વહુના મહેણા જાણે સંધિવાના સણકા…!

           ૯૧ વર્ષના પટેલકાકાએ બે વાત કહી : ‘માંદગીમાં બીમાર બાપનો એક્સરે પડાવવામાં કંજુસાઈ કરતો દીકરો બાપના મર્યા પછી મોટી સાઈઝનો ફોટો દીવાલે ટીંગાડે છે. માવતરને પાછલી ઉમરમાં ખોરાકની પરેજી હોય, રોજ આમલી વિનાની દાળ જુદી બનાવવી પડતી હોય, તેવા સંજોગોમાં સંધિવાના સણકા કરતા વહુના મહેણા વધુ વેદના આપતા હોય છે. આજકાલ અમે ઈશ્વરને એક જ પ્રાર્થના કરીએ છીએ: ‘હે ઈશ્વર, તું આયુષ્યના આઠ દશ વર્ષ ઓછા કરી નાખજે પણ ઘરડે ઘડપણ વહુ દીકરાને શરણે જવું પડે એવી કોઈ બીમારી ના આપીશ. અમે અંત સુધી અમારા બધાં કામ જાતે જ કરી શકીએ એવી કૃપા કરજે…! અમારા મિત્ર બચુભાઈ કહે છે: ‘હું તો મારા ભેગી મારા વહુ દીકરા માટે પણ એવી પ્રર્થના કરું છું કે પ્રભુ, એમને પણ ૯૪મા વર્ષે જે જ્ઞાન થાય તે એમને ચોવીસમાં વર્ષે જ આપજે જેથી એઓની સાથે અમે અને એમના પૌત્રો પણ ઘડપણમાં સુખી થાય. બને તો પ્રભુ, તું માનવીના મેન્યુફેક્ચરીંગની તારી આ ડિફેક્ટીવ ડિઝાઈન જ બદલી નાખ અને મનુષ્યની એવી સુધારેલી આવૃત્તિ સંસારમા મૂક જેથી ૮૦ વર્ષે પડનારા દુ:ખોની કલ્પના માણસને અઢારમાં વર્ષે જ આવી જાય અને યુવાપેઢીને વૃદ્ધોના દુ:ખોનો થોડો વહેલો ખ્યાલ આવી શકે જેથી તેમના માવતરે ઘડપણમાં પીડાવું ના પડે…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s