વ્યભિચારોની વ્યાપક વેદના

 

જીવન સરિતાને તીરે…      ‘ગુજરાતમિત્ર’ના સૌજન્‍યથી સાભાર               ‑ દિનેશ પાંચાલ

  (રવિ પૂર્તિ)                  તા.   31-03-19  માટે            મો : 94281 605                               વ્યભિચારોની વ્‍યાપક વેદના

           સમાજમાં વધ્‍યે જતા બળાત્‍કારોનું દુઃખ સૌને છે પણ એનો ઉપાય શો? અગ્નિસ્‍નાનના કિસ્‍સાઓનો ઝીણવટથી અભ્‍યાસ કરશો તો જણાશે કે સ્ત્રીઓના જીવનમાં ક્‍યારેક એવી સ્‍થિતિ ઉદ્‌ભવે છે  કે મૃત્‍યુ પામવાથી જે વેદના થાય તેના કરતાં જીવનમાં ઊભી થયેલી કોઇ સમસ્‍યાની પીડા વધી જાય છે. આવું થાય ત્‍યારે તે ઊંઘની સામટી ગોળીઓ ગળી લઇને કાયમને માટે આફત સામે આંખ મીંચી લે છે. મતલબ ઓછી વેદનાવાળો (આપઘાતનો) ઉપાય અજમાવીને પેલી મોટી વેદનામાંથી મુક્‍તિ મેળવી લે છે. બળાત્‍કારોનું પણ કંઇક એવું જ ગણિત છે. માણસની પ્રકૃતિદત્ત જાતીયતામાં હવે એટલી હદે વધારો થયો છે કે બળાત્‍કાર કરવાથી થનારી બેઇજ્જતીના ભયને અવગણીને પણ તે બળાત્‍કાર કરી લે છે. એની સેક્‍સતૃષા એવી તીવ્ર બની છે કે તે ઝેર પણ ગટગટાવી જાય છે. ટીવી- વિડિયો અને મોબાઇલના આ યુગમાં પોર્નફિલ્‍મો સહજપ્રાપ્‍ય બની છે. એ ફિલ્‍મો માણસના મર્કટ મન સામે જાતીયતાનો છલોછલ જામ ધરવાનું કામ કરતી આવી છે. આજે ત્રણ મહિનાની બાળકી પર બળાત્‍કારો થાય છે. (રાક્ષસયુગમાં પણ ત્રણ મહિનાની બાળકી પર એવી  હેવાનિયત આચરવામાં આવતી નહોતી. તે સમયે કૈકઇ, મંથરા  હોલિકા, પુતના કે હેડંબા જેવી ખલનાયિકાઓ પર પણ કદી બળાત્‍કારો થયા ન હતા. આજે ફૂલનદેવી અને ભંવરીદેવી પર બળાત્‍કારો થયા છે. સમાજની બહેન દીકરીઓ તો સલામત નથી જ પણ પોલીસની વર્દી પહેરેલી મહિલા પણ સુરક્ષિત નથી. એનાં કારણો ઘણાં છે પણ એક મહત્‍વનું કારણ કાયદો અને ન્‍યાયની કથળેલી સ્‍થિતિ છે. કાયદો માટીની તલવાર જેવો અને સજા ફૂલના દડા જેવી છે. જેમની પાસે બળ અને સત્તા છે એવા પોલીસો, સરકારી બાબુઓ, અસામાજિક તત્‍વો અને રાજકારણીઓને સત્તાની અદ્રશ્‍ય ઢાલ બચાવી લે છે. બચુભાઇ કહે છેઃ ‘બાપે સગી દીકરી પર બળાત્‍કાર કર્યો હોય એવા કિસ્‍સાઓ પણ બનતા રહે છે. જે ઘરમાં ખુદ ગુરખો ચોરી કરે તે ઘરને કોણ બચાવી શકે?’

