માણસ: માઈલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ…!!

        માણસે રંગબેરંગી વસ્ત્રો બનાવ્યા પણ ચામડી બનાવી શક્યો નથી. અન્ન પકવ્યું પણ અન્નનળી બનાવી શક્યો નથી. પેસમેકર બનાવ્યું પણ હ્રદય બનાવી શક્યો નથી. રોબો બનાવ્યો પણ રોબોની આંખમાં હર્ષ અને આનંદના ઝળઝળિયાં આવી શકતાં નથી. માણસ સમયની ગતિવિધિ માપી શક્યો પણ સમયને થોભાવી દેવાની બ્રેક બનાવી શક્યો નથી. એણે માઈક્રોફોન બનાવ્યું પણ અવાજ (કંઠ)બનાવી શક્યો નથી. એનો અવાજ ચાલ્યો જાય છે ત્યારે એ મૂગો બની જાય છે. મૂગા માણસના મૌનમાં ઈશ્વરના અસ્તિત્વની ખામોશ સાબિતી સમાયેલી છે. (જોકે અમારા બચુભાઈ આનો વિરોધ કરતાં કહે છે: ‘રામ રામ ભજો…! શાની સાબિતી અને શાની વાત…? મૂગો માણસ એ ઈશ્વરની મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ છે. એને સાબિતી જ ગણવી હોય તો ઈશ્વરે મારેલા લોચાની એ ખામોશ સાબિતી ગણાય. કોઈ ગૃહિણી શાકમાં મીઠુ નાખવાનું ભૂલી જાય તે વાતને તેની શ્રેષ્ઠ પાકકલાની સાબિતી ન માની લેવાય..! ગૉડ ઈઝ એ બૅડ એન્જીનિયર…!!’ અને પોતાની વાતના સમર્થનમાં તેઓ એક જોડકણુ રજૂ કરે છે: ‘પ્રભુ, તારી અંધેરી નગરીમાં નિત નવા દુ:ખ દર્દો ને રડારોડ છે… બહેરા મૂંગા ને અંધ અપંગોની અહીં કપરી કાગારોળ છે… લીલા તારી શું ખાક અકળ…? તારી નિષ્કાળજીના એ માઠા ફળ છે… નથી જે સ્ત્રીમાં… નથી પુરૂષમાં… એવા સેંકડો અહીં વ્યંઢળ છે…!’) માણસે સેંકડો મંદિરો બાંધ્યા પણ ભગવાનને બાંધી શક્યો નહીં. માણસ ધારે તો નદી પર્વત કે સમુદ્રોનો નાશ કરી શકે પણ નવી નદી કે સમુદ્ર બનાવવાનું તેનું ગજુ નથી. ટૂંકમાં માણસ ઘડિયાળ બનાવી શકે છે પણ સમય નહીં. પાણીનું બંધારણ એચ.ટુ.ઓ. શોધીને એ લેબોરેટરીમાં પાણી બનાવી શકે છે પણ વરસાદ ન પડે ત્યારે એચ.ટુ.ઓ. દ્વારા એ આખા દેશ માટે પાણી બનાવીને ખેતી કરી શકતો નથી. ભવિષ્યમાં એ કદાચ દાંતના ચોકઠાંની જેમ કૃત્રિમ જીભ બનાવી શકશે પણ તે જીભ સ્વાદ માણી શકશે ખરી? રોબોટના મોઢામાં બરફીનો ટૂકડો મૂકો તો તે ‘વાહ… વાહ’ કહી ઝૂમી ઊઠતો નથી. તાત્પર્ય એટલું જ કે માણસ એ માણસ છે ભગવાન નથી. સાયન્સ અને ટેક્નોલોજીના ધરખમ વિકાસથી પોરસાઈને કેટલાંક માણસો ઈશ્વરને અન્ડરએસ્ટિમેટ કરે છે. દોસ્તો, સાચે જ ઈશ્વર હોય તો તેને ભજવા કરતાં સમજવાની વધુ જરૂર છે. માણસે હજી ઘણું ઘણું કરવાનું બાકી છે. (માઈલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ…!!) ઈશ્વરનો આંધળો વિરોધ કરીએ એ પણ ખોટું છે અને તેના પર આંધળો વિશ્વાસ મૂકીએ એ પણ ખોટું છે. વર્ષોથી ઈશ્વરનો દડો વિજ્ઞાનના આંગણામાં પડ્યો છે. વિજ્ઞાન દ્વારા જ્યાં સુધી પ્રાયોગિક સત્ય બહાર ન આવે ત્યાં સુધી વેઈટ એન્ડ વૉચ…! દોસ્તો, ઈશ્વર હોય કે ન હોય… વિજ્ઞાનનો ચૂકાદો આવે ત્યાં સુધી માનવતાનો એક માત્ર સનાતન ધર્મ ના છોડીએ. કેમકે “ઈન્સાનિયત હી સબસે પહેલા ધર્મ હૈ ઈન્સાનકા… ઈસકે બાદ હી પન્ના ખોલો ગીતા ઔર કુરાનકા…!!”

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s