રેશનાલિઝમ : સત્યની સમતોલ તોલણી

       રેશનાલિઝમ સ્ત્રીઓને સૂચવે છે કે કોઈ ભગવાધારી લંપટ સાધુ રામનો વેશ ધારણ કરીને આવે ત્યારે તેને રામ સમજી લેવાને બદલે તેની આંખના ખૂણે રમતું “રાવણત્વ” પકડી પાડો. સમાજની બે સારી વાતનો આદર ભલે કરીએ પણ તેના અનિષ્ટો અને ભયસ્થાનો સામે પણ સજાગ રહીએ. કૃષ્ણની ભક્તિ જરુર કરીએ પણ બનાવટી સુદર્શનચક્ર જોઈને કોઈ દુર્યોધનને કૃષ્ણ ન માની લઈએ. વિચારોને હંમેશા અપડેટ કરતા રહીએ અને નવાયુગની નવી વિવેકદષ્ટિ કેળવીએ. પાંડવોની ન્યાયનીતિ અને તેમના બાહુબળનું ગૌરવ કરવામાં વાંધો નથી પણ પત્ની દ્રૌપદીને જુગારમાં હારી જનારા પતિ પાંચ હોય કે સો… બધાં કૌરવોની કક્ષાના જ ગણાય. અગર તમારા ભીતરના ધરમકાંટા પર આવું માપ ન નીકળે તો સમજો કે તમારો કાંટો ખોટો. તાત્પર્ય એટલું જ કે સત્યની સમતોલ તોલણી કરવાની ટેવ રાખીએ અને એવી તોલણીમાં રામની ભૂલ જણાય તો શ્રદ્ધાની આડમાં તેનો બચાવ ના કરીએ અને રાવણ પાસે ચપટીક સદગુણ હોય તો તેની પણ જરૂર નોંધ લઈએ. રેશનાલિઝમ એટલે સત્યનો ઘંટનાદ!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a comment