        મૂળ વાત પોર્નોગ્રાફીના દુષણની છે. પરિણિતો માટે તેમના શયનકક્ષમાં કદાચ એ ઉચિત હોઇ શકે પણ અપરિણિતો માટે  પોર્નોગ્રાફી દિમાગમાં ભયંકર જાતીય વિસ્‍ફોટ પેદા કરે છે. એ નિહાળ્‍યા બાદ યુવાનોનો જાતીય આવેગ  તડકે તપેલા ફટાકડાની જેમ ઊગ્ર બની જાય છે. ઝાઝા દિવસો વિત્‍યા નથી. સુરતમાં ત્રણ મહિનાની બાળકી પર બળાત્‍કાર ગુજારનારા યુવકે કહ્યું હતું કે મોબાઇલ પર પોર્નોગ્રાફી જોયા પછી તે વિહવળ બની ગયો હતો. દેહરાદૂનની બોર્ડિંગ સ્‍કૂલમાં દશમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની પર ચાર વિદ્યાર્થીઓએ સામૂહિક બળાત્‍કાર કર્યો હતો. તે વિદ્યાર્થીઓએ પણ પોલીસમાં કબુલ્‍યું હતું કે પોર્નોગ્રાફી જોયા બાદ તેમણે ગેંગરેપનો પ્‍લાન બનાવ્‍યો હતો. એ ઘટનાને દુઃખદ વળાંક એ મળ્‍યો કે કન્‍યા ગર્ભવતી થઇ તે વાતની પહેલી  જાણ સ્‍કૂલવાળાઓને થઇ. સ્‍કૂલના વ્‍યવસ્‍થાપકોએ (પોતાની ચામડી બચાવવા) છોકરીના માબાપને જણાવવાને બદલે તેનો ગર્ભપાત કરાવવાની કોશિષ કરી. પણ કોઈને કોઈ રીતે એ ઘટના અખબારોમાં જાહેર થઈ ગઈ. એથી  હાઈકોર્ટના ચીફ જજ રાજેશ શર્મા અને મનોજ મિશ્રાએ ઇન્‍ટરનેટ પર કેસ દાખલ કર્યો અને પોર્નસાઇટો બ્‍લોક કરવાનો આદેશ આપ્‍યો. દોસ્‍તો, વર્ષોથી ઇડિયટ બોક્ષ આ રતિક્રિડાની રાસલીલા રજૂ કરતું આવ્‍યું છે. વિશ્વભરમાં શસ્ત્રો અને ડ્રગ્‍સ પછીનો કોઇ મોટો બિઝનેસ હોય તો આ પોર્નોગ્રાફી છે. ર015માં કેન્‍દ્ર સરકારે એવી 857 વેબસાઇટો બ્‍લોક કરવાનો આદેશ આપ્‍યો હતો. પણ પોર્ન-પ્રસારણ બંધ થતાંવેંત સ્‍થાપિત હિતો અકળાઇ ઊઠયા. તેમના કરોડોના કારોબારને ટૂંપો દેવાયો. તે સૌનું સામૂહિક દબાણ વધતાં સરકારે તે પરિપત્ર રદ કર્યો. પરિણામે આજે સ્‍થિતિ એ છે કે ટીવી મોબાઇલો પર (જાહેર રામકથાની જેમ) બિભત્‍સ ફિલ્‍મો આખો સમાજ જોઇ શકે છે. યુવાનો માટે એવી ફિલ્‍મો મર્કટને મદિરા પાવા જેવી જોખમી  છે. તાજેતરમાં દેહરાદૂનમાં સ્‍કૂલના વિદ્યાર્થીઓએ પોર્નફિલ્‍મ જોઇને 16 વર્ષની કન્‍યા સાથે દુષ્‍કૃત્‍ય આચર્યું. એ ઘટનાથી હચમચી ગયેલી ઉત્તરાખંડ હાઇકોર્ટે ‘સુઓ મોટો’ કેસ દાખલ કરીને કેન્‍દ્ર સરકારને કડક ચેતવણી આપી કે તે 2015ના સરકારી પરિપત્રનો કડક અમલ કરે. પણ સરકારના પોલા પગ અને સ્‍થાપિત હિતોનું પ્રબળ વર્ચસ્‍વ… ઉપરથી રાજકીય વગ.. એ બધાં અવરોધોને કારણે પોર્નોગ્રાફીનું બિભત્‍સ પ્રસારણ પૂર્વવત્‌ ચાલુ છે. દુઃખની વાત એ છે કે સુપ્રિમ કોર્ટના જજોએ પણ પોર્નોગ્રાફીને જીવાડવામાં આડકતરી રીતે પ્રોત્‍સાહક ભૂમિકા ભજવી છે. ઇન્‍દોરના ધારાશાસ્ત્રી કમલેશ વસાવાએ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકવા માટે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂક્‍યો ય ખરો પણ તેની સામે સોશિયલ મિડિયા પર જોરદાર ઝુંબેશ શરુ થઇ એથી સરકારે ચાર જ દિવસમાં તે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. એટલું જ નહીં સુપ્રિમ કોર્ટના ન્‍યાયમૂર્તિઓ દ્વારા એવી ટિપ્‍પણીઓ કરવામાં આવી કે લોકોને ખાનગીમાં પ્રોર્નોગ્રાફી નિહાળતા રોકવાથી તેમની સ્‍વતંત્રતા પર તરાપ મારેલી ગણાશે.

        આમ  સરકાર, પ્રજા, અને ઇન્‍ટરનેટની 857 પોર્ન વેબસાઇટ વચ્‍ચેનો ત્રિપાંખીયો જંગ જારી છે. પોર્નોગ્રાફીને કારણે કરોડોનો ડેટા વેચતી મોબોઇલ સર્વિસના પ્રોવાઇડરોનો ધંધો બંધ થાય તે તેમને પરવડે એમ નથી. બીજી તરફ ચાઇલ્‍ડ પોર્નોગ્રાફી બંધ કરાવવાનો સરકારનો સગવડિયો નિર્ણય (તમાકુ વેચવા દેવો અને બીડી પર પ્રતિબંધ મૂકવા જેવી) ભૂલ છે. કેમકે એડલ્‍ટ પોર્નોગ્રાફી બાળકો ન જોઇ શકે એવી કોઇ વ્‍યવસ્‍થા સમાજ કે સરકાર પાસે નથી. થવું જોઇએ એવું કે દરેક કોમના મુલ્લાં મહંત કે પાદરીઓ  તથા સમાજના તમામ હિતચિંતકો એક છત તળે એકઠાં થઇને ટીવી પર રજૂ થતી પોર્નફિલ્‍મોની અશ્‍લિલતાને રોકવા એડીચોટીનું જોર લગાવવું જોઇએ. બાકી અત્‍યારે તો  ઇડિયટ બોક્ષ પરથી સેક્‍સના જીવલેણ વાયરસ  તીડના ટોળાંની જેમ સમાજમાં ફેલાઇ રહ્યાં છે.

                                                 ધૂપછાંવ

       એક પોર્નોગ્રાફી સમાજમાં કેટલા બળાત્‍કારીઓને  ટ્રેનીંગ આપે છે તેની કલ્‍પના કોઇને આવે કે ન આવે, સરકારને અચૂક આવવી જોઇએ.

સ્નાન અને સુહાગરાત

જાહેરમાં નિર્વસ્ત્ર ન થવાય અને બાથરૂમમાં રેઈનકોટ પહેરીને ન્હાવા ન બેસાય, તેમ લગ્ન મહોલ્લામાં થાય પણ સુહાગરાત શેરી વચ્ચે ન ઉજવાય..!

