આજનો કનૈયો માખણ નહીં માણેકચંદ ખાય છે

       ‘જનરેશન ગૅપ’ અર્થાત્ બે પેઢી વચ્ચેનું અંતર છેક કૃષ્ણ અને યશોદાના જમાનાથી ચાલ્યું આવે છે. કૃષ્ણ માખણ ખાતા. આજે કૉલેજ કનૈયાઓના મુખમાં માખણ નહીં માણેકચંદ હોય છે. કૃષ્ણ ગોપીઓની મટકી ફોડતા. આજે યુવાનો ગર્લફ્રેન્ડના ચક્કરમાં માથા ફોડે છે. તેઓ છોકરીને કૉલેજમાંથી કલબમાં લઈ જાય છે. દારૂ પાય છે. અને શિયળ લૂંટીને જ નથી અટકતાં; તેની વિડિયો ક્લીપીંગ ઉતારીને મોબાઈલ પર ફરતી કરે છે. કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂરી તેની ઈજ્જત બચાવી હતી. આજના કનૈયાઓ તેમની વિડિયો ક્લીપીંગ પ્રસારિત કરીને જાહેરમાં તેની ઈજ્જતનું લીલામ કરે છે. કૃષ્ણે કાળિનાગને બાહુબળથી નાથ્યો હતો. આજે યુવાનો બાપના પૈસે પેપરસેટરને નાથે છે. (નાપાસ થયેલા નબીરાઓ પેપર તપાસનાર શિક્ષકોને એક માર્ક વધારી આપવાના ચાળીશ પચાસ હજાર રૂપિયા ચૂકવે છે અને પાસનું સર્ટિફીકેટ મેળવી લે છે) દેશમાં દરેક ક્ષેત્રે શતમુખ વિનિપાત થયો છે. કૃષ્ણના જમાનામાં ‘ટાઈ ડે’ નહોતો ઉજવાતો. ગુરુકૂળમાં અહર્નિશ ‘જ્ઞાનદિન’ ઉજવાતો. આજે ‘સારી ડે’ ‘રોઝ ડે’ ‘જીન્સ ડે’ વગેરે ઉજવાય છે. માત્ર ‘એજ્યુકેશન ડે’ નથી ઉજવાતો. કૉલેજના યુવક યુવતીઓ ‘પ્રપોઝ ડે’ની પાર્ટી તો આપે જ છે પણ ‘બ્રેકપ ડે’ની પાર્ટી પણ આપે છે. તેમના જીવનનું એક માત્ર ધ્યેય આનંદ છે. દોસ્તો, એકવીસમી સદીમાં એવો સાધનશુદ્ધિ વિનાનો આનંદ કેટલો ઉચિત કે અનુચિત તે નક્કી કરવાનું કામ આપના પર છોડ્યું.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s