તમારા ધ્યાનમાં એવા કોઈ દેવ હોય તો જાણ કરજો

         અમારા મિત્ર બચુભાઈએ કહ્યું: ‘તમે માનો યા ના માનો, પણ મારો તો અનુભવ છે કે તીરૂપતિની કૃપાથી એકના ડબલ થાય છે. લગ્ન બાદ સાવિત્રી સાથે હું તીરૂપતિ ગયો હતો. અમારા બન્નેનું વજન ત્યારે ૪૫ કિલો હતું. થોડા જ વર્ષોમાં અમે બન્ને બમણા  થઈ ગયા. ૯૦ કિલોનો એક દાગીનો તો ઉપર સીધાવી ગયો, હવે આ ઘરડી ઉંમરે મારાથી ૯૦ કિલોનું વજન વેઠાતું નથી. હવે હું કોઈ એવા દેવની શોધમાં છું જેના દર્શનથી ડબલના સિંગલ થઈ જાય. મતલબ વજન ૯૦ કિલો હોય તો ૪૫ કિલો થઈ જાય… ડાયાબિટિશ ત્રણસો હોય તો ૧૪૦ થઈ જાય… પ્રેસર ૨૫૦ હોય તો ૧૨૦ થઈ જાય… તમારા ધ્યાનમાં કોઈ એવા દેવ હોય તો જાણ કરજો!’

           દોસ્તો, તાત્પર્ય એટલું જ કે સોમાંથી નવ્વાણુ વાર એ સાબિત થાય છે કે દુનિયાના કોઈ પણ દેવ કે ભગવાનની માનતા માનવાથી કોઈનું કશું કલ્યાણ થતું નથી; ક્યારેક એવું થતું જણાય તે માત્ર આકસ્મિક હોય છે. છતાં આપણે શા માટે ફલાણા કે ઢીકણા દેવના નામે આવી અફવાઓ ફેલાવતા રહીએ છીએ? વર્ષોપૂર્વે એક ઘટના બની હતી તે સ્મૃતિના આધારે લખીએ છીએ. માહિતીદોષ હોય તો ક્ષમાપ્રાર્થીએ છીએ. આછુ પાતળું કંઈક એવું યાદ છે કે એકવાર આપણા દેશને બહુ મોટા ફંડની તાત્કાલિક જરૂર પડી હતી અને આપણે આપણું સેંકડો ટન સોનુ કોઈ વિદેશની બેંકમાં ગિરવે મૂક્યું હતું. (કદાચ મનમોહનસિંઘ ત્યારે પ્રાઈ મિનીસ્ટર હતા) અહીં પ્રશ્ન એ થાય છે કે જો તીરૂપતિને ચઢાવવાથી ડબલ થઈને પાછું મળતું હોય તો તે સંકટની ઘડીમાં આપણે એ સોનુ તીરૂપતિને ચઢાવીને ડબલ કરી લેવાનું કેમ ન વિચાર્યું…? ઘરના દેવ આપણને એકના ડબલ કરી આપે એમ હોવા છતાં આપણે વિદેશી બેંકની સહાય કેમ લીધી? તમારી પાસે જવાબ હોય તો અમને જણાવશોજી.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s