુંદર ઉદાહરણ આપ્યું: ‘ધારો કે એક ઘરમાં પાંચ દીકરાઓ તેમના પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. એ પાંચે દીકરાઓ તેમના પગારમાંથી ઘર ચલાવવા માટે પોતાનો હિસ્સો આપતા હોય છે. જો બધાં પોતાનું કોન્ટ્રીબ્યુશન ન આપે તો     ઘરનો વહિવટ ન ચાલી શકે. ટૅક્ષ પણ એવી જ દેશવ્યાપી વ્યવસ્થા છે. દેશની ૧૨૫ કરોડ જનતા એક સંયુક્ત પરિવાર છે. એથી દરેકે પોતાની આવકના હિસાબે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. જેઓ પ્રમાણિકપણે ટૅક્ષ ભરવા માંગે છે તેમને કોઈ તકલીફ નડતી નથી. પણ લોકો યેનકેન પ્રકારેણ આવક છૂપાવીને ટૅક્ષથી બચવાની પેરવી કરે છે એથી તેમણે પેનલ્ટી ભરવી પડે છે.

With Wife Rekha - 01.JPG

                         (શ્રી નરેન્દ્ર મસરાણી અને શ્રીમતીજી રેખા મસરાણી)

       ટૅક્ષ કન્સલ્ટન્ટ તરીકે તમારા કડવા મીઠા અનુભવો કહો એવા પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું: ‘હું છેલ્લા ૪૮ વર્ષોથી સીનિયર ટૅક્ષ કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું. અનુભવો તો ઘણા છે. પણ બે વાત કહું. પહેલી વાત તો એ કે મારા વ્યવસાયમાં હું ગરીબો પાસે અને વિધવા સ્ત્રી પાસે એક પણ રૂપિયાની ફી લેતો નથી. મેં નિયમ બનાવ્યો છે એટલે વિધવા ધનવાન હોય તો પણ તેની ફી ચાર્જ કરતો નથી. હું રેશનાલિસ્ટ છું એથી ધરમકરમમાં અને ભગવાનમાં માનતો નથી. મારા પિતાએ સંસ્કાર આપ્યા છે કે કોઈ અસહાય, ગરીબ, દુ:ખી, લાચાર કે વિધવા હોય તેની પાસે ફી લેવી નહીં. પિતાજીએ આપેલા સંસ્કારો પ્રમાણે જીવવામાં સંતોષ થાય છે. મંદિરમાં જઈને ઘંટ વગાડતો નથી. ઘરે પણ પૂજાપાઠ કરતો નથી. માનવધર્મ એજ સૂચવે છે કે તમે ધરતી પર જે ભૂમિકા ભજવતા હો તે દ્વારા લોકોને ઉપયોગી બનો, કોઈનું શોષણ ના કરો, દુ:ખીઓને મદદરૂપ થાઓ અને માનવતાથી જીવો તો મંદિરમાં જઈને પૂજાપાઠ કરવાની જરૂર રહેતી નથી. સૌજન્યપૂર્ણ અને ઈમાનદારી ભરેલું જીવન જીવો એ માનવધર્મનો શ્રેષ્ઠ કર્મકાંડ છે. માણસ પોતાની સ્વાર્થી વર્તણૂકથી સમાજનો આખો માહોલ બગાડે છે; પછી ઉપરના કાલ્પનિક સ્વર્ગ માટે પૂજાપાઠ અને ભક્તિ કરે છે. આપણું રેશનાલિઝમ કહે છે કે આ સંસારમાં એક માણસ બીજા માણસ સાથે ખૂબ પ્રેમ અને માનવતાથી જીવે તો અહીં જ સ્વર્ગ સ્થપાઈ શકે. આપણે જોઈએ છીએ મોટેભાગે વિધવાઓ જીવવાનો સહારો ગુમાવી ચૂકી હોય છે. અને ઘણાં કેસમાં તેમના સગાસંબંધીઓ તેમના હકની મિલકત પચાવી પાડવાની પેરવી કરતાં હોય છે. એ સંજોગોમાં  તેમને રક્ષણ આપવું એ આપણી ફરજ છે.

