ચૂંટણી એટલે બે પિંઢારા વચ્ચેની સાઠમારી

       પ્રતિ રોજ અખબારના આયનામાં જોવાથી ખબર પડે છે કે આ દેશનો ચહેરો કાળો પડતો જાય છે. રોજ સવારે અખબારો એક નવું કૌભાંડ લઈને ઘરના ઓટલા પર પડે છે. અખબારોના પાનાઓ રાજકારણીઓના દેહ પરથી ઉતરી ગયેલા વસ્ત્રો જેવા લાગે છે. ૧૯૪૭થી દેશના પતનનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ચૂક્યું હતું. હમણાં અખબારમાં વાંચ્યું કે હવે પોસ્ટઓફિસોમાં કઠોળ અને શેમ્પુ બ્લેડ વગેરે મળશે. કોના ભેજામાં આવી વાહિયાત વાત આવી હશે? (ભવિષ્યમાં કદાચ એવું બનશે કે પોસ્ટકાર્ડ, ટિકિટો કે પરબીડિયા જોઈતા હોય તા આપણે કરિયાણાની દુકાને જવું પડશે) એક અંગ્રેજે સાચી આગાહી કરી હતી: ‘આપણે આ દેશને પિંઢારાઓના હાથમાં સોંપી રહ્યાં છીએ. (ચૂંટણી એટલે પિંઢારાઓના બે જૂથો વચ્ચે ખેલાતી સાઠમારી…!) એક ઉંદર માટે બે બિલાડીઓ લડે તે રીતે નેતાઓ ખુરશી માટે લડે છે. પ્રજાની દશા દ્રૌપદી જેવી છે. એને કોઈ ફરક પડતો નથી વસ્ત્રાહરણ દુશાસન દ્વારા થાય કે દુર્યોધન દ્વારા…?’ કાળા વાદળની રૂપેરી કિનાર જેવા મોદીજી આ દેશ માટે એક નવી આશા લઈને આવ્યા છે. એમને સમય આપવો પડશે. (સમય ન આપીને ક્યાં જઈશું? આપણી પાસે બીજું કોણ છે? કદાચ આપણાં ભાગ્યના ગંજીફામાં એક માત્ર અંતિમ પત્તું રહ્યું હતું જે આપણે ઉતરી ચૂક્યા છીએ)

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

2 thoughts on “ચૂંટણી એટલે બે પિંઢારા વચ્ચેની સાઠમારી

  1. લેખના શીર્ષક જેટલું જ તથ્ય આ પણ છે કેઃ કાળા વાદળની રૂપેરી કિનાર જેવા મોદીજી આ દેશ માટે એક નવી આશા લઈને આવ્યા છે. એમને સમય આપવો પડશે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s