તો દેશ સુખી થશે

        અમારા એક કહેવાતા લેખકબંધુશ્રીએ ત્રણસો પાનાનું પુસ્તક છપાવેલું. લેખક તરીકેની એમની કોઈ જ પાત્રતા નહીં. એમનું એકાદ ચર્ચાપત્ર શુદ્ધાં ક્યાંય છપાયું નહોતું. બળજબરીથી બની બેઠેલા એવા ઉધાર લેખકો બંદૂકની જેમ પોતાનું પુસ્તક આપણી છાતી તરફ ધરીને કહે છે: ‘બોસ, આપણાં સંબંધોના હિસાબે તમને પહેલો ચાન્સ આપું છું. પણ જરા જલદી વાંચીને અભિપ્રાય આપશો. ઘણાને હજી વાંચવા આપવાનું છે. લોકોની લાંબી લાઈન લાગી છે…!’ અમને સમજાયું છે કે માણસ આ દુનિયામાં તે ક્ષણે સૌથી વધુ દયાજનક સ્થિતિમાં હોય છે જ્યારે સાવ કચરા જેવું ચાર પાંચ કિલોનું થોથું (વાંચો કે ન વાંચો પણ તેના)પેટ ભરીને વખાણ કરવાં પડે…! કોઈના પુસ્તકને વાંચવા માટે ઘસીને ના પાડી દેવી એ પણ ખૂબ હિંમત માંગી લે એવું કામ છે. એકવાર અમારા બચુભાઈએ એવા ત્રાસવાદી લેખકને મોઢા પર પરખાવેલું: ‘અમે તારા કયા ગાય ગોધા માર્યા છે કે તું તારુ પુસ્તક અમને બઝાડે છે. જા પાકિસ્તાન જઈને નવાઝ શરીફને વંચાઈ… વાંચીને મરશે તો આ દેશ સુખી થશે…!’

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s