શ્રદ્ધા અને સાયન્સ

     આપણે ધર્મપ્રેમી પ્રજા છીએ. અહીં વિવિધ ધર્મસંપ્રદાયોના શંભુમેળા ઝામ્યા છે. બારે માસ કથા કિર્તન, પૂજાપાઠ અને યજ્ઞોના ગોટેગોટા હવામાં ઉડતા રહે છે. શાંતિયજ્ઞો કે રામકથાઓ માટે મહિનાઓ પૂર્વે તડામાર તૈયારીઓ ચાલે છે. દેશમાં રામકથાઓ વર્ષોથી થતી આવી છે. પરંતુ માણસને કથાથી નહીં કથા દ્વારા પ્રાપ્ત થતા પૈસાથી સુખ મળે છે. સમજો તો સહેલી વાત છે. માણસને શ્રદ્ધા કરતાં સાયન્સ વધુ ઉપયોગી છે. વિજ્ઞાનની લેબોરેટરીઓ એટલે સૃષ્ટિને સુખી કરવા વિજ્ઞાને યોજેલો વિશ્વશાંતિ યજ્ઞ…! પરંતુ થાય છે એવું કે કોઈ માણસ કશી શોધ કરે છે ત્યારે તે વિષે પેપરના એકાદ ખૂણે નાનો ફકરો છપાય છે. રામકથા કે ભગવદ્કથાની જેમ એની મસમોટી જાહેરાતોવાળી પૂર્તિઓ પ્રગટતી નથી. આપણી એ સાંસ્કૃતિક શરમ છે કે વિજ્ઞાન ગમે તેટલું ઉપયોગી હોય તોય તે શ્રદ્ધા અને ભક્તિને અતિક્રમી જઈ શકતું નથી. શ્રી મોરારિબાપુની કથા દિવસો સુધી ચાલે છે. સફાઈ અભિયાન બે દિવસમાં પૂરું થઈ જાય છે. એક નજરે જોયેલી વાત સાંભળો. ગામના બે સગા ભાઈઓ કથા સાંભળવા આવતા. એક દિવસ રામ અને ભરતના મિલાપની વાત સાંભળી બન્ને ચોધાર આંસુડે રડ્યા. પછી થયું એવું કે તે જ દિવસે સાંજે ઘરે ગયા પછી એ બન્ને ખેતરના સેઢાની તકરારમાં એવા લડ્યા કે બન્નેના માથા લોહીલૂહાણ થઈ ગયા.  માણસ ખમણ ખાઈને કાગળ ફેંકી દે છે તે રીતે કથા સાંભળીને બધું ત્યાં જ ખંખેરીને સંસારમાં પ્રવેશે છે. કશો બોધપાઠ લેવા માટે કથા સાંભળતો નથી. માત્ર બે ઘડીના ધાર્મિક મનોરંજન માટે જાય છે. દોસ્તો, કથા સાંભળ્યા પછી પણ વ્યથા ચાલુ રહેતી હોય તો રામ અને મોરારિબાપુ બન્ને લાચાર બની જાય છે. તાત્પર્ય એટલું જ કે: ‘કથા સૂણી ફૂટ્યા કાન… તોય અખા ના અવ્યું બ્રહ્મજ્ઞાન…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s