                          –દિનેશ પાંચાલ

તેજી મંદી

       અફવાઓના બજારમાં તેજી અને સત્યના શેરબજારમાં મંદી હોય છે. ગાંધીજીની આત્મકથા કરતાં ચંબલના ડાકુઓની કથાઓનું વેચાણ વધારે રહ્યુ છે.                  –દિનેશ પાંચાલ

  લાઇબ્રેરીઓના સંચાલકો આટલું વિચારે

 

જીવન સરિતાને તીરે…           ‘ગુજરાતમિત્ર’ના સૌજન્‍યથી સાભાર              ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                 તા.   24-03-19  માટે                              મો : 94281 605

        લાઇબ્રેરીઓના સંચાલકો આટલું વિચારે

         શિક્ષકો ભાવિ સમાજના ઘડવૈયા ગણાય છે તે રીતે લાઇબ્રેરીઓ પણ નાગરિકોના ઘડતરનું કામ કરે છે. ‘મને ગમતું પુસ્‍તક’નો કાર્યક્રમ હવે નવસારીથી આગળ વધીને આખા રાજ્‍યમાં વિસ્‍તરી ચૂક્‍યો છે. આ ‘ચિંતન યજ્ઞ’ જરૂર આવકાર્ય છે  પણ સમગ્ર દેશના વિકાસની સાથોસાથ અંધશ્રદ્ધાની પણ ઉન્નતિ થતી જાય છે તે દુઃખની વાત છે. સમાજમાં ચોમેર યજ્ઞોના ધુમાડા નીકળતાં રહે છે. મંદિરોમાં ઢોલ નગારા સાથે આરતીઓ થતી રહે છે. સમાજ ‘ઓવર ધાર્મિક્‍તા’ તરફ ધસી રહ્યો છે. જાહેર રસ્‍તાઓ બંધ કરીને ત્‍યાં યજ્ઞો કરવામાં આવે છે. (પોલીસો ત્‍યાંથી પસાર થાય ત્‍યારે માથુ નમાવવાનું ચૂકતા નથી) જૂની પેઢીના લોકોની જૂનવાણી માનસિક્‍તામાં ખાસ સુધારો થઇ શકવાનો નથી પણ તેઓ નવી પેઢીને પણ બગાડી રહ્યાં છે.  હમણાં બાર સાયન્‍સમાં પ્રથમ આવનાર એક વિદ્યાર્થીએ જે કહ્યું તે સાંભળી (તમે આસ્‍તિક હશો તોય) ચોંકી જશો. એણે કહ્યું: ‘અંકલ, હું પહેલા ધોરણથી બારમા સુધીમાં ફક્‍ત બે જ વાર ત્રીજા નંબરે પાસ થયો છું.. બાકી હંમેશાં મારો પહેલો નંબર જ આવે છે. એમાં અમારી કૂળદેવી ફલાણી માતાનો બહુ મોટો આશીર્વાદ છે. જ્‍યારે હું પેપર લખવાનું શરુ કરું કે તરત કૂળદેવી મારામાં પ્રવેશે છે અને તે જ મારું આખું પેપર લખે છે. લાઇબ્રેરીની વાચક સ્‍પર્ધામાં પણ હું પ્રથમ આવ્‍યો હતો!’

         અમારા બચુભાઇએ એને બે ત્રણ પ્રશ્નો પૂછ્‍યાં. એમણે પૂછ્‍યું કે, ‘તારી કુળદેવીએ શા માટે તને બે વાર ત્રીજો નંબર આપ્‍યો. હંમેશાં પહેલો નંબર જ કેમ નથી આપતી? એનો અર્થ એ થયો કે તારી કુળદેવીએ પણ તારા સીલેબસનો બરાબર અભ્‍યાસ કર્યો હોતો નથી. એથી બીજો હોશિયાર વિદ્યાર્થી તારી કૂળદેવી કરતાં આગળ નીકળી ગયો. બીજો પ્રશ્ન એ કે કુળદેવીની કૃપાથી જ તું પાસ થતો હોય તો પુસ્‍તકો વાંચવાની કે મોંઘા ટયૂશનો લેવાની શી જરૂર? તું પરીક્ષાના દિવસે જ શાળામાં જાય તો ન ચાલે? ત્રીજો પ્રશ્ન સાંભળઃ ‘તારો નાનો ભાઇ કાયમ પ્રમોશન મેળવીને માંડ ઉપલા ધોરણમાં જાય છે. તારી કુળદેવી તેને કેમ ફુલ્લી પાસ નથી કરતી?  તમારા એક જ કૂળમાં તે આવો પક્ષપાત  કેમ કરે છે?  બચુભાઇએ એક વધારાનો પ્રશ્ન પૂછ્‍યોઃ ‘તું ગુજરાતી ભાષા જાણે છે- ઉર્દુ જાણતો નથી. ધારોકે પ્રયોગરૂપે તને ઉર્દુુનું પેપર આપવામાં આવે તો તેમાં તું પાસ થઇ શકે ખરો? તારી કૂળદેવી જ તારું પેપર લખતી હોય તો એને તો ઉર્દુ આવડતું જ હોયને!’ અંતે બચુભાઇએ તેને કહ્યું: ‘હવે જે છેલ્લો પ્રશ્ન પૂછું તેનો જવાબ તારે ફરજિયાત ‘હા’માં આપવાનો છે. પ્રશ્ન છે- તું સો ટકા અંધશ્રદ્ધાળુ છે- બોલ ‘હા’ કે ‘ના..?’ વિદ્યાર્થી હસીને બચુભાઇ તરફ જોઇ રહ્યો.

