ડૉ. લાપસીવાલાનો ઈન્ટરવ્યૂ રિઓપન (ભાગ-2)

        ડૉ. અરવિંદ લાપસીવાલાના ઈન્ટરવ્યૂ અંગે મળેલા કેટલાંક પ્રતિભાવો:

   દોસ્તો, ક્ષમાયાચના સાથે જણાવીએ કે જેમણે માત્ર Like  મોકલી હોય તેવા અસંખ્ય મિત્રોના નામો અહીં સામેલ કર્યા નથી, પણ જેમણે કશીક Comment લખી મોકલી હોય તેમના અભિપ્રાયો  સામેલ કર્યા છે. વાચકોના પ્રતિભાવો નીચે પ્રમાણે છે:

     તમારી કલમે લખાયેલી ડૉ. અરવિંદ લાપસીવાલાની વાતો વાંચવી ગમી. કેટલો સંઘર્ષ…? પણ કેવી કમાલની સિદ્ધિ…! – સંજય ગુપ્તા, વિવેક પટેલ  (અમરેલી)

        ડૉ. અરવિંદ લાપસીવાલા ‘ઓલ ઈન વન’ છે. બહુ ઓછા માણસો આવી અદભૂત શક્તિ ધરાવતા હોય છે. – રૂપાલી દેશમુખ, પુષ્પા ગોકાણી, નયના, મંજુ, અદિતી… (વાંસદા)

      લાપસીવાલા સાહેબ ‘લીવીંગ લિજેન્ડ’ છે. નવી પેઢીએ એમની પાસેથી ઘણું શીખવાનું છે. – ઉકાભાઈ પટેલ- સ્વાતંત્ર સેનાની… (સાબરકાંઠા)

     ડૉ. અરવિંદ લાપસીવાલા વિષે તમે લંબાણથી લખ્યું તે ગમ્યું. પણ એમને રમતવાતમાં સફળતાઓ નહીં મળી હોય. જીવનમાં નિષ્ળતાઓ પણ ઘણી મળી હશે. જો તમે તે પણ વર્ણવી હોત તો ઈન્ટરવ્યૂ થોડો વધુ ઉપયોગી અને બેલેન્સ્ડ રહી શક્યો હોત. છતાં નો ડાઉટ… હી ઈઝ ગ્રેઈટ પર્સનાલિટી…! આઈ સેલ્યૂટ હીમ વિથ ઓનર…! તેમના વિષે નવું કંઈક જરુર લખજો. રમેશચંદ્ર કી. દેસાઈ… રિટાયર્ડ પ્રિન્સીપાલ (સુરત)

        ડૉ. અરવિંદ લાપસીવાલા વિષે વાંચ્યા પછી એમના પુસ્તકો વાંચવાની ઈચ્છા જન્મી છે. તમે એમના પુસ્તકો અમને મેળવી આપો ખરા? મારી ઉંમર ૭૮ વર્ષની છે. મને આવા પ્રેરણાત્મક માણસોના પુસ્તકો વાંચવાનો ઘણો શોખ છે. હું પણ જીવનમાં ખૂબ દુ:ખો વેઠીને મોટો થયો છું. – પ્રાગજીભાઈ પરમાર (સચીન)

         (ઘણા મિત્રોએ અરવિંદભાઈના પુસ્તકો વાંચવાની ઈચ્છા દર્શાવી છે. તેમને એક ખુશખબર આપીએ કે શ્રી અરવિંદભાઈએ જણાવ્યું છે કે, ‘જેઓ તેમનું સરનામુ મોકલશે તેમને હું પુસ્તકો ફ્રીમાં ઘરબેઠાં પહોંચાડીશ. વાચકોએ કૂરિયરનો ખર્ચ પણ મોકલવાની જરૂર નથી’ ઘણાં વાચકો પુસ્તકોની અપેક્ષા મારી પાસેથી રાખે છે. તે અંગે જણાવીએ કે એમના નવા પુસ્તક ‘સમંજસ ક્ષણો મધ્યે’ની દશેક નકલો એમણે અમને મોકલી હતી. તે વાચકો ઘરે આવીને લઈ ગયા હતાં. હવે અમે એ પુસ્તક આપી શકીએ એમ નથી. ખૂબ જ ટૂંકા સમયમાં એમનું એવું જ બીજું ચિંતનસભર પુસ્તક ‘ઈશ્વર… ધર્મ અને આપણે’ પ્રગટ થઈ રહ્યું છે;  તેનું પણ આગોતરું બુકીંગ કરાવીને સવેળા લાભ લઈ શકાય. રસ ધરાવતા વાચકોએ ડૉ. અરવિંદ લાપસીવાલાને પોતાનું સરનામુ મોકલવા વિનંતી. અરવિંદ લાપસીવાલાનું સરનામુ તથા ફોન વગેરે અહીં નીચે આપ્યાં છે. – લેખક)