      ‘એક વિધવાએ તેની મિલકતનો કેસ મને સોંપ્યો. મેં તેની પાસેથી પૈસા ન લીધા. ઘણાએ કહ્યું, તમારે પૈસા લેવા જોઈએ… મેં કહ્યું: ‘એ વિધવાએ આગલા વકીલની ફી ચૂકવવા માટે પોતાની સોનાની બંગડીઓ વેચી દીધી હતી. દેવુ કરીને તે પોતાની દીકરીને ભણાવે છે. ધંધામાં દયા, ધરમ રાખો તે માનવતા કહેવાય. કમસેકમ રેશનાલિસ્ટોઓએ તો એવી માનવતા દાખવવી જોઈએ.’ નરેન્દ્ર મસરાણીએ બીજી એક સરસ વાત કરી. એ વાત સાંભળી અમને એમના પ્રત્યે ખાસ્સુ માન ઉપજ્યું. એમણે કહ્યું: જેઓ ટૅક્ષ ચોરી કરવાનો ઈરાદો લઈને મારી પાસે આવે છે તેમનો કેસ હું લેતો નથી. ટૅક્ષચોરી કરનાર દેશદ્રોહી ગણાય એથી દેશદ્રોહીને મદદ કરવી એ એટલો જ મોટો ગુનો છે. ધંધામાં ખોટું કરવાનું આવે તો કોન્શિયસ બાઈટ થાય છે. તેની સામે એટલું ય ખરું કે જેમને કાયદાની જાણકારીનો પ્રમાણિક લાભ આપી શકાય એમ હોય તેમનો કેસ હું જરૂર લઉં છું. હમણાં એક માણસે ગેરસમજથી વધુ ટૅક્ષ ભર્યો હતો. મને એની જાણ થઈ મેં તે ભૂલો સુધારીને તેને નવું રિટર્ન ભરી આપ્યું. ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે તે પાસ કર્યું અને તેને લગભગ ચારેક લાખનું રિફન્ડ મળ્યું. મારા અસીલને રિફન્ડ મળે તેનો મને જે આનંદ થાય છે તે પેલા રિફન્ડ કરતાં અનેકગણો વધારે હોય છે. હું આવી નીતિને ‘ધંધાનો ધરમ’ માનું છું. એ રીતે હું પરમ ધાર્મિક છું…!’

        નરેન્દ્ર મસરાણી રેશનલ કેમ બન્યા તે વાત પણ જાણવા જેવી છે. તેમણે કહ્યું: ‘પહેલાં હું અત્યંત ધાર્મિક હતો. પૂજાપાઠ કરતો, અઠવાડિયામાં ત્રણવાર ઉપવાસ કરતો, માળા કરતો, પણ એક દિવસ એક મોટી હૉસ્પિટલમાં જવાનું બન્યું. ત્યાં બહું મોટા કદની ભગવાનની મૂર્તિ મૂકી હતી. ડૉક્ટરો પણ તેને પગે લાગતા હતા. એ જોઈ હું વિચારમાં પડી ગયો. મંદિરમાં મૂર્તિ હોય તે સમજાય પણ હૉસિપટલમાં મૂર્તિ જોઈ મને એવું લાગ્યું, માનો ધનવૈભવની દેવી લક્ષ્મીમાતાના ઘરના દરવાજા પર દાનપેટી લટકાવી હોય…! મેં ડૉક્ટરને કારણ પૂછ્યું. તેમણે જણાવ્યું ‘મારાથી મોટો સર્જન ઉપરવાળો છે. મારા માત્ર હાથ વપરાય છે. રિયલ સર્જરી તો એ કરે છે!’ મને એમના શબ્દો ગમ્યા પણ પછી વિચારતાં જણાયું કે એમનો તર્ક સત્યથી સાવ વેગળો છે. મને વિચાર આવ્યો; દુનિયામાં એક દિવસમાં લાખો ઓપરેશનો થતાં હોય છે. તેમાં ઘણા દરદીઓ મૃત્યુ પણ પામતા હોય છે. જેની સર્જરી ખુદ ભગવાને કરી હોય તે મૃત્યુ કેમ પામે છે…? મંદિરમાં પૂજા કરતી કોઈ શ્રદ્ધાળુ સ્ત્રી પર બળાત્કાર થાય છે ત્યારે મંદિરની મૂર્તિમાંથી ભગવાન કેમ પ્રગટ થતાં નથી…? કસાઈ બકરો કાપતાં પહેલા ભગવાનનું નામ લે છે. ભગવાન તેને કેમ અટકાવતો નથી? એક ધાર્મિક ખૂની પણ ખૂન કરતાં પૂર્વે મંદિરમાં જઈ ભગવાનને વંદન કરે છે. ભગવાન તેની ભૂલ કેમ ભાંગતો નથી…? સમાજની આવી સેંકડો માન્યતાઓ સાથે મારો કોઈ મેળ ખાતો ન હતો. અને મને લાગ્યું કે આ ધરમકરમ, પૂજાપાઠ, કર્મકાંડો બધું જ નકામું છે. એની કોઈ નક્કર ફલશ્રુતિ નથી. મને બે વાત પાકે પાયે સમજાઈ ગઈ છે. પહેલી એ કે ભગવાન કોણીએ લાગેલા ગોળ જેવો છે. આપણા બાપદાદાઓ તરફથી આપણને તેનો વૈચારિક વારસો મળ્યો છે. એથી આપણે વિચાર્યા વિના તેની ભક્તિ કરતા રહીએ છીએ. તે માત્ર આભાસી આશ્વાસન છે – નક્કર સોલ્યુશન નથી. માણસ માણસને જેટલો કામ આવી શકે છે તેટલો ભગવાન આવી શકતો નથી. સમગ્ર દુનિયાની સુખશાંતિ કે સમૃદ્ધિનો વિકાસ માણસ દ્વારા થઈ શકે છે. ભગવાન ભલુ કરતો હોય તો તે આફ્રિકાના કે ડાંગના આદિવાસીઓનું કલ્યાણ કેમ કરતો નથી. મારા આવા રેશનલ વિચારો સાથે ૯૯ ટકા સમાજ સંમત હોતો નથી. ખુદ મારી પત્ની પણ સંમત નથી. તે અતિધાર્મિક છે. હું ઘણીવાર કહું છું તું આટલી ધાર્મિક હોવા છતાં અનેક રોગોથી પિડિત કેમ છે….? અને હું સંપૂર્ણ નાસ્તિક હોવા છતાં આટલો સુખી કેમ છું…? ઈશ્વર તારી ભક્તિનો સરપાવ કેમ નથી આપતો અને મારી નાસ્તિક્તાની મને સજા કેમ નથી કરતો…?’

