અંતરના આક્રંદ પર સમજદારીના સાયલન્સર

    આજે મારી મા નથી પણ તે હયાત હતી ત્યારે ઘણીવાર કહેતી, ‘દિનિયા, તું આમ હસ નહીં…! તું ભલે આને અંધશ્રદ્ધા કહેતો હોય પણ તારો નાનો દીકરો રડે છે ત્યારે તારી પત્ની તેની નજર ઉતારે છે તેમ હું ય નાનપણમાં તારી નજર ઉતારતી અને તું છાનો રહી જતો!’ માની વાત સાંભળી અમે અચાનક ગંભીર બની જતા, પણ કાંઈ કહેવાને બદલે ચૂપ રહેતા. જોકે માહ્યલો બોલી ઉઠતો: ‘મા, આજે ય રડું છું પણ રૂદનમાં થોડી મેચ્યોરિટી આવી છે. નાનપણમાં અમે ત્રીજે ઘરે સંભળાય એવો ભેંકડો તાણતા. આજે ઘરનાઓને ય ખબર ના પડે એ રીતે રડતાં આવડી ગયું છે. અંતરના આક્રંદ પર સમજદારીના સાયલન્સર લગાવ્યા છે. વળી આમ પણ રડવા માટે હંમેશા આંસુઓની જરૂર ક્યાં પડે છે? રડતાં આવડે તો આંખોને ય ખબર ના પડે એ રીતે રડી શકાય છે. એકવીસમી સદીના માણસને એવા આંસુવિહોણા રૂદનની પ્રેક્ટીશ પડી ગઈ છે. બધાં જ મનને છાને ખૂણે રડતા હોય છે પણ આંસુઓ કોઈ જોઈ ન જાય તેની કાળજી રાખતા હોય છે. કોઈ કવિએ સરસ કહ્યું છે: ‘આક્રંદ માટે આંસુની જરૂર પડતી નથી. એક શબ્દ પૂરતો હોય છે જીવન અને મૃત્યુ માટે… બળી મરવા માટે હંમેશાં સ્મશાનની જરૂર પડતી નથી! ચિતામાં સળગતી લાશ સૌ જોઈ શકે છે પણ સંસારમાં સળગતી લાશ સૌને દેખાતી નથી.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s