       ડૉ. અરવિંદ લાપસીવાલાનો જીવનસંઘર્ષ આજની યુવાપેઢીએ ખાસ વાંચવો જોઈએ. – પ્રતિભા શાહ… નયના ગાયકર… દર્શના શિંદે (સુરત)

         ડૉ. અરવિંદ લાપસીવાલાને રૂબરુ મળવું હોય તો અમેરિકા ન જઈ શકાય પણ એઓ ઈન્ડિયા આવતા હશે. જો એમનું તે સમયનું સ્થળ જણાવશો તો અમે જરૂર એમની મુલાકાતનો લાભ લઈ શકીશું. 

                                        – જશવંત ચૌહાણ… પ્રો. વિનય પારિડયા.  (સાવરકુંડલા)

         ડૉ. અરવિંદ લાપસીવાલાના ચિત્રો, એમના કાવ્યો કે એમની બીજી કલાકારીગરીને માણી શકાય એવું પ્રદર્શન કે પુસ્તકોનું વેચાણ વગેરે જો ભવિષ્યમાં ગોઠવાય તો અમને જરૂર જરૂરથી જાણ કરશો, ભૂલશો નહીં. એક વધુ લેખ લખશો જેથી તેમને મળી શકીએ.                                                        –કૈલાસ રાજગુરુ… વનિતા રાજગુરુ… (કોસંબા)

IMG_3960 (2).JPG

                          (ડૉ. અરવિંદ લાપસીવાલા એમના ભાઈઓ સાથે)         

      દોસ્તો, અગાઉની લેખમાળામાં ડૉ. અરવિંદ લાપસીવાલાનો પોતાનો પ્રતિભાવ અમે રજૂ કરવાનું ચૂકી ગયા હતા. તેમનો પત્ર અત્રે તેમના શ્બ્દોમાં રજૂ કરીએ છીએ.

       શ્રી દિનેશભાઈ,

     કહેવાય છે કે સુખદ આશ્ચર્ય પમાડનારી કેટલીય ઘટનાઓ અણધારી કે આકસ્મિક જ બની જતી હોય છે. શ્રી દિનેશભાઈ પંચાલ અને મારા પરિચય બાબતે પણ કંઈક આવું જ બન્યું. શ્રી દિનેશભાઈના ‘ગુજરાતમિત્ર’માં રજૂ થતાં લેખો હું લાંબા સમયથી વાંચતો આવ્યો છું. તેમના વિચારો તથા દષ્ટાંતો હ્રદયસ્પર્શી હોય છે. થોડા સમય પહેલા જ મેં મારા પુસ્તકો અને કાવ્યોની સીડી તેમને મોકલી હતી. તેઓનો ફોન આવ્યો. વાતચીત થઈ અને અમારો સાહિત્યિક સંબંધ આરંભાયો. પછી તો અવરનવર ફોન પર મુલાકાતો થતી રહી. તેમણે તેમના બ્લોગ પર મારો ઈન્ટરવ્યૂ રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. હું સૌ પ્રથમ તો  અંગત મનોમંથનમાં ઘેરાયો. શું કરવું…?? ખૂબ વિચાર્યું. કંઈક અવર્ણનીય માનસિક મુંઝવણ થઈ. તેને તર્કયુક્ત સમીક્ષાથી દૂર કરીને મેં તેમને સંમતિ દાખવી. મારી મુંઝવણ એ હતી કે મારો પરિચય રખેને મારી ગૌરવગાથા કે આત્મશ્લાઘનીય બાબત ના બની રહે…? તેમણે અથાગ અને નિષ્ઠાયુક્ત જહેમત ઉઠાવીને મારા જીવન સંઘર્ષને શ્બ્દોનું રૂપ આપ્યું.  હું અમેરિકામાં છેલ્લા ૪૫ વર્ષોથી સ્થાયી થયો હોવાથી સાંપ્રત સાહિત્યકારોથી વિમૂખ થઈ ગયો છું. મને એ વાતનો પણ ખ્યાલ આવ્યો કે પરિચય પ્રગટ થતાં હું કેટલાંક વાચકો અને સાહિત્યકારોની નજીક આવી શકીશ. અને મારી લેખક તરીકેની પ્રવૃત્તિને યોગ્ય માર્ગદર્શન મળશે.