         દોસ્‍તો, અંધશ્રદ્ધાનો અતિ બળવાન વાયરસ સમગ્ર દેશમાં ફેલાઇ ચૂક્‍યો છે. સ્‍કૂલના શિક્ષકો ગળે માદળિયાં પહેરીને વિજ્ઞાન ભણાવે છે. શિક્ષણમાં પણ હવે જ્‍યોતિષશાષા દાખલ કરવાની નાપાક કોશિષ થઇ રહી છે. ભવિષ્‍યના ભારતનું સ્‍ટીયરિંગ જેમના હાથમાં આવવાનું છે તેવા વિદ્યાર્થીઓ ભારોભાર અંધશ્રદ્ધાળુ હોય છે. પ્રશ્ન એ છે કે તેમને અંધશ્રધ્‍ધાળુ કોણે બનાવ્‍યા..? નવસારીની વાચક સ્‍પર્ધામાં એક બે વિદ્યાર્થીઓએ ગળામાં માદળિયાં પહેર્યાં હતાં. ‘તેં માદળિયુ કેમ પહેર્યું છે-  એમ પૂછતાં એક વિદ્યાર્થીએ (હાથ ખંજવાળતા) જણાવ્‍યું કે મારી મા કહે છે કે એ પહેરવાથી તારું ખરજવું મટી જશે!’ બીજાએ માદળિયુ પહેરવાના કારણમાં કહ્યું કે એ પહેરવાથી વિદ્યા આવે.. પરીક્ષામાં પહેલો નંબર આવે.. હોશિયાર થવાય..! (હકિકત એ હતી કે બે વર્ષથી તે નાપાસ થતો હતો. બચુભાઇએ તેને કહ્યું: ‘તું આ માદળિયું ફરીથી રિન્‍યૂ કરાવી લે.. આની એક્‍સ્‍પાયરી ડેઇટ ઓવર થઇ ગઇ લાગે છે!’)

          દોસ્‍તો, અખાએ વર્ષો પહેલાં કહ્યું હતું: ‘એક મૂરખને એવી ટેવ, પથ્‍થર એટલા પૂજે દેવ..! નદી દેખી કરે સ્‍નાન, તુલસી દેખી તોડે પાન..! ત્રિલક કરતાં ત્રેપન ગયાં, જપમાળાના નાકા ઘસ્‍યા.. તોય અખા ના આવ્‍યું બ્રહ્મજ્ઞાન..!’ એકવાર ટીવી પર ધોરણ બારના વિદ્યાર્થીઓનો ઇન્‍ટરવ્‍યૂ રજૂ કરવામાં આવ્‍યો હતો. તેમાં ઘણાં વિદ્યાર્થીઓએ એવો જવાબ આપ્‍યો હતો કે અમે બાધા આખડીમાં નથી માનતા પણ માબાપ કહે છે કે બાધા રાખવાથી પરીક્ષામાં પાસ થઇ જવાય છે એથી બાધા રાખી છે!’ જરા વિચારો, અમેરિકામાં  એવા દ્રશ્‍યની કલ્‍પના થઇ શકે ખરી કે કોઇ અમેરિકી યુવક મેડિકલનું ભણતો હોય અને તેણે ગળામાં માદળિયું પહેર્યું હોય?  આપણે ત્‍યાં શ્રદ્ધાના છેતરામણા નામે અંધશ્રદ્ધાનું ચલણ વધતું જાય છે. શ્રધ્‍ધા, શ્રમ અને સબૂરી એ ત્રણ શબ્‍દો આમ તો ગમી જાય એવાં છે પણ વિવેકબદ્ધિ વાપરી એટલું સમજવાની જરૂર છે કે સફળતા માટે સૌ પ્રથમ  શ્રમ તો અચૂક કરવો જ પડે. તે પછી શ્રદ્ધા અને સબૂરીની જરૂર પડે છે. ડફોળ વિદ્યાર્થી ગમે તેટલી શ્રદ્ધા કે સબૂરી રાખે પણ ભણવાનો શ્રમ  જ ના કરે તો તેને દુનિયાની કોઇ કૂળદેવી પાસ કરી શકવાની નથી. જર્મન ફિલોસોફર નિત્‍શે એ કહ્યું હતું: ‘ગોડ ઇઝ ડેડ’ (ભગવાન મરી ગયો છે) આપણે કહી શકીએઃ ‘પણ ચિંતા ના કરો અંધશ્રદ્ધા જીવે છે!’વર્ષોપૂર્વે શ્રી કાંતિ ભટ્ટે એક કિસ્‍સો ટાંકતો જણાવ્‍યું હતું કે તલગાજરડા પાસેના મહુવામાં વિશ્વકર્મા રોડ ઉપર મોહમદભાઇᅠઘાંચીની દુકાન સામે અમારું ઘર હતું. એ મોહમદભાઇની ગલીમાં લોકો સંડાસ કરી જતાં. મોહમદભાઇને બહુ તકલીફ થતી. અંતે એમણે એક યુક્‍તિ આચરી. એઓ ક્‍યાંકથી એક મોટો પથ્‍થર શોધી લાવ્‍યા અને તેના પર તેલ સિંદુર લગાવી ગલીમાં વ્‍યવસ્‍થિત ગોઠવી દીધો.  તે પથ્‍થર આગળ ઘીનો દીવો અને અગરબત્તી પણ સળગાવ્‍યા.  ચમત્‍કાર એ થયો કે લોકો તે પથ્‍થરની પૂજા કરવા લાગ્‍યો. (જ્‍યાં પહેલા સંડાસ કરતાં હતાં ત્‍યાં ફૂલ મૂકી પગે લાગવા માંડયા.) આપણે ત્‍યાં એપાર્ટમેન્‍ટોના દાદરો પર જ્‍યાં બે ખૂણા ભેગાં થાય ત્‍યાં લોકો પાનની પીચકારીઓ મારીને ખૂણા ગંદા કરે છે. લોકો એવું ન કરે તે માટે એપાર્ટમેન્‍ટવાળાઓ એ ખૂણામાં ભગવાનના ફોટા ચોંટાડે છે, પણ અમારા નવસારીમાં આવીને જુઓ કે લોકોએ ભગવાનની પણ શરમ નથી રાખી.

