મહાઆરતી કે નમાઝને બદલે રક્તદાન

         દરેક છઠ્ઠી ડિસેમ્બરના દિને અયોધ્યાની બાબરી મસ્જિદ સ્થળે આરતી કે નમાઝ કરવાને બદલે હિન્દુ મુસ્લિમ બન્ને કોમના માણસોએ સંયુક્તપણે રક્તદાન કેમ્પ યોજવો જોઈએ. મહાઆરતી કે નમાઝ કરતાં પણ ઈશ્વર અલ્લાહ બન્નેને રાજી કરે એવું એ સુંદર સદ્કર્મ છે. એટલી વાત બુખારી અને ભાજપ સમજે તો સારુ બાકી અત્યારે તો ઈશ્વર અને અલ્લાહ બન્નેની પનોતી માણસના પાયે ચાલી રહી છે. સદીઓ પૂર્વેનો ઈતિહાસ જોશો તો સમજાશે કે માણસે ધર્મયુદ્ધોને નામે બેહદ કાપાકાપી કરી છે. એ જોતાં દિલ કહે છે કે માણસે ધર્મના નામે જેટલું લોહી વહાવ્યું છે. તે બધું ધર્મ પાસેથી જ વસુલ કરવું જોઈએ. સમાજમાં જ્યાં જ્યાં યજ્ઞો  કે રામકથા યોજાય છે. ત્યાં રક્તદાન કેમ્પ ફરજિયાત યોજવો જોઈએ. હવનકુંડમાં જેટલું ઘી હોમાય તેટલું લોહી બ્લડબેંકમાં સપ્લાય કરવાનો પવિત્ર શિરસ્તો ચાલુ થશે તે દિવસે યજ્ઞોનું સાચું અમૃતફળ માનવજાતને પ્રાપ્ત થશે. દોસ્તો, હું હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમના શાંતિપ્રય બુદ્ધિવાદીઓ અંગે ખૂબ આશાવાદી છું. મને ખાતરી છે કે મોડે મોડે પણ બન્ને કોમના શાણા સજ્જનો ભેગાં મળીને એવો નિર્ણય લેશે કે ચાલો, આપણે વિશ્વભરના હિન્દુ અને મુસ્લિમો ભેગાં મળીને અયોધ્યાના એ વિવાદી સ્થળે એક બહુ મોટી હોસ્પિટલ બંધાવીએ… જ્યાં સમગ્ર સંસારના ગરીબ યા તવંગર લોકો માટે એક પણ પૈસો લીધા વિના મફતમાં સારવાર થઈ શકે. મતલબ કોઈ ગરીબનું કરોડ રૂપિયાનું ઓપરેશન પણ વિના મૂલ્યે થઈ શકે…! આમાં ઈશ્વર અને અલ્લાહ કરતાં પણ શાણા હિન્દુ અને મુસ્લિમોની ભૂમિકા બહુ મોટી હોઈ શકે. દોસ્તો, જે દિવસે આવું થઈ શકશે તે દિવસે અમે સ્વર્ગમાં હોઈશું તો પણ બહુ આનંદ થશે. બાકી અત્યારે તો અમારી સ્થિતિ  એવી છે: ‘ગૂંગે કો સપનો ભયો… સમજ સમજ પસ્તાય…!’  એની વે… બેસ્ટ ઓફ લક ટુ મેન કાઈન્ડ…!!! (આપના વિચારો જાણવા જરૂર ગમશે)

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s