      શ્રી દિનેશભાઇએ મારા સાહિત્ય સંગીત અને કલાના શોખને સુપેરે રજૂ કર્યા તેથી વાચકો સહજ રીતે મારો પરિચય પામી શકશે.  એ સિવાય તેમની ભાવસભર લેખનશૈલી એવા સચોટ શબ્દોમાં પ્રસ્તુત થઈ છે કે વાચકો સ્વાભાવિક જ સંકળાયેલા રહેશે અને જિજ્ઞાસાથી જોડાયેલા પણ રહેશે. હું તેમની કલમની આ પ્રકારની કરામતથી વર્ષોથી વાકેફ છું. હું અત્રે એ ખાસ જણાવું કે આ ફક્ત મારો જ અભિપ્રાય નથી, પરંતુ અમારા નજીકના અનેક સ્વજનો કે મિત્રોની પણ આવી જ તારવણી છે. મેં આપેલા પ્રત્યુત્તરોને તેમણે કુશળતાથી શબ્દોના તાણાવાણામાં વણી લઈને એક ઉત્તમ નમૂનેદાર ગાલીચો રચી દીધો છે. ધાગાનો રંગ ભલે મારો હશે પરંતુ કૃતિકાર તરીકે તો  દિનેશભાઈ જ એવોર્ડના અધિકારી ગણાય.

        શ્રી દિનેશભાઈએ પ્રસ્તુત કરેલો મારો પરિચય ફક્ત મારી ઓળખ પૂરતો ના માની લેશો. જાણજો કે આપણી વચ્ચે સંબંધોના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. એમણે રજૂ કરેલા ઈન્ટરવ્યૂ ને કારણે હું હજારો વાચકો, પ્રશંસકો અને શુભેચ્છકોની નજીક આવ્યો છું. એ માટે હું દિનેશભાઈનો કૃતજ્ઞ છું. હું અહીં એક સૂચન કરવાની વણમાગી છૂટ પણ લઉં છું. હું સલાહ આપતો નથી પરંતુ મને જીવનમાંથી જડેલી વાતો રજૂ કરું છું. કેટલાંક વાચકોએ પૂછયું છે કે અરવિંદભાઈ કેવી રીતે સફળ થયા? થોડાક સંકોચ સાથે અહીં અગત્યના બે સૂચનો ટાંકું છું. આપણે બધાં સ્વાભાવિક જ અભ્યાસકાળ દરમિયાન ભણવામાં વ્યસ્ત રહ્યા હોઈએ છીએ અને ત્યારબાદ ધંધાકીય અર્થોપાર્જિત પ્રવૃત્તિઓમાં ઘેરાયેલા રહીએ છીએ. પણ એ સંજોગોમાં પણ માણસે પોતાની મૂળ હોબીને ભૂલવી ન જોઈએ. વ્યવસાય જરૂરી છે. પણ ઉપવ્યવસાય (હોબી) તો અતિ આવશ્યક છે. જરૂરીયાત અને આવશ્યક્તાની માત્રા કે પરિમાણ એક સરખું જ હોય છે. જીવનના સંતોષ અને સાર્થક્તા માટે વ્યવસાય અને હોબી ખૂબ આવશ્યક છે. પૈસા એ જીવનની જરૂરિયાત છે પણ હોબી એ આત્માનો ખોરાક છે.