                                                                    ધૂપછાંવ

         એક બાર સાયન્‍સની વિદ્યાર્થીનીએ જણાવ્‍યું: ‘હું સારા ટકાએ પાસ થઇશ તો મારા પપ્‍પા મહોલ્લામાં ગાયત્રી યજ્ઞ કરાવવાના છે!’

  જાતીય શોષણમાં સ્ત્રીઓની પ્રોત્‍સાહક ભૂમિકા

 

       જીવન સરિતાને તીરે…     ‘ગુજરાતમિત્ર’ના સૌજન્‍યથી સાભાર          ‑ દિનેશ પાંચાલ

      (રવિ પૂર્તિ)                                  તા.   17-03-19  માટે                 મો : 94281 60508    

                                   જાતીય શોષણમાં સ્ત્રીઓની પ્રોત્‍સાહક ભૂમિકા

         હાર્વરી વેઇન્‍સ્‍ટેઇન નામના હોલિવૂડના એક માણસે  બહુ  ઊંચેરી સિદ્ધિ હાંસલ કરી હતી પણ જાતીય જુલ્‍મને કારણે એ માણસ બદનામ થઇ ગયો. ઓક્‍ટોબર-17માં એણે એક અભિનેત્રીનું જાતીય શોષણ કર્યું હોવાનો કિસ્‍સો પ્રગટ્યો અને તેને પગલે ‘મી-ટુ’ની ચળવળ વિશ્વભરમાં ફેલાઇ ગઇ હતી. થોડા સમય પર અલિસા નામની એ યુવતીએ ટ્‍વીટર પર પોતાના યૌન શોષણની વાત વહેતી કરી હતી. તેને વિશ્વભરમાંથી 1.2 કરોડ જેટલા પ્રતિભાવો સાંપડયા હતાં. આપણો સમાજ પણ જાતીય શોષણના મુદ્દે પાછળ નથી. આપણે ત્‍યાં પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટરથી માંડી જજ સુધી અને ગલીકૂચીના ટપોરીથી માંડી પ્રધાનો સુધીના બધાંએ ખભેખભા મિલાવીને એ ‘શોષણ યજ્ઞ’ ચાલુ રાખ્‍યો છે. 2017માં જ સુરતના ટીમલિયાવાડમાં મહાવીર દિગમ્‍બર જૈન દૈરાસરના શાંતિસાગર આચાર્યના આશીર્વાદ લેવા ગયેલી અમિષા નામની એક યુવતીનું એ આચાર્યએ  શોષણ કર્યું હોવાનો કિસ્‍સો દિવસો સુધી અખબારોમાં ચર્ચાયો હતો. જેસિકાલાલ હત્‍યા કેસ, નિર્ભયા હત્‍યા કેસ, સગીરા હત્‍યા કેસ જેવા અસંખ્‍ય કિસ્‍સાઓ બન્‍યા છે. (આ લખાય છે ત્‍યારે હજીરામાં ત્રણ વર્ષની બાળકી પર ચાર સગીરોએ ગેંગરેપ કર્યાના સમાચાર પ્રગટયા છે. એ ચાર જણે મોબાઇલ પર બ્‍લ્‍યૂ ફિલ્‍મ જોઇને એ દુષ્‍કૃત્‍ય કર્યાનું કબુલ્‍યું હતું)

         વિશ્વભરમાં વધ્‍યે જતી યૌન શોષણની ટકાવારી સમગ્ર વિશ્વને ગંભીરતાથી વિચારવા પ્રેરે એવી છે. થોડા સમય પહેલાં સ્ત્રીઓને સંસદમાં સ્‍થાન મળવું જોઇએ એ મુદ્દો જાહેર ચર્ચાનો વિષય બન્‍યો હતો. અમારા બચુભાઇએ ત્‍યારે કહેલું: ‘ સ્ત્રીઓને સંસદમાં સ્‍થાન મળે કે ન મળે, પણ સમાજમાં સલામતી જરૂર મળવી જોઇએ.’ જોકે સમાજના જ્ઞાની પંડિતો જરા જુદી વાત કહે છે. તેઓ કહે છે કે પુરુષોસ્ત્રીઓ સાથે આટલી હદે કેમ જાય છે તે પાછળના ઘણાં કુદરતી કારણો છે પણ સ્ત્રીઓને તેની પૂરી જાણકારી હોતી નથી. તેઓ વારંવાર એક જ ફરિયાદ કરે છે કે પુરુષો તેમને કુદષ્‍ટિથી નિહાળે છે.આ વાત ખોટી નથી પણ  હવે જે કહું તે વાત પર ખાસ ધ્‍યાન આપજો. સત્‍ય એ છે કે દરેક  સંસ્‍કારી પુરુષો ભલે સ્ત્રીઓને સ્‍વચ્‍છ નજરે જોતા હશે  પણ જુએ છે તો ખરા જ. (માત્ર જોતા નથી… તેમના સૌંદર્યને એન્‍જોય પણ કરે છે) હા, તેઓ ટપોરીઓની જેમ ‘આતી ક્‍યાં ખંડાલા’ એવું નથી કહેતા પણ સંસ્‍કારી રીતે અને  જરા સહ્યપણે  સ્‍ત્રી સૌંદર્યથી અંજાયા વિના રહેતાં નથી. સ્‍ત્રીઓને પુરુષો કરતાં વધારે માત્રામાં સજવા શણગારવાનું જોઇએ છે તેનું મનોવૈજ્ઞાનિક કારણ પણ એ જ છે કે ખુદ સ્ત્રીઓને પણ પુરુષો દ્વારા થતું એવું ગુપ્ત  સૌંદર્યપાન ગમે છે. બહુ સુક્ષ્મ બાબત એ છે કે ખુદ પોતાનેય ખબર ના પડે તે રીતે  સ્ત્રીઓમાં 100 ટકા નહીં તો 70 ટકા જેટલી અંગપ્રદર્શનની આંતરિક ઝંખના કામ કરે છે. હાસ્‍યાસ્‍પદ સ્‍થિતિ એ છે કે જે આધેડવયની નારીવાદી મહિલાઓ  ફરિયાદ કરે છે કે પુરુષોસ્ત્રીઓને બૂરી નજરથી જુએ છે તેઓ તેમની દીકરીને ટૂંકા વષાો પહેરીને બહાર નીકળતા રોકતી નથી. (બલકે ખુદ પોતે પણ થાય એટલું અંગપ્રદર્શન કરી છૂટે છે)  દુનિયાભરના સેક્‍સોલોજિસ્‍ટો ચેતવે છે કે અંગપ્રદર્શન સ્ત્રીઓના શોષણમાં મોટો ભાગ ભજવે છે પણ તે  શાસ્ત્રસિદ્ધ હકિકત  સ્ત્રીઓના ગળે ઉતરતી નથી.  બ્રિટનની કેટલીક માથાફરેલ યુવતીઓએ તો પુરુષોને કહી દીધું હતું કે ‘અમારે શું  પહેરવું તે અમારો અંગત પ્રશ્ન છે. કેટલીક  સ્ત્રીઓએ તો વિરોધના પાટિયા લગાડી (તદ્દન નગ્ન શરીરે) જાહેર રેલી કાઢી હતી. દુઃખની વાત એ હતી કે એ ઘટના બની ત્‍યારે સ્રીઓની એ બિભત્‍સ રીતમાં સાધન શુદ્ધિ નથી એવો પ્રતિભાવ સમાજની ઠરેલ અને બૌદ્ધિક કહેવાતી નારીવાદી સન્નારીઓએ આપ્‍યો ન હતો.

