બ્રહ્મચર્યની વાસ્તવિક્તા સમજીએ

       જીવન સરિતાને તીરે…             ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યયથી સાભાર              દિનેશ પાંચાલ
      (રવિ પૂર્તિ)                                            તા. 13-01-19 માટે                           મો : 94281 60508

                                             બ્રહ્મચર્યની વાસ્તવિક્તા સમજીએ

            બ્રહ્મચર્ય વિશે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સદીઓથી મતભેદો રહેતા આવ્યાં છે. સેક્સોલોજીસ્ટો કહે છે ધર્મગ્રંથોમાં બ્રહ્મચર્યનું જે યશોગાન કરવામાં આવ્યું છે તેનો જીવાતી જિંદગી સાથે કોઈ મેળ ખાતો નથી. બલકે સત્ય એ છે કે કુદરતનો ઝોક બ્રહ્મચર્ય તરફ નહીં પણ સેક્સ તરફ વધુ છે. કેટલાંક સંતો કહે છેઃ ‘બ્રહ્મચર્યથી બળ–બુદ્ધિ વધે છે. ચહેરાનું તેજ વધે છે. દેહ નિરોગી રહે છે અને ઇશ્વર પ્રાપ્તિ થઇ શકે છે.’ બ્રહ્મચર્યની આ અતિરેક ભરી પ્રશસ્તિ છે, જે ખાસ્સી અવૈજ્ઞાનિક છે. સ્વામીશ્રી સચ્ચિ્દાનંદજીએ એનો છેદ ઉડાડતાં કહ્યું છેઃ ‘બ્રહ્મચર્યથી ચહેરાનું તેજ વધે એ ભ્રાંતિભરી માન્યતા છે. ઘણીવાર સાધુ સંતો કરતાં સંસારીઓના ચહેરા પર વધુ તેજ જોવા મળે છે!’ (ગઈકાલે જેમની જન્મજયંતિ ગઈ એ સ્વામી વિવેકાનંદજી પણ બ્રહ્મચર્ય વિશે એવા જ વિચારો ધરાવતા હતા)
બ્રહ્મચર્ય વિષે અમેરિકન હાસ્યવલેખક માર્કટવેઇનની દલીલો વધુ તાર્કિક છે. ‘ગટસ’ નામના એક વિખ્યાત મેંગેઝીનમાં અમેરિકાના પોપ ફાધર લાર્સન હેરી સાથે એમને માનવીય યૌન સંબંધો અંગે મતભેદો પડયા હતા. જવાબમાં માર્કટવેઇને લખ્યુંહ હતું: ‘બે વિજાતીય પાત્રો ભેગા મળી શરીરસુખ માણે એ બે હાથે તાળી પાડવા જેવી સાધારણ ઘટના છે. તાળી ન પાડવી એ માણસની મનસુફીની વાત છે, પણ તાળી ન પાડવાથી માણસ મહાન બની જતો નથી!’ માર્કટવેઇનની વાતમાં રમૂજ કરતાં ગંભીરતાનો રણકો વધુ છે. બ્રહ્મચર્યથી કલ્યાોણ થતું હોત તો વર્ષોથી હિમાલય પર તપ કરતા ઋષિમુનિઓ વિજ્ઞાનથી ય આગળ નીકળી ગયા હોત. પણ વૈજ્ઞાનિકો આકાશને આંબીને ચંદ્ર સુધી પહોંચી શક્યા્ છે. પરંતુ ઋષિમુનિઓ ઇશ્વર સુધી પણ પહોંચી શક્યા નથી. તેઓ પણ સંસારના કરોડો સાધારણ મનુષ્યો જેવું જ મૃત્યુ પામતા હોય છે. દુનિયાના વિકાસમાં ખપ લાગે એવી એક પણ શોધ એમણે કરી નથી. તેમને પણ સુગર, પ્રેસર કે લકવો થાય છે. માથુ દુઃખે ત્યાગરે તેઓ પણ ‘એસ્પ્રો ‘ લે છે. સુપ્રસિદ્ધ સેક્સોલોજીસ્ટ ડો. હેવલોક એલીસ સાહેબને ચર્ચના પાદરીઓ સાથે વિવાદ થયો હતો. તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું: ‘બ્રહ્મચર્ય એ માનવીની કોઇ જ ગૌરવયુક્તચ સિદ્ધિ નથી. ધર્મ અને પ્રભુ ભક્તિને કારણે એને મહત્ત્વ મળ્યું છે, અન્યથા જાતીય બાબત એ અન્ય કુદરતી આવેગો જેવી સાધારણ પ્રક્રિયા માત્ર છે. કુદરતી વ્યવસ્થાં મુજબ માણસથી તેની ક્ષમતા કરતાં અધિક જાતીય સુખ ભોગવી શકાતું નથી. દરેક માણસમાં કુદરતે આવેગોનો સેફટીવાલ્વબ મૂક્યો છે. એ રીતે બ્રહ્મચર્યની જરૂરિયાત કુદરતે જ રહેવા દીધી નથી. વયવૃદ્ધિ સાથે કુદરતી રીતે જ માણસની જાતીય ઇચ્છાચઓનું નિયમન થાય છે.’ ૨૧ વર્ષે તમે જેટલું દોડી શકો તેટલું ૮૧ વર્ષે નહીં દોડાય એ કુદરતી છે.
