લાલુપ્રસાદમાંથી લાલબહાદુર શાસ્ત્રી બની શકે…?

        એકવાર સમાચાર પ્રગટ્યા હતા કે નાસિકના ડૉ. ઓમપ્રકાશ કુલકર્ણીએ સૂર્યશક્તિથી ચાલતું એરકન્ડીશનર બનાવ્યું છે. ગરમી ઓકતા સૂરજના નાકમાં નાથ નાખીને માણસે એની પાસેથી જ ઠંડક મેળવવાનો કીમિયો શોધ્યો એ સૂરજના ગાલ પર લપડાક મારવા જેવી ઘટના ગણાય. માણસે એજ રીતે સાપના ઝેરમાંથી એન્ટીવેનમ (ઝેરમારણના) ઈંજેક્શનો બનાવ્યા છે. દુ:ખની બોચી પર બંદૂક ધરીને તેને સુખમાં રૂપાંતરિત કરવાનું કામ કાળા માથાનો માનવી જ કરી શકે. ૧૯૬૪માં ઈલેક્ટ્રોલક્સ કંપનીએ કેરોસિનથી ચાલતું રેફ્રિજરેટર બનાવ્યું હતું. ઝેરમાંથી પેંડા બનાવવા જેવી આ વાત હતી. આમ જ ચાલ્યું તો ભવિષ્યમાં માણસ મુશરર્ફને ભાંગીને મોરારિબાપુ બનાવી શકશે. અબુ સાલેમમાંથી નરેન્દ્ર મોદી બનાવી શકશે. દોસ્તો, કેરોસિનની મદદથી બરફ બનાવવો એટલે ચૂલાની મદદથી આઈસ્ક્રીમ બનાવવા જેવો મામલો ગણાય. એરકન્ડીશનરની શોધ (૧૯૦૨માં) ન્યૂયોર્કના વિસીસ કેરિયર નામના બે ઈલેક્ટ્રોનિક એન્જીનિયર ભાઈઓએ કરી હતી. મતલબ એકસો તેર વર્ષોપૂર્વે ન્યૂયોર્કમાં બે એન્જીનિયરોએ રોપેલા આંબાની કેરી આજે આપણે ખાઈએ છીએ. સોલર એસી. એટલે લીમડાના રસમાંથી ખાંડની ચાસણી બનાવવા જેવી કમાલ…! દોસ્તો, હવે સમજાયું ને અમે ‘ઓમ વિજ્ઞાન દેવતાય નમ:’  એવું કેમ બોલતા રહીએ છીએ?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s