પુસ્તકો અંતરનો એકસરે અને દિલનો દસ્તાવેજ…!

        પુસ્તકો સંસારના સળગતા લાક્ષાગૃહમાંથી બચવાનું છૂપું ભોંયરું ગણાય. એનો લાભ મેળવવા માટે કોઈએ સહદેવ જોષી બનવાની જરૂર નથી. ‘મહાભારત’માં કંઈક એ મતલબનું લખ્યું છે કે ‘મહાભારત’નો કુંતીપુત્ર– સહદેવ ત્રિકાળ જ્ઞાની હતો. (એથી એ સહદેવ જોષીના નામથી ઓળખાતો હતો) પણ તેને એવો શ્રાપ હતો કે જ્યાં સુધી તેને કોઈ પૂછે નહીં ત્યાં સુધી તે સામે ચાલીને કોઈને પોતાના જ્ઞાનનો લાભ આપી શકતો ન હતો. પુસ્તકો જીવનમાં સહદેવ જોષી જેવી કામગીરી બજાવતા હોય છે. તેને કબાટમાં સાચવીએ તેનાથી નહીં, પણ વાંચીએ તેનાથી ઉપાય જડે છે. કહે છે માણસને પોતાનો ચહેરો જોવાની ઈચ્છા થઈ, એથી એણે દર્પણ બનાવ્યું. પરંતુ એ ચહેરાની ભીતર ઉતરવાની ઈચ્છા થઈ એથી પુસ્તકોનો જન્મ થયો. પુસ્તકો વિશે આપણે આગળ જોયું તેમ પુસ્તકો એટલે લેખકના વિચારોનું વસિયતનામુ, દિલનો દસ્તાવેજ, અને અંતરનો એક્સરે…! લેખક મર્યા પછી ય પોતાના પુસ્તક દ્વારા જીવિત રહી શકે છે. પરંતુ ક્યારેક ઉલટું બને છે. પોતાના પુસ્તકને કારણે લેખક જીવતા જીવત મરી જાય છે. સલમાન રશદી, તસલીમા નસરીન કે રુબેદા સલામ આ વાત ઠીક રીતે સમજી શકે. (બહુ બહુ તો એમાં સોનવાડીના ડૉ. અબ્બાસઅલી તાઈનું નામ ઉમેરી શકાય. એમણે કૃષ્ણ અને પયગંબરમાં અદભૂત સમાનતા હતી તે વર્ણવતું પુસ્તક લખ્યું હતું તેથી તેમની હાલત સલમાન રશદી જેવી થઈ ગઈ હતી) આ બધાંથી સાબિત થાય છે કે ધર્મપુસ્તકો માણસને સુધારી શકતાં નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s