      મુનિ વાત્સાયને માનવીની જાતીયતાને પુરસ્કારતો એક અદ્‌ભૂત ગ્રંથ ‘કામસૂત્ર’ રચ્યો હતો. ઓશો રજનીશજીએ કામસૂત્રને ધર્મગ્રંથ સમુ સન્માનન મળવુ જોઇએ એવી વાત કહી હતી. કુદરતે એવું આયોજન કર્યું છે કે માણસ ઇચ્છે તો સંયમ્ પૂર્વક પોતાના આવેગો પર કાબુ રાખી શકે છે. રંગમંચ પર ઘૂમતી સ્પોટ લાઇટો તમે જોઇ હશે. એ લાઇટની જેમ માણસ સેક્સ પરથી મન હટાવી આધ્યામત્મિક્તાત કે પ્રભુ ભકિત તરફ ચિત્ત વાળી શકે છે. સમજદાર માણસો જીવનમાં વિવેકબુદ્ધિ પૂર્વક જાતીયતાનો વિનિયોગ કરે છે. માંદગી કે અન્ય કારણોસર માણસના સંજોગો એને સેક્સ વિમૂખ બનવાની ફરજ પાડતા હોય ત્યારે બ્રહ્મચર્ય પાળવુ ખોટું નથી. પરંતુ વાજબી કારણ વિના, ભર યૌવનમાં કેવળ મોક્ષ પ્રાપ્તિ કે પ્રભુપ્રાપ્તિ અર્થે બ્રહ્મચર્યને નામે દેહદમન કરવું એ અકુદરતી છે. સ્વામમી સચ્ચિાદાનંદજી કહે છેઃ ‘ઘણા સાધુઓ પોતાની શિષ્યાાઓ સાથે અનૈતિક સંબંધોમાં સરી પડે છે તેમાં તેમનો ઝાઝો દોષ હોતો નથી. સમાજમાં આઠ નવ વર્ષના બાળકોને દિક્ષા ગ્રહણ કરાવી નાનપણમાં જ સંસાર વિમુખ બનાવી દેવામાં આવે છે. બાળવયે તેમનામાં જાતીયતાનો આવિર્ભાવ થયો હોતો નથી, એથી તે સમયે સાધુ બની જવામાં તકલીફ પડતી નથી. પરંતુ તે યુવાન બને છે ત્યારે કુદરતી વૃત્તિ બળ કરીને માથુ ઊંચકે છે અને તેઓ ચોરીછુપીથી શિષ્યાઓ કે સાધવીઓ જોડે અનૈતિક સંબંધો બાધવા મજબૂર બને છે. કુદરતી વ્યવસ્થાને અવગણવાથી આવા સ્ખલનો થાય છે.’ વાત સાચી છે. થોડા સમય પહેલાં આસારામ બાપુ અને તેના દીકરા નારાયણ સાંઇના એવા જ જાતીય સ્ખલનોથી અખબારોના પાનાઓ ભરચક રહ્યાં હતાં.
      દોસ્તો, શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાય (સાંખ્ય યોગ)ના 58મા શ્લો્કમાં બ્રહ્મચર્ય વિષે કહેવાયું છે કે કાચબો બધી બાજુથી પોતાના અંગોને સંકોરી લે તે રીતે પુરુષો ઇન્દ્રિયયોમાંથી જાતીયતાને સંકોરી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિંર બને છે. હવે વાસ્ત વિક્તા સાંભળો. જેમણે લગ્ન કરી આખી જિંદગી શરીરસુખ ભોગવ્યું છે તેવા લોકોની બુદ્ધિને આજપર્યંત કોઇ વાંધો આવ્યો નથી. બલકે સેક્સ હાનીકારક નહીં ફાયદાકારક છે એવું વિજ્ઞાન દ્વારા પ્રૂવ થયું છે. પુરાણોમાં નજર કરીએ તો જાણવા મળે છે કે આપણાં ઘણા બધા ઋષિમુનીઓ તથા ભગવાનો પરણેલા હતાં. મુનિ અગત્સ્ય લોપામુદ્રાને પરણ્યાા હતા. દ્રોણાચાર્ય કૃપીને, વશિષ્ટે અરૂંધતિને અને ગૌતમ ઋષિ અહલ્યાને પરણ્યાણ હતાં. મુનિ ચિત્રભાનુએ તો સાધુ જીવન ત્યજીને લગ્ન પણ કરી લીધાં હતાં. મહમદ પયગમ્બર પણ પરિણિત હતા. જલારામ બાપાને પણ પત્ની હતી. ગણેશ ભગવાનને તો બબ્બેં પત્ની હતી- રિદ્ધિ અને સિદ્ધિ. કથાકાર શ્રી મોરારિબાપુ પણ પરણેલા છે. શ્રી રામચંદ્રજી, કૃષ્ણ ભગવાન, શંકરભગવાન, વિષ્ણુ ભગવાન.. કેટલા નામ ગણાવીએ? બ્રહ્મચર્યનું પાલન ન કરવાને કારણે તેમના જપ, તપ, સાધના કે સિદ્ધિમાં કોઇ અડચણ ઊભી થઇ નહોતી.
                                                                           ધૂપછાંવ
જેલના કેદીઓએ ફરજિયાત બ્રહ્મચર્ય પાળવું પડે છે. કોઈ કેદી ચૌદ વર્ષનો જેલવાસ ભોગવી બહાર આવે ત્યારે બ્રહ્મચર્યના પ્રતાપે તે સંત બનીને બહાર આવ્યો હોય એવું બન્યું નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s