નદીપૂજા એક દંભ

     અમે નજરે જોયું છે કે તાપી નદીમાં પૂજાપાના નામે તરેહ તરેહનો કચરો નાખવામાં આવે છે. સુરતવાસીઓ જે થાળીમાં ખાય છે તે થાળીમાં છેદ કરે છે. પૂર્ણા સાથે ગદ્દારી કરવામાં અમે નવસારીયાઓ પણ પાછળ નથી. નદીઓ સાથે માણસની આવી અક્ષમ્ય નાદાની બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી તાપી અને પૂર્ણાની આંતરડી કકળતી રહેશે. તાપીની પૂજા કરતી વખતે તોપો ફોડવામાં આવી હતી. ભલા માણસો, તમને ગમતું હોય તો તોપ ભલે ફોડો પણ તમે તોપ ફોડીને નદીની પૂજા કરો છો અને ગંદવાડ નાખીને નદીને સજા કરવાનું પણ ચૂકતા નથી. તાપીને ચૂંદડીની જરૂર નથી. એમાં ગંદી ગોદડી ના ધોઈએ. તાપીમાં મરેલા ઢોર કે મડદાં પણ ક્યારેક નાખવામાં આવતા હોવાનું સાંભળ્યું છે. નદી સાથેનો આવો વ્યવહાર એ માણસની બેવકૂફી ગણાય. વર્ષમાં એક દિવસ નદીની પૂજા કરવામાં આવે અને આખું વર્ષ બધાં ભેગા મળી નદીને ગંદી કરવાનો ઉદ્યમ આચરે એ દંભ બંધ થવો જોઈએ. તાપીને સ્વચ્છ રાખવા માટે સુરત મહાનગર પાલિકાના તમામ સભ્યો મનમાં સંકલ્પના દીવા પ્રગટાવશે તો નદીમાં પાંચ હજાર દીવડા તરતા મૂકવાની જરૂર નહીં પડે. તાપી હોય, પૂર્ણા હોય કે ગંગા જમના અને સરસ્વતી હોય તેની યોગ્ય પરવરિશ કરીને તેનો વિવકબુદ્ધિપૂર્વક ઉપયોગ કરીએ એજ નદી માતાની સાચી પૂજા ગણાય.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s