બગસરાની બૈરી…!

        બગસરાનું નકલી સોનુ અસલી સોનાને ઝાંખુ પાડી દે એટલું ચમકે છે. આ મોંઘવારીમાં એવા જૂઠા સોનાની શોધને કારણે ગરીબ પતિઓની લાજ રહી શકી છે. (પરંતુ એ નકલી સોનાનો ચમકારો પતિને બદલે ક્યારેક ચોરની આંખો આંજી દે છે ત્યારે હાર ભેગું ગળાનું ય આવી બને છે) બચુભાઈ કહે છે, ‘માત્ર ઘરેણા જ નહીં ક્યારેક બૈરી પણ બગસરાની નીકળે છે. બગસરાની જેમ તેની ચમક પણ એકાદ વર્ષ જ ચાલે છે. મુશ્કેલી ત્યાં છે કે બગસરુ એક વર્ષ પહેલાં કાળુ પડતું નથી. પત્ની ય એક વર્ષ સુધી ફૂલગુલાબી રહે છે. પછી થાય છે એવું કે પ્રોબેશન પર નોકરી કરી રહેલો કર્મચારી પરમેનન્ટ થઈ ગયા પછી દાદાગીરી કરતો થઈ જાય છે તેમ બે ચાર વર્ષ પછી પત્નીનો પણ તેવર બદલાઈ જાય છે. પતિની નાની સાઈઝની ગુસ્તાખી બદલ પણ તે ચંડિકા બનીને સુણાવી દે છે: ‘જેવી છું તેવી… ન પરવડતું હોય તો ભરણપોષણના પૂરા પંદર લાખ છૂટા કરી દો એટલે… ઘડીનો ય વિલંબ કર્યા વિના તમારું ઘર છોડી દંઉ…!’ પતિદેવનો ધંધાદારી આત્મા મનોમન હિસાબ લગાવી બોલી ઊઠે છે: ‘ઘરમાંથી ભંગોર કાઢવાના પૂરા પંદર લાખ…? ના બાબા… ના…! એટલી મોંઘી સોદાબાજી કરીશું તો લોકો પાગલ કહેશે!’ અને તે સમસમીને બેસી રહે છે. એવા વિક્ટીમાઈઝ્ડ પતિઓને જ સમજાય છે કે સોનામાં છેતરાવા કરતાં સંબંધોમાં છેતરાવાની વેદના પૂરા ૨૪ કૅરેટની હોય છે. ઘરેણા નકલી નીકળે તો બદલાવી શકાય… ગૃહિણી એવી નીકળે તો તેને બદલી આપવાની ગેરન્ટી હજી સુધી કોઈ પિતાએ આપી નથી. સપ્તપદીની સાક્ષીએ બંધાતો સાત પેઢીનો સંબંધ ક્યારેક સાત લિવરનું ખંભાતી તાળુ બની જાય છે. આપણે ત્યાં લગ્ન આસાન છે; છૂટાછેડા અભિમન્યુના આઠમા કોઠા જેટલા અઘરા…! એથી દાંપત્ય જીવન સ્વીટહોમને બદલે જીવનની જેલ બની જાય છે…!dineshpanchal.249@gmail.com Mo:9428160508 dineshpanchalblog.wordpress.com    

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s