       સુરતમાં જૈન આચાર્ય શાંતિસાગરનો કિસ્‍સો પ્રગટયો ત્‍યારે કેટલાંક પુરુષોએ વાજબી પ્રતિભાવ આપતાં જણાવ્‍યું હતું કે એ યુવતીએ જૈન સાધુ પાસે જવાનું કામ શું હતું?  વાત ખોટી ન હતી. સૌને એટલી સમજ હોવી જોઇએ કે વર્ષોથી સાધુ જીવન જીવતો બ્રહ્મચારી માણસ ભગવો વેશધારણ કરી લે તેટલા માત્રથી તેની અંદરનો ‘યુવાન’ મરી જતો નથી.  રાખ નીચે અંગારો જીવતો હોય છે તેમ તેમની રૂંધાયેલી જાતીયતા સ્રીઓનો ઘુંઘટ જોઇને પણ ભડકી ઊઠે છે. એવા કહેવાતા સાધુ બાવાઓ પાસે જવું એટલે બે હાથે મગરનું મોઢુ પહોળું કરીને તેમાં પોતાનું માથુ નાખી દેવા જેવી ભૂલ કહેવાય. જોકે સંસારની બધી સ્ત્રીઓ એવી કમઅક્કલ હોતી નથી. 95 થીય વધુ ટકા સંસ્‍કારી સ્ત્રીઓ છે, જેઓ ઘરે બેસીને ભગવાનની ભક્‍તિ કરે છે. તેઓ પારકા બાબાઓના પગ પૂજવાને બદલે ઘરના વડીલોની સેવા કરે છે. પ્રત્‍યેક શહેરોમાં નારી સંગઠનો હોય છે. તેઓ અંબોડા હરિફાઇ, સાડી હરિફાઇ કે મહેંદી હરિફાઇ યોજે છે. પણ દુનિયાના દુર્યોધનો વચ્‍ચે સ્‍ત્રીઓએ પોતાની પ્રાકૃતિક મર્યાદાઓ સાથે કેવી સાવચેતીથી વર્તવું તેની ચર્ચાઓ તેઓ ભાગ્‍યે જ કરે છે. બહુ ઓછી સ્ત્રીઓ મેઈલ ફીમેઈલની  જાતીયતા વચ્‍ચેના પ્રાકૃતિક ભેદ વિશે જાણતી હોય છે. પુરુષોની જાતીયતા, લક્ષણો, કે તેમના દૈહિક ગુણધર્મો બધું જ  સ્ત્રીઓથી અલગ હોય છે. સ્‍ત્રીઓ પુરુષો જેવી ઇન્‍સ્‍ટન્‍ટ જાતીયતા અનુભવતી નથી. કોઇસ્ત્રીને  તેના પુરુષમિત્રમાં પોતાના ભાવિ પતિની પાત્રતા જણાય તો પણ સ્ત્રીઓ જાતીય સંબંધની પહેલ કરતી નથી. કદાચ કોઇ કમજોર ક્ષણે તે એવી જરૂરિયાત અનુભવે તો ય દિલથી તે પ્રબળપણે એવું ઇચ્‍છતી હોય છે કે, ‘એ મારી આંખોમાંથી મારી ઇચ્‍છા જાણી લે અને એ સામેથી પહેલ કરે!’ તાત્‍પર્ય એટલું જ કે બધી વખતે પુરુષોનો વાંક હોતો નથી. વાઘની હિંસક્‍તાથી પૂરી રીતે વાકેફ હોવા છતાં હરણો જંગલમાં ખુલ્લંખુલ્લા કૂદાકડા મારતા હોય તો વાઘ માટે તેનો શિકાર આસાન બની જાય છે. પુરષો તરફથી આચરવામાં આવતું યૌન શોષણ આસાન ન બની રહે તે માટે સૌ પ્રથમ તો પુરુષોએ પોતાની મર્યાદા પર સંયમની લગામ રાખવી જોઇએ અને  સ્ત્રીઓએ પણ ફેશનના નામે અંગપ્રદર્શન ન કરવું જોઇએ. બાકી આગ અને પેટ્રોલ ભેગાં થશે તો ભડકો થશે જ..!

