અખબારો : આલમનો અરિસો

         છાપુ માત્ર સાહિત્ય કટારોથી નથી ચાલતું. સમાચારો એની મહત્વની ઊર્જા હોય છે. છાપુ ફેરિયાઓ નાખતા હોય છે પણ છાપુ ખુદ દુન્યવી ઘટનાઓનું માર્કેટીંગ કરતો એક ફેરિયો છે. પ્રત્યેક છાપુ સમાચારોનો અગ્નિરથ ગણાય. પ્રભાતે સૂર્યના લાખો કિરણો ધરતી પર છવાઈ જાય તેમ ઘરેઘરના ઓટલા પર છાપુ છવાઈ જાય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સંયમપૂર્વક અખબાર ધર્મ જાળવી રાખવાનું કામ અઘરુ છે. વાચકોને હવે સમાચારોમાં પણ ‘ઢીશુમ… ઢીશુમ’ જોઈએ છે. છાપાનું કાગળ ફાડીને તેમાં ફાફડા અને મરચાં ખાતા ગુજરાતીઓને છાપાઓમાંથી પણ કંઈક એવા જ પ્રકારના ટેસ્ટની અપેક્ષા રહે છે. લેખકોની કટાર ઉધાર હોય તો પસ્તી ભેગી ઘરબહાર નીકળી જાય છે અને ધારદાર હોય તો કટીંગ બની ફાઈલમાં સંઘરાઈ રહે છે. છાપાનો ધર્મ શું હોઈ શકે? છાપુ તેના માલિકને માલામાલ કરે ત્યાં છાપાનો ધર્મ પૂરો થાય છે. પણ  ત્યાંથી જ છાપાના માલિકનો ધર્મ શરુ થાય છે. છાપુ દીવાદાંડી જેવું ગણય. દીવાદાંડી પથભૂલ્યા પથિકને સાચો રસ્તો  બતાવે છે એટલું જ નહીં, દરિયાના પેટાળમાં કોઈ મોટો ખડક હોય તો તેનાથી પણ જહાજને ચેતવે છે. છાપુ માત્ર તેના માલિક માટે પેટિયું રળવાનું સાધન નથી તે સમાજના વ્યાપક અંધકારમાં પ્રકાશ ફેલાવીને સૌ માટે પથદર્શક બની રહે તે જરૂરી છે. સાથોસાથ સમાજ અને જીવનના સેંકડો ભયસ્થાનો પ્રતિ તે અંગૂલિનિર્દેશ કરતું રહે તે પણ તેનો અખબારી ધર્મ છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s