બળાત્કારથી અધિક કોર્ટની પીડાદાયક પ્રશ્નોત્તરી…!

          બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીને વકીલો એવા અશોભનીય પ્રશ્નો પૂછે છે કે સ્ત્રીની રહીસહી ઈજ્જત પણ લૂંટાઈ જાય છે. કહેવાય છે કે પુરુષ એકવાર બળાત્કાર કરીને ચાલ્યો જાય છે. પણ અદાલત સ્ત્રીને વારંવાર બળાત્કારની પીડા આપે છે. ૧૯૮૯માં મુંબઈની કોર્ટમાં મંગલાબાઈ નામની એક સ્ત્રી, વકીલની પ્રશ્નોત્તરીથી અકળાઈને મોટેથી રડીને બોલી ઊઠી હતી: ‘જજસાહેબ, મને પેલા બળાત્કારીએ એટલી પીડા નથી આપી જેટલી આ વકીલ આપી રહ્યો છે. શિક્ષકો તેમની શિષ્યા પર બળાત્કાર કરે છે ત્યારે સમગ્ર શિક્ષણતંત્રના કપાળે કાળી ટીલી ચોંટે છે. એવા હવસખોર શિક્ષકો પાસેથી બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પાછો લઈ લેવામાં આવે તો એવોર્ડને અન્યાય થતો અટકે. આજે કૃષ્ણ પાસે સમય નથી એથી દ્રૌપદીની લૂંટાતી લાજ હવે દ્રૌપદીએ પોતે જ બચાવવી પડે છે. થોડા સમય પૂર્વે ગુજરાતના સખીમંડળોએ દારૂના દૈત્યને નાથવા ખાસ્સો આક્રોશ દર્શાવ્યો હતો. સમાજની નારી શક્તિ દુર્ગા સ્વરૂપે પ્રગટે છે ત્યારે હવસખોર દૈત્યોનો મૃત્યુઘંટ વાગી જાય છે. સ્ત્રીઓએ બદલાયેલા સમયને વરતી જઈને હવે દીકરીઓને  (અલુણાના વ્રત કરાવવાને બદલે) જૂડો કરાટેની તાલિમ આપવી જોઈએ. આજના દુષિત માહોલની એ તાતી જરૂરિયાત છે. અલુણા કર્યા પછી સુ–વરને બદલે ‘સુવ્વર’ મળી ગયો હોય ત્યારે કરાટે શીખેલી કન્યા પોતાના ભાગ્યમાં લખાયેલા સુવ્વરને બે અડબોથ મારીને તેની શાન ઠેકાણે લાવી શકે છે. સત્રી સશક્તિકરણનો સાચો અમલ ત્યારે થયેલો ગણાશે જ્યારે પ્રત્યેક છોકરીને શાળાઓમાંથી જૂડો કરાટેની તાલિમ આપવામાં આવશે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s