સંસારના સુખો… સમજદારીની ચમચી!

     એક એસ.એમ.એસ મળ્યો: જીવન ચાના કપ જેવું છે. બાલકનીમાં બેસીને તમે ચાની ચૂસકીઓ લઈ રહ્યા છો ત્યાં તમને ખ્યાલ આવે કે એમાં ખાંડ નાખવામાં આવી નથી. ઉઠવાની આળસે તમે મોળી ચા પી જાઓ છો. પછી છેલ્લે ઘુંટડે તમને એમાં ન ઓગળેલી ખાંડ દેખાય છે. કેટલાક સુખો ન ઓગળેલી ખાંડની જેમ તમારા જીવનમાં પડ્યા જ હોય છે. તમારે સમજદારીની ચમચી વડે એને જીવનમાં ઓગાળવા પડે છે. હોટલમાં ઓર્ડર આપ્યા પછી વેઈટર ગણતરીની સેકન્ડમાં વાનગી હાજર કરી દે છે તેટલી ઝડપથી સુખો મળી શકતા નથી. સુખ એક વાનગી છે પણ જીવન હોટલ  નથી જ્યાં તમને સુખની વાનગી પીરસવા કોઈ ખડે પગે ઊભું હોય. જીવનને રસોડે તમારે જ સુખની વાનગી રાંધવાની અને તમારે જ પીરસવાની ! બીજા શબ્દોમાં કહીએ તો સુખ ઘડિયાળના કલાક કાંટા જેવું હોય છે. ખૂબ ધીમે ધીમે તમારી નજીક આવે છે પણ  સેકન્ડ કાંટાની ઝડપે ચાલ્યું જાય છે. જીવનમાં સુખને મેન્ટેન કરવાની અને દુ:ખને દૂર રાખવાની કલાને ‘આર્ટ ઓફ લિવીંગ કહે છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a comment