ખાઉધરાને રસોડામાં નોકરી મળે તો…?

        મચ્છરદાનીમાં ઘૂસેલો મચ્છર રાજકારણમાં ઘુસેલા ગુંડા જેવો ખતરનાક ગણાય. પાંચ વર્ષ સુધી ગુંડો રિબીનો કાપતો રહે છે અને પોલીસો તેની રખેવાળી કરે છે, તેમ સવાર સુધી મચ્છરો અંદર સૂતેલા માણસનું લોહી પીતાં રહે છે અને મચ્છરદાની તેમને અદ્રશ્ય કવચ પૂરું પાડે છે. એ સંદર્ભે એક સત્ય ઘટના સાંભળો. બિહારમાં એક નેતા કોઈ શાળાના ઉદઘાટનમાં રિબીન કાપી રહ્યો હતો ત્યારે તેણે બાજુમાં ઉભેલા બે સામાજિક કાર્યકરો પાસે રિબીન કાપવા માટે બ્લેડ માંગ્યું. પેલ્લા કાર્યકરોમાંથી એકને નવાઈ લાગી. તેણે બીજાને કહ્યું: ‘કમાલ છે…! હું રિબીન કાપવાની કાતર ડિશમાં લઈને બાજુમાં ઊભો છું તોય રિબીન કાપવા માટે  એ બ્લેડ શા માટે માંગે છે?’ બીજાએ હળવેથી પેલાના કાનમાં કહ્યું: ‘ચૂંટાયો તે પહેલા એ ટપોરી હતો. લોકોના ખિસા કાપવાનો ધંધો કરતો હતો. એથી કાતર નહીં બ્લેડ વાપરવા એ ટેવાયેલો છે…!’ દોસ્તો બિહારની જ એક બીજી ઘટના સાંભળો. એક નેતા ત્યાં નવી શાળાનું ઉદઘાટન કરી રહ્યો હતો. ત્યારે ચંબલની ખીણના વિસેક જેટલા ખુંખાર ડાકુઓ ત્યાં ધસી આવ્યા. પ્રધાન ગભરાઈને ભાગવા જતા હતા ત્યાં ડાકુઓએ તેમના પગમાં તેમની બધી રાયફલ મૂકી દીધી અને હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું: ‘નેતાજી, તમારો અને અમારો ધંધો એક જ છે. તમે લોકોને બજેટ બનાવીને લૂંટો છો અમે બંદૂક બતાવીને લૂંટીએ છીએ. પણ તમને લોકો હાર પહેરાવે છે અને પોલીસ તમારી રખેવાળી કરે છે. જ્યારે અમે પકડાઈ જઈએ તો લોકો અમને મારી નાખે છે. અમે ધંધો બદલવા માંગતા નથી માત્ર તમારા જેવી સુરક્ષા ઈચ્છીએ છીએ. દોસ્તો, ઘરના કોઈ ખૂણામાં કાળો નાગ ભરાઈ જાય અને માણસની ઊંઘ હરામ થઈ જાય છે તેમ મચ્છરદાનીમાં પ્રવેશી ગયેલો મચ્છર માણસની ઊંઘ હરામ કરી નાંખે છે. મંકોડાને ગોળના ગોડાઉનનો ગ્રીન કાર્ડ મળે અને મચ્છરને મચ્છરદાનીમાં પ્રવેશ મળે, બન્ને સરખા ભાગ્યશાળી ગણાય..! ખાઉધરા માણસને રસોઈયાની નોકરી મળવા સમી એ અનુકૂળતા લેખાય.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s