ફૂલનદેવી અને બ્યૂટી કોન્ટેસ્ટ

       આપણે પુસ્તક અને લેખકની વાત કરી રહ્યા છીએ ત્યારે એક વાત સમજાય છે કે પુસ્તક પ્રગટ કરવા માટે કોઈનું કેવળ લેખક હોવું નહીં; ખૂબ સારા લેખક હોવું જરૂરી હોય છે. કોઈ સ્ત્રી કેવળ સ્ત્રી હોવા માત્રથી બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકે નહીં. તેની પાસે ધારદાર સૌંદર્ય અને બૌદ્ધિક તેજસ્વીતા હોવી જોઈએ. કેટલાંક લક્ષ્યાંકો કુદરતની કૃપા વિના સિદ્ધ થઈ શકતાં નથી. સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય અને બંદૂક ઝાલવાથી સૈનિક ન થવાય તેમ કલમ ઝાલવાથી લેખક ન થવાય. મા સરસ્વતીની કૃપા હોવી એ ફક્ત એવી વાત છે કે ખેડૂત પાસે ખેતર અને હળ હોય. પરંતુ ખેડૂતને ખેતી કરતા ના આવડતી હોય તો અનાજ પાકી શકતું નથી. દરેક સિદ્ધિની ચોક્કસ શરતો હોય છે. કલાકારો રિયાઝ ના કરે તો કાળક્રમે તેની કલાનું તેજ ઝાંખુ થઈ જાય છે. એક બીજી પણ વાત જોવા મળે છે છે. ઘણીવાર લેખકો કે કલાકારો પોતાને માપવામાં ઉદાર દિલે ખુદના ભરપુર માર્ક્સ મૂકી દેતા હોય છે. જાત વિષેની એવી આત્મશ્લાઘનીય ભ્રમણાંમાંથી જો તેઓ બહાર ન નીકળે તો તેના મોટા નુકસાનથી તેઓ બચી શકતાં નથી. બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે જેના વિચારો કંગાળ હોય અને લખાવટ લકવાગ્રસ્ત હોય એવો મામુલી માણસ લેખક બની શકતો નથી. એવા માણસો પુસ્તકની પ્રત લઈને પ્રકાશકોને ત્યાં ધક્કા ખાય તે જોઈ એવું લાગે છે જાણે ફુલનદેવી બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા તલપાપડ બની હોય…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s