માણસના મુંઝવે એવા માપદંડ

      માણસને પોતાની સફળતાનું ગૌરવ હોય છે. પણ નિષ્ફળતાની ટકાવારી તે સગવડ પૂર્વક વિસરી જાય છે. સમગ્ર અભ્યાસિક કારકિર્દી દરમિયાન માંડ પોઈન્ટ પર પાસ થઈને આગળ વધેલો વિદ્યાર્થી છેલ્લે ડૉક્ટર બને પછી “ડૉક્ટર” શબ્દ તેની પ્રતિષ્ઠાની પાઘડી બની જાય છે. (પાઘડી અંદરના ભાગે ફાટેલી હોય તોય લોકોને તે દેખાતું નથી) “ડૉક્ટર” નામની રેડીમેડ પદવી નીચે તેની સમગ્ર એકેડેમિક નબળાઈઓ ઢંકાઈ જાય છે. ક્યારેક તો એવા બનાવટી “ડૉક્ટર”ના ક્લીનિક અસલી “ડૉક્ટર” કરતાં પણ વધુ ચાલે છે. તાત્પર્ય એટલું જ કે બજારમાં ફરતી ૧૦૦૦ની નકલી નોટને સાચી નોટની કનડગત થતી નથી. હા, એ જરૂર સ્વીકારવું રહ્યું કે બનાવટી નોટ કરતાં બનાવટી ડૉક્ટરનું નુકસાન જીવલેણ હોય છે. સમાજમાં એક ભૂવો નિષ્ફળ જાય તેમાં એટલું નુકસાન નથી જેટલું પાંચ હજારનું એક બનાવટી ઈંજેકશન ફેઈલ જાય તેનું છે. આપણો માપદંડ ડૉક્ટર નહીં તેનો સ્થેટેસ્કોપ રહ્યો છે. એ સ્થેટેસ્કોપ કમ્પાઉન્ડરના ગળામાં લટકતું હોય તો તેને ય આપણે ડૉક્ટર માની લઈએ છીએ. આપણી એવી ખામી ભરેલી માપણીને કારણે ભગવા વસ્ત્રોમાં કોઈ “ભાઈ” છૂપાયો હોય તેને આપણે સાષ્ટાંગ દંડવત કરીએ છીએ. અને કૂતરાનું ચામડું ઓઢીને વાઘ બેઠો હોય તેને “હડ” કહી બેસીએ છીએ.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s