બ્રહ્મચર્ય બંડ પોકારે ત્યારે શ્રદ્ધાનું શિયળ લૂંટાય

           સમાજની સાધારણ ફૂટપટ્ટી મુજબ મોટાભાગના શિક્ષકો “ગુરુ દેવો ભવ” ગણાય છે. પણ ક્યારેક એ ગુરુઓ દેવને બદલે ગુરુઘંટાલ બની જાય ત્યારે આખો સમાજ વિશ્વાસઘાત અનુભવે છે. જામનગરમાં એક આદિવાસી વિદ્યાર્થીની પર છ શિક્ષકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. એમાના એક શિક્ષકને બેસ્ટ શિક્ષકનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો હતો. એણે વસ્ત્રો ઉતાર્યા તે ભેગો એવોર્ડ પણ ઉતરી ગયો હતો. સ્વામી સંપ્રદાયના કેટલાંક પ્રતિષ્ઠિત સાધુઓએ પણ તેમની ભક્તાણીઓને ભોગ બનાવી હતી. પુન: કહેવાનું પ્રાપ્ત થાય છે કે ધર્મને નામે બળજબરીથી ઠોકી બેસાડેલું બ્રહ્મચર્ય બંડ પોકારે ત્યારે શ્રદ્ધાનું શિયળ લૂંટાય છે. દરેક ધર્મગુરૂઓએ એ સમાજને સમજાવવું જોઈએ કે કુદરતે નિર્ધારેલા પ્રાકૃતિક નિયમોને ઉલ્લંઘીને માણસ જીવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે નાક બંધ કરીને જીવવાની મથામણ કરતો હોય એવું લાગે છે. માટે દરેકે સંસાર ત્યજીને સાધુ બની જવાની જરૂર નથી.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s