         વાત પત્નીની નીકળી ત્યારે એમણે જરા વ્યથિત દિલે કહ્યું, ‘એ મારા કરતાં વધુ ભણી છે. ખૂબ તેજસ્વી છે પણ અનેક રોગોનો શિકાર છે. ખૂબ ઓપરેશનો થયા છે. એ ૩૯ વર્ષની હતી ત્યારથી એની સ્થિતી આવી છે. હું એની પાછળ મહિને દશહજાર રૂપિયા દવાના ખર્ચું છું. અમારે એક જ દીકરી છે. તે M.B.Aમાં સેકન્ડ આવી હતી. એક અમેરિકન કંપનીમાં નોકરી કરે છે. એ કુંવારી હતી ત્યારે પત્નીએ એક દિવસ કહેલું, ‘હું તમારા કામની રહી નથી. તમે શ્વેતાને પરણાવી દઈને બીજા લગ્ન કરી લેજો. મારે કારણે તમારી જિંદગી બરબાદ ન થાય એમ હું ઈચ્છું છું. પત્ની તરફથી તમને જે સુખ મળવું જોઈએ તે હું ન આપી શકું તો તમારા ગળે ઘંટીનું પડિયું બનીને લટકી રહેવાનો અર્થ નથી. તમે સુખી થશો તો મને પણ આનંદ થશે. હું પ્રેમપુરી આશ્રમમાં મારુ જીવન પૂરુ કરીશ…!’ એણે મારા સ્વજનોને પણ વિનંતીપૂર્વક કહ્યું કે નરેન્દ્રને ફરી પરણાવી દો. હું કમનસીબ છું કે એમને સુખ નથી આપી શકી.’ મેં સૌની હાજરીમાં એને કહેલું કે, ‘પ્લીઝ… તું આવી વાતો ના કરીશ. શ્વેતાને તો પરણાવીશું જ પણ હું તારો સાથ છોડવાનો નથી. તું ધાર્મિક છે એથી ત્યાં જઈને સેવા કરવાથી તને આનંદ મળતો હોય તો જરૂર તેમ કર. પણ તું મારી પત્ની હતી… પત્ની છે… અને પત્ની રહેશે. તેં મને ખૂબ પ્રેમ આપ્યો છે. હું તને વચન આપું છું કે તારા મૃત્યુ પછી પણ હું બીજા લગ્ન કરવાનો નથી. આજે અમે સુખથી જીવીએ છીએ. હા એને દેહના દુ:ખો છે પણ એને ભક્તિથી સંતોષ મળે છે. એ મારી સાથે જ રહે છે. હું કામમાં ગળાડૂબ રહું છું. જિંદગીમાં દુ:ખને શક્ય એટલું છેટું રાખીને સુખને મેન્ટેઈન કરવાની કોશિષ કરીએ છીએ. દુ:ખ આવી પડે ત્યારે એ ભગવાનને યાદ કરે છે.  હું પેલું ગીત યાદ કરુ છું. ‘રાહી મનવા દુ:ખ કી ચિંતા ક્યૂં સતાતી હૈ… દુ:ખ તો અપના સાથી હૈ…!’ નરેન્દ્ર મસરાણીના જીવનની વધુ રોચક રસપ્રદ અને પ્રેરણાત્મક વાતો આવતી કાલે જોઈશું. (narendra_masrani@yahoo.in  Mobile : 98201 38943