ભ્રષ્ટાચાર: ભાજપનો ભયયુક્ત ભોરીંગ

‘જીવન સરિતાને તીરે..’ ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલMO: 94281 60508

                   ભ્રષ્ટાચાર: ભાજપનો ભયયુક્ત ભોરીંગ

     દોસ્તો, આજે સૌને ખબર છે કે સાંસદોને સરકાર તરફથી ઘણી બધી સુવિધાઓ મફત મળે છે. વસ્ત્રો ધોવાના એલાઉન્સીસથી લઈને દેશ વિદેશોમાં મફત ફોન કોલ અને અનલિમિટેડ ઈન્ટરનેટ કોલ તો મળે જ છે, પણ સંસદની કેન્ટિનમાં તેમને રાહત દરે ભોજન પણ મળે છે. (એકવાર સંસદની કેન્ટિનમાં પચ્ચીસ રૂપિયામાં વાનગીઓથી ભરપુર થાળી જમતા મોદી સાહેબનો વિડિયો વાયરલ થયો હતો ત્યારે એક પત્રકારે ટિપ્પણી કરતાં લખ્યું હતું: ‘સાહેબ, તમે ભલે પચ્ચીસ રુપિયામાં ભરપેટ ભોજન જમો પણ દેશના લાખો ગરીબોને એક ટંક માટે સુકો રોટલો પણ ખાવા મળતો નથી. તેમણે એક લોટો પાણી પીને ભૂખ્યા સુવું પડે છે તેનો વિચાર કરો. રાંધણગેસની સબસીડી જતી કરવા માટે મોદી સાહેબ લોકોને હાકલ કરે છે. અને સંસદની કેન્ટિનને પ્રતિ વર્ષ ૬૫ લાખની સબસીડી કઈ ખુશીમાં આપવામાં આવે છે? સાહેબ, મોસાળે જમણ ને મા પીરસનારી હોય ત્યારે આવું જ થાય. વળી વડપ્રધાન તરીકે તમે યોગા કરો, કસરત કરો, ડ્રમ વગાડો, આદિવાસીઓની કલરફૂલ પાઘડી અને છત્રી ઓઢી જાહેર જનતા વચ્ચે ભૂંડી વેશભૂષામાં રજૂ થાઓ.. આ બધી તમારી ચેષ્ઠા દેશભક્તિ નહીં, પણ પ્રસિદ્ધિની અબળખા બતાવે છે. લાખો ગરીબોના કરોડો પ્રશ્નો વચ્ચે તમે ઘેરાયેલા છો છતાં તમે ક્યાં તો ભાષણબાજીમાં ઉતરી જાઓ છો, ક્યાં કોંગ્રેસની નિંદાખોરીમાં જામી પડો છો; અને બાકી બચેલા સમયમાં લોકો વચ્ચે જાત જાતની વેશભૂષા રચી તેના ફોટા પડાવી તે વાયરલ કરો છે. સાહેબ, એક જ પ્રશ્નનો જવાબ આપશો. તમારા યોગાસન, કેન્ટિનનું જમણ કે ડ્રમ વગાડવાની સાવ અંગત કહી શકાય એવી પ્રવૃત્તિઓ, તમારી સંમત્તિ વિના ટીવી–ઈન્ટરનેટ કે વૉટસેપ પર વાયરલ થઈ શકે ખરી? સાહેબ, આ બધું બંધ કરીને બચેલા સમયમાં દેશના ભ્રષ્ટાચારની સમસ્યા પર ધ્યાન આપી શકો તો કદાચ થોડા ગણા ‘અચ્છે દિન’ આવી શકે!’
દોસ્તો, દિલ્હીના પત્રકારે કહેલી ઉપરની વાત વિચારવા જેવી છે. પણ બધો વાંક શાસકોનો નથી. દેશની પ્રજા જો ન્યાયપ્રિય હોય તો કદી એવુ બને ખરું કે ગુનેગારોને સજા થાય ત્યારે (સંતોષ પામવાને બદલે) તેના વિરોધમાં રોડ પર નારા લગાવવા નીકળી પડે..! 