જીવતાને માર… ને મર્યા પછી સુખડનો હાર…!

    વૃદ્ધ માવતરને પ્રેમ અને આદર આપતા દીકરાઓ સાચા અર્થમાં ‘દેવના દીધેલ’ ગણાય. મર્યા પછીની નિરર્થક શ્રાદ્ધ વિધિઓ કરતાં જીવતા જીવતની આ સન્માન વિધિ સાચી પિતૃભક્તિ ગણાય. કથાકારો કહે છે: ‘મર્યા પછી ફોટા પર સુખડનો હાર ચઢાવો છો અને જીવતાને માર મારો છો. ગાય કાગડાને વાસ મૂકો છો અને જીવતાને ત્રાસ આપો છો. જીવતા બાપને પ્રેમથી પાશેર ખમણ ન ખવડાવ્યા હોય તે દીકરો બાપના મર્યા પછી દેખાદેખીથી થતાં મરણોત્તરકાંડમાં ૫૦૦ જ્ઞાતિબંધુઓને લાડુ અને દૂધપાકનું જમણ જમાડે છે. ખમણ અને જમણ વચ્ચેનો માણસનો આ ફૂલ સાઈઝનો દંભ દૂર થવો જોઈએ. માતા પિતાને જીવતાજીવત પ્યાલો પાણી ન પાયું હોય તેવા દીકરાઓ તેના મર્યા બાદ મોઢામાં ગંગાજળ મૂકે છે. એક કથાકારે તેમના વક્તવ્યમાં એક પંક્તિ ઉચ્ચારી હતી: ‘જિન્દે બાપ કો રોટી ન દઈયો; મરે બાદ પછતઈયો…! મૂઠીભર ચાવલ લે કે છપરે પર… કૌવે કો બાપ બનાઈયો…!!’ ભીખુદાન ગઢવીએ પણ કહ્યું છે: ‘જીવતાને પાણી નો દિયે ને મર્યા બાદ થાય ખાણીપીણી…! પણ પાણી વાંકે મરેલા મનેખના મોઢામાં પછી અમૃતના ઘડા ઠાલવ્યે શો ફાયદો?’ વાત સો ટકા સાચી છે પણ કોણ માનશે?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s