        બીજું સૂચન આપણા વિકાસ અંગેનું છે. વિકાસ બહુર્મુખી હોવો જોઈએ. એક જ દિશામાં કે એક જ વિષયમાં ડૂબી ના જતા અન્યો માર્ગો પણ ખુલ્લાં રાખવા જોઈએ. ડૉક્ટર તરીકેની કારકિર્દી સફળ હોવા છતાં મેં મારા રસના અન્ય વિષયોમાં પણ રુચિ દાખવી  છે. મનુષ્ય એક સર્જનાત્મક જીવ છે. પ્રત્યેક મનુષ્ય સર્જક થઈ શકે છે. દરેકને કુદરતે એવી શક્તિ આપેલી જ હોય છે. પૂરો રસ લઈને આત્મખોજથી એ શક્તિને પીછાણવાની હોય છે. આપણું એવું હોય છે કે તિજોરીમાં કેટલા પૈસા છે તેની આપણને પૂરી માહિતી હોય છે પણ આપણી અંદર કુદરતે કયા કયા અદ્રશ્ય આશીર્વાદો મૂક્યા છે તે આપણે જાણતા નથી. તમે જેટલા પ્રયત્નો કરશો તેટલા ઊંડા જશો. અને જેટલા ઊંડા જશો તેટલી સિદ્ધિ પ્રાપ્ત થશે. વળી સિદ્ધિ કરતાં પણ વધુ અગત્યની વાત છે નિજાનંદ…! સિદ્ધિના શિખરો સર કરવા માટે આરંભાયેલો પ્રવાસ જ અનેરો આનંદ આપી જશે. તેથી મારું નમ્રપણે માનવું છે કે જીવનમાં દરેકે કંઈક ને કઈંક શોખ  કેળવવા જોઈએ.

                                                                                – ડૉ. અરવિંદ લાપસીવાલા

ડૉ. અપૂર્વ લાપસીવાલાનો પત્ર

  Mr. Panchal,

      Your interview of my uncle, Dr. Arvind Lapsiwala, was a joy to read.  He is a man who I truly admire and consider as a father figure.  He is uniquely talented and highly knowledgeable. I have been very fortunate to have spent the formative years of my life with him and my aunt (his wife) Bharatikaki when I first came to USA as a child.  They have made great sacrifices for the family and have been the foundation for my generation.  They have instilled great values and principles in us which help guide us through life.  We all live in different cities now and at times don’t meet for months but there is not a day that goes by when I don’t think about them.  They will always be very close to my heart.  Mr.Panchal, I thank you for giving me this opportunity to reflect on this precious relationship.

IMG_3996 (2).JPG

                          (ડૉ. અરવિંદ લાપસીવાલાના બહેન બનેવી)

Dineshbhai,

     “What you are is God’s gift to you. What do you make of yourself is your gift to God.” Looking at your personal and professional successes over your lifetime Gods must be very proud of you as all of us are. Your successes in your family life, professional life – Medical Practice as well as all of your business endeavors, and your creative outlets encourages all of us to do our personal best. You have set the bar very high. Wishing you continued success in all that you do for many decades to come!

                                                                                                  – Usha Raja

       એ સિવાય ડૉ. અરવિંદ લાપસીવાલા માટે અનેક પત્રો, મોબાઈલ પર સંદેશાઓ તથા એસ.એમ.એસ વગેરે મળ્યા છે. દોસ્તો, આજના આ અંતિમ લેખમાં  અમારે ડૉ. અરવિંદ લાપસીવાલા વિષે એક દિલની વાત કહેવી છે. અગાઉ જણાવ્યા પ્રમાણે અમે લાંબા સમયથી ઈન્ટરનેટ પર ‘ઈન્ટરવ્યૂ’ વિભાગ શરુ કરવાનું  વિચારી રહ્યા હતાં. અને એના શુભારંભ લેખ માટે કોઈ પાવરફૂલ પર્સનાલિટી શોધી રહ્યા હતાં. સાચું કહીએ તો એ વાતની થોડી મુંઝવણ પણ અનુભવી રહ્યા હતાં કે એવું કોણ મળી શકશે?  અને ત્યાં જ આનંદની વાત એ બની કે અમેરિકાથી ડૉ. અરવિંદ લાપસીવાલાનું  એક મોટું પાર્સલ આવી ચઢ્યું. અને એ રીતે પાવરફૂલ પર્સનાલિટીની પ્રતિક્ષા પૂર્ણ થઈ. એમની બહુમુખી પ્રતિભાથી અમારો આ ઈન્ટરવ્યૂ વિભાગ દીપી ઊઠ્યો. વાત એટલી જ કહેવી છે કે એમણે જે જ્વલંત સિદ્ધિઓ હાંસલ કરી છે તે માટે અમે એમનામાં રહેલી સાહિત્ય સર્જન અંગેની ‘બર્નિંગ ડિઝાયર’ને વંદન કરીએ છીએ. દોસ્તો, અમેરિકાના કૅલિફોર્નિયામાં બેઠાંબેઠાં એમણે કલમ દ્વારા સૌ સર્જકોને એક મૌન સંદેશો આપ્યો છે. શાયર દુષ્યંતકુમારના શબ્દોમાં તે આ રીતે કહી શકાય:

