વસતિવધારો: દેશની સળગતી સમસ્યા

વસતિવધારો: દેશની સળગતી સમસ્યા

     આજે સાયન્સની સેંકડો સિદ્ધિઓનો સૂરજ મધ્યાન્હે તપી રહ્યો છે. મેડિકલ સાયન્સે તરેહ તરેહની શોધો કરી છે એથી મરણપ્રમાણ ઘટતું જાય છે. હવે કેન્સરવાળો પણ કેન્સલ થતાં પૂર્વે પૂરું આયુષ્ય ભોગવીને મરે છે. દુનિયામાં માણસ પવનવેગે પ્રવેશે છે અને કીડી વેગે જાય છે. વસતી વધી રહી છે અને ધરતી ઘટી રહી છે. પહેલા બે સેકન્ડમાં ચાર બાળકો જન્મતા હતા. હવે નવા આંકડા મુજબ બે સેકન્ડમાં છ બાળકો જન્મે છે. એટલી ઝડપે સ્કૂલ, કૉલેજો કે ફેક્ટરીઓ ખૂલતી નથી. શ્વાસ માટે હવા ખૂટતી નથી પણ રોટી માટે અન્ન ખૂટી રહ્યું છે. જીવો પેદા થઈ રહ્યા છે પણ જીવવા માટે જમીન અને ધન ખૂટી રહ્યું છે. આપણે હવે ચંદ્ર પર કુંભઘડો મૂકવાની વેતરણમાં છીએ.  આપણી કહેવાતી ‘તરક્કી’ની તસવીર ગરીબીની ફ્રેમમાં મઢાયેલી છે. એ કારણે ‘અચ્છે દિન’ વાળું ‘ગપ્પુ’ ઝાંજવાનું જળ બની ભાષણખોરીમાં વહી જાય છે. દેશની પ્રજા મોદી સાહેબને ‘મન કી બાત’ કરતા કહે છે કે : ‘ભાષણોથી પેટ ભરાતું નથી. સપનાઓથી સુખ મળતું નથી. આભ ધરતીનું છેટુ હોય છે માઈક અને લાઈફ વચ્ચે… રહેવા માટે ઘર જોઈએ, ઘરના નકસામાં રહી શકાતું નથી…!’          

                                           

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s