                                              ધૂપછાંવ

                                  ઘરના દરવાજા ખુલ્લા રાખો તો ચોરનો વાંક ના કાઢો..!

તો હોઠો પર હ્યુમર ક્યાંથી હોય?

          કોઈને ટ્યૂમર, અલ્સર, સુગર, પ્રેસર, ઝામર, અન્ઝાઈમર કે કેન્સર હોય તો હોઠો પર હ્યુમર ક્યાંથી હોય?

                                                                                                                                   –દિનેશ પાંચાલ  

 અંધશ્રદ્ધાને ઓળખો.. શ્રદ્ધાને સમજો

જીવન સરિતાને તીરે…         ‘ગુજરાતમિત્ર’ના સૌજન્‍યથી સાભાર                 ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                 તા.    10-03-19  માટે                          મો : 94281 60508

                             અંધશ્રદ્ધાને ઓળખો.. શ્રદ્ધાને સમજો

       શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાત નીકળે છે ત્‍યારે- ‘શ્રદ્ધા એટલે જ અંધશ્રદ્ધા’-  એવું કહેનારા ઘણા નીકળે છે. પરંતુ શ્રદ્ધાનો અર્થ અચૂકપણે ‘અંધશ્રદ્ધા’ એવો કરવામાં કદાચ ભૂલ થઇ રહી છે. સાર્થ જોડણી કોશમાં શ્રદ્ધાનો અર્થ  વિશ્વાસ કે ભરોસો એવો આપ્‍યો છે. દાખલા તરીકે કોઇ વિદ્યાર્થી સમગ્ર બોર્ડમાં ફર્સ્‍ટ આવ્‍યો હોય તો તેને કોલેજમાં જરૂર એડમિશન મળી જશે એવો બધાંને વિશ્વાસ હોય એને શ્રદ્ધા કહી શકાય. (અંધશ્રદ્ધા તો ત્‍યારે કહેવાય કે રોજ એ વિદ્યાર્થી એક કલાક ભગવાનની પૂજા કરતો હોય અને એવી માન્‍યતામાં રાચતો હોય કે હું રોજ ભગવાનની પૂજા કરું છું એથી ન વાંચીશ તો પણ  પાસ થઇ જઇશ) દોસ્‍તો, સફળતા માટે શ્રદ્ધા સાથે શ્રમ અને સમજણ અનિવાર્યપણે સંકળાયેલા છે. ખેડૂત પાસે ખેતર, ખાતર અને પાણી હોય પણ તે મહેનત ના કરે તો અનાજ ન પાકે. (અને શ્રમ ભેગી સમજણ એટલા માટે જરૂરી છે કે તમારી મહેનત સાચી દિશામાં હોવી જોઇએ. તમારે અમદાવાદ જવું હોય અને મુંબઇ તરફ ગમે તેટલું ચાલશો તો ય અમદાવાદ પહોંચી નહીં શકો) આગામી ચૂંટણીમાં ભાજપ જીતી જશે એમ માનવું તે શ્રદ્ધા કહેવાય પણ ભાજપના ટેકેદારો તે માટે કથા કે હોમ-હવન કરાવે તે અંદ્ધશ્રદ્ધા કહેવાય. (કથા કરવાથી નહીં, લોકોની વ્‍યથા દૂર કરવાથી મત મળી શકે) અમારા બચુભાઇ કહે છેઃ ‘ઉનાળામાં કોઇ તરસ્‍યો માણસ હાથમાં ગ્‍લાસ લઇને નળ પાસે જાય તે શ્રદ્ધા કહેવાય, પણ તે ઝાંજવાના જળ પાછળ દોડે  તેને અંધશ્રદ્ધા કહેવાય.  સમાજમાં બનતી શ્રદ્ધા- અંધશ્રદ્ધાની  એવી થોડી ઘટનાઓ પર નજર કરીએ.

        સમાજમાં વ્‍યાપક સ્‍તરે એવું જોવા મળે છે કે અંધશ્રદ્ધાળુઓ થોડા થોડા સમયે દશામા કે સંતોષીમાના નામના પ્રેમ્‍ફલેટો વહેંચે છે. પોષ્ટકાર્ડો પણ લખે છે. એમાં  ધમકી આપવામાં આવે છે કે- ‘અમૂક દિવસોમાં આવી હજાર કોપીઓ છપાવીને નહીં વહેંચો તો ફલાણી કે ઢીકણી માતા તમને અમૂક તમૂક નુકસાન કરશે. એક માણસે એવા પ્રેમ્‍ફલેટો વહેંચ્‍યા તો તેને ધંધામાં લાખ રૂપિયાનો પ્રોફિટ થયો પણ બીજા માણસે પત્રને જૂઠો માની ફાડીને ફેંકી દીધો તો તેનો દીકરો મરી ગયો!’ આ પ્રકારનો એક પત્ર વાંચી સુરતના એક મિત્રએ કહ્યું: ‘આવા વાહિયાત ફરફરિયાં વહેંચવાને બદલે  અંધશ્રદ્ધાને પડકારતાં કાગળિયાં વહેંચવા જોઇએ, “સત્યશોધક સભા” દ્વારા પ્રગટતું ‘સત્યાન્વેષણ’ નામનું મેગેઝીન ઘરે ઘરે (અખબારોની જેમ) પહોંચવું જોઈએ. જેથી લોકોને ખ્‍યાલ આવી શકે કે કહેવાતા ચમત્‍કારો પાછળ કઇ ટ્રીક વપરાતી હોય છે? સત્‍ય એ છે કે અંધશ્રદ્ધાથી નહીં, વૈજ્ઞાનિક અભિગમ વડે જ દેશનું કલ્‍યાણ થઇ શકે છે!‘ 