                           કૈસે આસમાનમેં સુરાગ હો નહીં સકતા…..?

                           એ પથ્થર તો તબિયત સે ઉછાલો યારો…!

        અમેરિકામાં એમણે જે જ્વલંત સિદ્ધિઓ હાંસલ કરી છે તે માટે એઓ સેંકડો સલામના અધિકારી છે. અમારા અગણિત ઈન્ટરનેટ મિત્રો પણ એ સલામ મારવાનું ચૂક્યા નથી. અમારા બન્ને ગુરુઓ આદરણીય શ્રી ઉત્તમભાઈ ગજ્જર (‘સન્ડે મેહફિલ’) અને મિત્રશ્રી ગોવિંદ મારુ (‘અભિવ્યક્તિ’) પણ આ ઈન્ટરવ્યૂની નોંધ લઈ શુભેચ્છા પાઠવી છે તેનો આનંદ પણ ખરોજ. પણ ભાવેશ અને વિમલ જેવા કેટલાંક  મિત્રોએ તો તેમના સેંકડો મિત્રોને આ વિભાગમાં પ્રગટ થયેલા બધાં એપિસોડ શૅર કર્યા હતાં. અમારા અન્ય મિત્ર જયેશ અધ્યારુને પણ કેમ ભૂલાય…? તે સૌનો અમે  વિશેષ આભાર માનીએ છીએ. બાર એપિસોડનો આ ‘અરવિંદ યજ્ઞ’ આજે પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. હવે પછી એવી જ એક મૂઠી ઊંચેરી હસ્તિના ઈન્ટરવ્યૂ સાથે ટૂંક સમયમાં ફરી મળીશું.

      દોસ્તો, આપ તમામ મિત્રો, પ્રશંસકો, શુભેચ્છકો, સ્વજનો અને સાવ આજાણ્યા વાચકોનો સેંકડો શુભેચ્છા સંદેશાઓ મળ્યા તે સૌનો અમે દિલી આભાર માનતા કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ. આવજો… આભાર…!!  ખૂબ ખૂબ આભાર…!!!

ડૉ. અરવિંદા લાપસીવાલા – Email : alapsimd@yahoo.com

૫૫૪, ઈસ્ટ સાન બર્નાન્ડીનો રોડ, કોવિના, કેલિફોર્નિયા, યુ.એસ.એ.

  Phone : +1(626)975-5645

writer :  DINESH PANCHAL : dineshpanchal.249@gmail.com 

                          Blog : dineshpanchalblog.wordpress.com

                     Mobile : 94281 60508  (INDIA)

                                             **************

Advertisements

One thought on “ડૉ. લાપસીવાલાનો ઈન્ટરવ્યૂ રિઓપન (ભાગ-2)

  1. ખરેખર અદ્ભૂત વ્યક્તિત્વ. એમના પુસ્તકો તેમજ દરેક પ્રશ્નના ઉકેલ લાવવાની વિચારસરણી, વિવિધ વિષયોનું બહોળું જ્ઞાનથી હું ખૂબ પ્રભાવિત છું. હું એેમને તથા એમના મોટા ભાઇ િબપિનભાઇને મેનેજમેનટ ગુરુ માનું છું. તેઓ અાટલા વ્યસ્ત હોવા છતાં દરેક કાર્યને પૂરતો ન્યાય આપવાની તેઓની આવડત દાદ માંગીલે તેવી છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s