તો પાણી માટે પાણીપત શા માટે…?

         કેટલાંક ભાષાપ્રેમીઓ ગુજરાતી ભાષા મરી રહી છે એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. માતૃભાષાને જીવાડવાની એમની લાગણીને લાખો સલામ, પણ તેના દેહ પર જૂની જોડણીની કાંટાળી વાડ છે તે નાબુદ કરવાનું તેમને સૂઝતું નથી. કહેવાતા મોટા સાહિત્યકારો પણ છાસવારે ખોટી જોડણી લખે છે. પણ તેમને એક જ ‘ઉ’ (હસ્વ ઉ) અને એક જ ‘ઈ’ (દીર્ઘ ઈ) વાળી ઉંઝા જોડણી સ્વીકાર્ય નથી.  પ્રશ્ન થાય છે, શું આપણે સેંકડો ક્ષતિઓવાળી ગુજરાતી ભાષાને એવા જ દુષિત સ્વરુપમાં આગળ લઇ જવી છે? હવે પછીની નવી પેઢી અઘરા દાખલા જેવી ગુજરાતી જોડણી શીખવાનો ઉમળકો બતાવશે ખરી? આપણે માત્ર એટલું કરવાનું છે કે જૂના કંગનમાં વપરાયેલા ચોવીસ કૅરેટના સોનાને જાળવી રાખવાનું છે. માત્ર કંગનની ડિઝાઇન બદલવાની છે. મતલબ ભાષા સાચવી રાખવાની છે પણ તેમાં જરૂરિયાત પ્રમાણે સમયલક્ષી સુધારો કરવાનો છે. સમજો તો વાત સાવ સરળ છે. માતૃભાષાને જરૂર પ્રેમ કરવો જોઈએ. પણ તેમાં વિવેકબુદ્ધિ હોવી જોઈએ. અર્થાત્ માતાને માથામાં પડેલા ચાંદાનો ઇલાજ કરવાને બદલે તેને માથે તાજ પહેરાવીએ તો તે અધૂરો માતૃપ્રેમ ગણાય. આજે પાર વિનાની અશુદ્ધિઓથી ભરેલી જોડણી અભ્યાસમાં ચાલે છે. ભાવિ પેઢી તે શીખે છે. પણ કૉલેજના પ્રોફેસરો, શાળાના શિક્ષકો કે ખુદ આચાર્યો ખોટી જોડણી લખે છે. અને વ્યવહારમાં પણ સૌ સામૂહિક અજ્ઞાન વડે ખોટી જોડણી જ દીધે રાખે છે. અને તે કારણે કોઈના કામ અટકતાં નથી તો જેને ઠીક રીતે નિભાવી શકાતી નથી એવી જૂની જોડણી માટે આટલો દુરાગ્રહ શા માટે? (અમારી વાત ખોટી જણાય તો મારો શરત અને પ્રયોગરૂપે શાળામાં ભાષા શીખવતા કોઈ શિક્ષકને માત્ર પંદર શબ્દો લખાવી જુઓ… એમાંથી બે ત્રણની જોડણી તો તે અચૂક ખોટી લખશે) દોસ્તો, જરા વિચારો ‘રૂપિયા’ શબ્દની જોડણીમાં કોઈ ‘રૂપીયા’ને બદલે ‘રૂપીયા’ લખે તો સમજવામાં કોઈને મુશ્કેલી પડે ખરી? અને તેને કારણે રૂપિયાની કિંમતમાં પણ કોઈ ફેર પડે ખરો? ‘પાણી’ એટલે પીવાનું પાણી… પણ તમે ભૂલથી ‘પાણિ’ લખો તો તમારી તરસમાં કે પાણીની શુદ્ધતામાં કોઈ ફરક પડવાનો નથી. તો પાણી માટે પાણીપત શા માટે? અત્રે નામોલ્લેખ કર્યા વિના ચાલે એમ નથી; પણ ઈન્ટરનેટ પર ‘સન્ડે ઈ–મેહફિલ’ ચલાવતા સુરતના શ્રી ઉત્તમ ગજ્જર અને ‘અભિવ્યક્તિ’  બ્લોગ ચલાવતા નવસારીના શ્રી ગોવિંદ મારૂ બન્ને મિત્રો વર્ષોથી ઉંઝા જોડણીમાં પોતાના લખાણો રજૂ કરે છે. એમના બન્નેના પ્રયત્નોને વિશાળવાચક વર્ગે પ્રેમથી આવકાર્યો છે. એમના બ્લોગના વાચકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

One thought on “તો પાણી માટે પાણીપત શા માટે…?

  1. ગુજરાતી ભાષાને સાચવી રાખવા માટે તેમ જ તેને ઠીક રીતે નીભાવી શકાતી નથી એવી સાર્થ જોડણી માટેનો દુરાગ્રહ દુર કરવા માટે આ પોસ્ટ લખવા માટે આપશ્રી અભીનન્દનના અધીકારી છો.. અઢળક અભીનન્દન..
    ઉંઝા જોડણીમાં અમારા વીનમ્ર પ્રયાસને બીરદાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s