20-09-2002 માં અબુ સાલેમને જેલ થયેલી ત્યારે (અને મેમણ બ્રધર્સને ફાંસી થયેલી ત્યારે પણ) લોકો સરકારની વિરુદ્ધમાં રોડ પર ઉતરી આવ્યા હતાં. વિવેકબુદ્ધિવાદ હંમેશાં એવા તાટસ્થ્યનું આગ્રહી હોય છે કે સૌએ સત્ય અને ન્યાયસંગત બાબતને જ સપોર્ટ કરવો જોઈએ. સજા પામનારના પદ, પ્રતિષ્ઠા અને મોભ્ભો જોઈને અભિપ્રાય આપવો તે પક્ષપાતી વલણ ગણાય. કોઈ પણ તટસ્થ વ્યક્તિ, ભલે તે ચૂસ્ત ભાજપી હોય પણ મોદીજીની ભૂલ હોય તો તેણે તેમનો બચાવ હરગીજ ન કરવો જોઈએ અને રાહુલ ગાંધી પાસે બે ઉપયોગી વિચારો હોય તો તેની પણ સરાહના કરવી જોઈએ, રાહુલે પણ ભાજપના સો ટકા સારા કામનો (તેઓ કેવળ વિરોધ પક્ષમાં હોવાને કારણે જ) વિરોધ કરવો જોઈએ નહી. આપણે ગાંધીજીનો વિચાર વારસો મળ્યો હોવાથી “વસુદૈવ કુટુમ્બકમ” માં માનીએ છીએ પણ અમેરિકાને તે બેવકૂફી લાગે છે. અમારા બચુભાઈ કહે છે કે, “વાઘ ગાંધીજીના વ્હાયે ચાલીને અહિંસાનું વ્રત લઈ બેસે તો તેણે ઘાસ ખાવાનો વખત આવે..!” અમેરિકા દુનિયાના દેશોને શસ્ત્રો વેચીને અરબો રુપિયા તેની તિજોરીમાં ખેંચી લાવે છે. છેલ્લા ૧૯ વર્ષોથી અમેરિકા ખોટા કારણો આગળ કરીને અફઘાનિસ્તાન, ઈરાક અને સીરિયા જેવા ઘણાં દેશો વચ્ચે યુદ્ધનો પલિતો ચાંપ્યો છે; જેમાં લાખો મુસ્લિમો માર્યા ગયા છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે પણ તક મળે ત્યારે તે નારદમુનીની ભૂમિકા ભજવવાનું છોડતું નથી. પાકિસ્તાનનું એ કમનસીબ છે કે અમેરિકાની યુદ્ધખોરીને પીછાણવાની ત્રેવડ ઈમરાનમાં નથી. આપણને ત્રાસ આપતા હજારો આતંકવાદીઓનું ખાનગી ટ્રેનીંગ સેન્ટર અને આશ્રયસ્થાન પણ અમેરિકા છે. આપણા મોદીજી પણ એ જાણી ચૂક્યા છે પણ વાઘને કહી શકાતું નથી કે તારા મોઢામાંથી માંસની વાસ આવે છે.
                                                                           ધૂપછાંવ
                અમેરિકા માને છે કે– “શાંતિ જોઈતી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો..!”
 

One thought on “ભ્રષ્ટાચાર: ભાજપનો ભયયુક્ત ભોરીંગ

  1. “કોઈ પણ તટસ્થ વ્યક્તિ, ભલે તે ચૂસ્ત ભાજપી હોય પણ મોદીજીની ભૂલ હોય તો તેણે તેમનો બચાવ હરગીજ ન કરવો જોઈએ “મુદ્દાની વાત.

    “સાહેબ, એક જ પ્રશ્નનો જવાબ આપશો. તમારા યોગાસન, કેન્ટિનનું જમણ કે ડ્રમ વગાડવાની સાવ અંગત કહી શકાય એવી પ્રવૃત્તિઓ, તમારી સંમત્તિ વિના ટીવી–ઈન્ટરનેટ કે વૉટસેપ પર વાયરલ થઈ શકે ખરી? મુદ્દાનો સવાલ,પણ જવાબ ?????

    આવો જ એક સવાલ મનમાં ઉઠે છે કેઃ સમારંભો અને સભાઓ ના સ્ટેજ પર સ્વાગત રૂપે પહેરાવાતી ભારી ભરખંભ માળાઓની જરૂર ખરી???

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s