        રાત દિવસ ભક્‍તિમાં ડૂબેલા માણસોને પ્રશ્નો થવા જોઇએ કે માણસને હરણિયાની ગાંઠ થઇ હોય તો તે હરીકથા કરાવવાથી દૂર થઇ શક્‍તી નથી. ગળાની ગાંઠ ગાયત્રી મંત્રથી ગાયબ થઇ શક્‍તી નથી. પૂજા પાઠથી પથરી મટતી નથી. અને સત્‍યનારાયણની કથાથી સુગર મટી શક્‍તી હોત તો કથા કરનાર બ્રાહ્મણને કદી સુગર થતી જ ના હોત..! કર્મકાંડો આભાસી શાંતિના ઉપાયો છે. આધ્‍યાત્‍મિક્‍તા એ કેવળ નિજાનંદ માટેનો વ્‍યાયામ છે.  તેનાથી ક્ષણિક મનોવૈજ્ઞાનિક શાંતિ મળે છે. પરંતુ તે ફલશ્રુતિ બાહ્ય નહી આંતરિક હોય છે. મૂળ ધર્મોમાં ક્‍યાંય કર્મકાંડોનો ઉલ્લેખ નથી. જે કાંઇ છે તે બધું પાછળથી પ્રવેશ્‍યું છે. જેમકે આરતીમાં રૂના પૂમડા સળગાવવા, ઘંટડી વગાડવી, ધૂપ-દીપ-લોબાન વગેરેની ધૂમ્રસેરો ઉત્‍પન્ન કરવી, અગરબત્તી સળગાવવી, કંકુના છાંટણાં કરવા આ બધું ધર્મમાં લખ્‍યું નથી. યાદ રહે દીવો, ઘંટડી, લોબાન, અગરબત્તી, કંકુ વગેરેની ઉત્‍પત્તિ બહુ પાછળથી થઇ હતી. એથી મૂળ ધર્મમાં એ પ્રકારના ક્ષુલ્લક કર્મકાંડોનો આદેશ સંભવી જ ના શકે.

        દુઃખની વાત એ છે કે 90 ટકા લોકો એવું માને છે કે મોટા પાયે સમૂહ યજ્ઞ કરાવવાથી સુખ શાંતિ મળે છે. પરંતુ બરોડામાં માનવજાતની સુખશાંતિ અર્થે નવેમ્‍બર-1993માં અશ્વમેધ યજ્ઞ થયેલો. તે યજ્ઞ થયા પછી પૃથ્‍વીના પ્રદુષણમાં એક મિલીગ્રામનો ઘટાડો થયો ન હતો. લોકોની નફરતમાં નવટાંકનો ઘટાડો થયો ન હતો. રાજકારણીઓમાં રાઇના દાણા જેટલી ય પ્રમાણિકતા પ્રગટી ન હતી. ખૂન, બળાત્‍કાર, ચોરી, લૂંટ, ધાડ, હિંસા, બેરોજગારી, ભૂખમરો, ગરીબી શોષણ વધ્‍યાં પણ ઘટયા નથી. (એ નિહાળી યજ્ઞકર્તાઓને મનને છાને ખૂણે ચિંતા થયેલી કે, અશ્વમેધ યજ્ઞ ફલોપ ગયો કે શું?) સત્‍ય એ છે માણસની સમસ્‍યાઓ માણસોએ જ દૂર કરવી પડે છે. મોંઘવારી દેવો દૂર કરી શકતા નથી.  શ્રદ્ધા, ભક્‍તિ, પૂજાપાઠ એ સઘળું નિજાનંદ માટે ભલે જરૂરી હોય પણ તેનું પ્ર્રમાણ હીંચકાના કડામાં પૂરાતા તેલના ટીપાં જેટલું (માપસર) હોવું જોઇએ. હીંચકાના કડામાં કપ ભરીને તેલ પૂર્યું હશે તો એ સતત ગળતું રહેશે અને સૌના કપડાં ગંદા કરશે. જીવનમાં શ્રદ્ધા અને ભક્‍તિનો અતિરેક પણ માણસને એવું જ નુકસાન પહોંચાડે છે.

 આ દેશમા શિક્ષણને ધર્મ સાથે જોડવાની કોશિષ થઇ રહી છે. શિક્ષણનું ભગવાકરણ કરનારાઓએ સમજવું જોઇએ કે બધાં જ્ઞાન પુસ્‍તકોના ઓશિયાળાં હોતાં નથી. ડહાપણ દાઢ ફૂટયા પછી પણ ઘણા ડહાપણો આવવાના બાકી રહી જાય છે જે અનુભવે આવે છે. અમારા બચુભાઇએ બીઝનેસ મેનેજમેન્‍ટનો કોર્સ કર્યો નથી, પણ ટાલિયાને કાંસકી વેચી શકે એવી ઉત્‍કૃષ્‍ટ સેલ્‍સમેનશીપ ધરાવે છે. બીજી તરફ એમનો જ પૌત્ર કટ્ટર ધાર્મિક છે. છતાં નોકરીના પર્સનલ ઇન્‍ટરવ્‍યૂમાં એ નાપાસ થયો એથી નોકરી ન મળી શકી. તાત્‍પર્ય એટલું જ, પોતાની આવડતને એન્‍કેશ કરતાં ન આવડે તો ગમે તેવો બાહોશ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ પણ જીવનની એકાઉન્‍ટન્‍સીમાં અટવાઇ જાય છે. પછી ભલે તે મળશ્‍કે પાંચ વાગ્‍યે ઊઠીને ગીતા બાઇબલ કે કુરાન વાંચતો હોય..!

                                                           ધૂપછાંવ

                        નવરા બેસી નિંદા કરી, જાણ્‍યો ન જગતનો સાર

                        જગતને જાણવું હોય તો રોજ વાંચો અખબાર..!