આદરણીયશ્રી નાનુબાપા,

           નવસારીથી દિનેશ પાંચાલના પ્રણામ. જેમણે મારા ત્રણ પુસ્તકો છાપ્યા હતાં (અને તે પૈકી એકને એવોર્ડ પણ મળ્યો હતો) એ મારા પરમ સાહિત્યમિત્ર એવા જનકભાઈ સાથે હમણા થોડા સમય પર જ મારી ઈમેલ દ્વારા છેલ્લી વાત થઈ હતી. તેમણે એકાક્ષરી જવાબમાં લખ્યું હતું– ‘સારુ’. (એ સારુ શબ્દ મારા એ પ્રસ્તાવનો જવાબ હતો જેમાં મેં તેમને લખ્યું હતું કે મેં ઈન્ટરનેટ પર ‘ઈન્ટરવ્યૂ’ વિભાગ ચાલુ કર્યો છે. હું તેમાં તમારો અને નાનુબાપાનો સુંદર ઈન્ટરવ્યૂ મૂકવા માગું છું તમે સમય કાઢશોને…?) એમની સાથેનું એ મારું છેલ્લું કોમ્યુનિકેશન હતું. હું જાણતો નથી કે જનકભાઈની એવી કઈ મજબૂરી હતી કે મને આપેલું વચન તેઓ પુરું કરી શક્યા નહીં? ખેર… ઈમેલ પર એમના દુ:ખદ સમાચાર વાંચી દુ:ખ સાથે એક ફિલ્મીગીતની પંક્તિ યાદ આવી ગઈ: ‘દુનિયા સે જાનેવાલે જાને ચલે જાતે હૈં કહાં…? કોઈ કૈસે ઢૂંઢે ઉનકો, નહીં કદમોં કે નિશાં…!! આયે જાયે ખત ના ખબરિયા… આયે જબ જબ ઉનકી યાદેં… આયે આંખોંમેં બરસાતે… જા કે ફિર ના આને વાલે જાને ચલે જાતેં હૈં કહાં…?’

        જનકભાઈમાં તમારો સાહિત્યસંસ્કારનો વારસો ઉતર્યો હતો એથી તેઓ મોરનું ઈંડુ હતાં. હું આ એટલા માટે કહું છું કે વર્ષો પૂર્વે મેં તમારી એક ખૂબ સુંદર નવલકથા વાંચી હતી. (કદાચ તેનું નામ હતું: ‘વિતી જશે આ રાત…!’) જનકભાઈનું ચિંતન ખૂબ જીવનલક્ષી હતું. તેમની નવલકથાથી પણ હું પરિચિત છું. પણ મને લાગે છે કે તેઓ ‘ગુજરાતમિત્ર’ની તેમની કોલમ ‘મનના મઝધારેથી’ દ્વારા ખૂબ સફળ કટારલેખક તરીકે ઉભરી શક્યા હતા. એથી મને એમ કહેવાનું મન થાય છે કે જેમ રમણ પાઠકની સ્મૃતિમાં દર વર્ષૅ ‘રમણભ્રમણ ચંદ્રક’ આપવામાં આવે છે તે રીતે જનક નાયકની સાહિત્યિક સ્મૃતિ જળવાય રહે તે માટે સાહિત્ય સંગમ તરફથી તમારે ‘જનક ચંદ્રક’ જેવો કોઈ એવોર્ડ ચાલુ કરવો જોઈએ. ‘ગુજરાતમિત્ર’માં એ દર મંગળવારે ખૂબ સુંદર કોલમ લખતા હતાં એથી એમની પુણ્ય સ્મૃતિમાં સાહિત્ય સંગમ તરફથી દર વર્ષે ‘શ્રેષ્ઠ કોલમીસ્ટ’ તરીકેનો (‘જનકચંદ્રક’) એવોર્ડ આપવો જોઈએ. નાનુભાઈ, હું શ્રાદ્ધ વગેરેમાં માનતો નથી પણ મને લાગે છે કે એક લેખકે જેમાં સર્વશ્રષ્ઠ યોગદાન આપ્યું હોય તે વિભાગમાં (એટલે કે કટારલેખન માટે) તેમના નામે એવોર્ડ ચાલુ થાય તો એ તેમનું ‘શ્રેષ્ઠ શ્રાદ્ધ’ બની રહેશે.

        અત્યારે તો મારી સંપુર્ણ સહાનુભૂતિ તમારી સાથે છે. તમને કેટલું દુ:ખ થયું હશે તેનો વિચાર કરું છું ત્યારે એક ફિલ્મી ડાયલોગનું સ્મરણ થાય છે. ‘શોલે’ ફિલ્મ તમે જોઈ જ હશે. તેમાં એક યુવાન દીકરાનું મૃત્યુ થાય છે ત્યારે સચીનના ઘરડા પિતા (એ.કે. હંગલ) કહે છે: ‘કૌન યે બોજ ઉઠા નહીં શકતા ભાઈ…? જાનતે હો દુનિયામેં સબસે બડા બોજ કોનસા હૈ? બૂઢે બાપકે કંધ્ધે પે બેટે કા જનાજા…!’ તમારે જનકભાઈનું મૃત્યુ જોવું પડ્યું તે સ્થિતિમાં કોઈને પણ એ ડાયલોગ યાદ આવી શકે. જનકભાઈના મૃત્યુને તમે જરૂર કોઈને કોઈ રીતે અમર કરશો તો માત્ર તમારા કુટુંબીજનોને જ નહીં પણ સદગતના વિશાળ વાચકવર્ગને પણ જરૂર આનંદ થશે.

        પ્રભુ આ દુ:ખદ સમયની વેદના જીરવી જવાની આપને તથા આપના સૌ પરિવારજનોને શક્તિ આપે એવી પ્રભુપ્રાર્થના…!!

–દિનેશ પાંચાલ, સી–૧૨, મજૂર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, પોસ્ટ: કાલિયાવાડી, જમાલપોર, તા. નવસારી – ૩૯૬ ૪૨૭.  મોબાઈલ: ૯૪૨૮૧ ૬૦૫૦૮

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s