નેવુની ઉમરે ટાયસન ના બનાય

      લાંબુ આયુષ્ય સૌને ગમતું હોય છે પણ સુખ માટે માત્ર વયવૃદ્ધિ નહીં દેહની તંદુરસ્તી પણ જરૂરી હોય છે. તમે ભલે પંચાણુની ઉમરે પહોંચ્યા હો પણ આંખે પૂરું દેખાતું ના હોય… મીઠાઈ ખાવાની ઈચ્છા હોય પણ સુગરને કારણે ચા પણ ખાંડ વિનાની પીવી પડતી હોય… ઘરના દરેક રૂમમાં એસી હોય પણ વા થયો હોવાને કારણે પંખો પણ બંધ રાખવો પડતો હોય… દેશવિદેશની સફરે જવાની ઈચ્છા હોય પણ મણકાની તકલીફને કારણે સ્વજનોની મદદથી માંડ જાજરૂ સુધી પહોંચી શકાતું હોય… તો એવા સંજોગોમાં તમારી પાસે કરોડ રૂપિયા હોય તે પણ સુખ આપી શકતા નથી. સુખ માટે કેવળ દીર્ઘાયુષ્ય નહીં, તંદુરસ્તીભર્યું જીવન જરૂરી છે. ‘આનંદ’ ફિલ્મમાં રાજેશખન્ના એક ડાયલોગ બોલે છે: ‘બાબુમોશાય, જિંદગી લંબ્બી નહીં બડી હોની ચાહિયે…!’ તમે કરમાયેલા યૌવનના માલિક હશો તો ઘડપણનો ઘોડો ઢચુપચુ થવાની પૂરી વકી છે. તંદુરસ્ત યૌવનને અમે સુખી ઘડપણનો ગેરન્ટી કાર્ડ ગણીએ છીએ. માણસે આખી જિંદગી કમાઈને બચાવ્યું હોય તો તેની રિટાયર્ડ લાઈફ સુખશાંતિથી પસાર થઈ શકે છે, તેમ યુવાનીમાં શરીર સાચવ્યું હોય તો ઘડપણમાં ટકોરાબંધ જવાબ આપે છે. યુવાનીમાં કસરત કરો એ તંદુરસ્ત ઘડપણના વીમાનુ પ્રિમીયમ ભરવા બરાબર ગણાય. પરંતુ માણસ સ્કૂટરની એવરેજ વધે તે માટે જેટલો ચિંતીત હોય છે તેટલો જિંદગીની એવરેજ માટે નથી હોતો. કોઈ પણ કામ માટે યોગ્ય સમય જેવું શુભ ચોઘડિયુ બીજું એકે નથી. સ્કૂટરને કબાડી બજારમાં મીઠાના ભારોભાર આપી દેવું પડે એટલું તે જૂનુ થાય પછી તેની એવરેજ વધારવા નીકળીએ તો ભૂલ સ્કૂટરની નહીં, આપણી ગણાય. તાત્પર્ય એટલું જ કે દેહની તંદુરસ્તી એક આરાધના છે. તે માટે યુવાનીમાં સારો ખોરાક, કસરત અને નિર્વ્યસની જીવન હોવું જરૂરી છે. રાતોરાત કોઈથી તંદુરસ્તી મેળવી શકાતી નથી. એટલું યાદ રાખવું પડશે કે બોક્સિંગ ચેમ્પિયન ટાયસન નેવુ વર્ષનો થઈ શકે પણ નેવુ વર્ષે કોઈથી ટાયસન ન બની શકાય…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s